SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ભાગ ૨ ) ૧૦૧ અર્થ આ છે–જીવહિંસાદિક પાપનાં કાર્ય ન થઈ જાય તે માટે બરાબર કાળજી રાખવી તે જયણા કહેવાય છે. હંમેશાં ત્રિકાળ પૂજા એટલે સવારે, બપોરે તેમજ સાંજે જિનપૂજા (વગેરે પ્રકારે ધર્મારાધન) કરીને અંતે શિવસુખ એટલે મોક્ષનાં સુખને પ્રાપ્ત કરજે. ૧૦૫ મન સુધારે પૂજના વરભાવના પ્રકટાવતી, પ્રભુતા પમાડે સાત્વિકાનંદી કરે પ્રભુની સ્તુતિ, દેવ ગુરૂ ગુણને સ્તવો સાહમ્પિવછલ્લ નિત કરો, વ્યવહારશુદ્ધિ સાચવીને તીર્થ–રથયાત્રા કરો. ૧૦૫ સ્પષ્ટાર્થ –પ્રભુ શ્રીજિનેશ્વરદેવની કરેલી પૂજા મનને સુધારે છે. અથવા પ્રભુની પૂજા કરવાથી મનની નિર્મળતા થાય છે. તેથી પ્રભુની પૂજા કરવાના સમયે ઉત્તમ ભાવના પ્રગટ થાય છે. અને પ્રભુની સ્તુતિ પ્રભુતાને (પ્રભુદેવના સ્વરૂપને) પમાડે છે અથવા સ્તુતિ કર. નાર ભવ્ય જીવોને પ્રભુના જેવા સાત્વિકાનંદી બનાવે છે. જે આત્માના ગુણોમાં રમણતા કરવા રૂપ આનંદ, તે સાત્વિક આનંદ કહેવાય છે. અને તે ભવ્ય જીવ ! તમે દેવના તથા ગુરૂના ગુણની સ્તવના (વખાણ, ચિંતવના) કરજે. તથા હંમેશાં સાધર્મિક એટલે સમાન ધર્મ પાળવાવાળા ભવ્યજીનું વાત્સલ્ય (નેહથી ભક્તિ) હંમેશાં કરજે. એટલે તેમને ધર્મારાધન કરવામાં બનતી દરેક પ્રકારની સહાય કરજે. કારણકે શ્રી જિનેશ્વરભગવંતે સાધર્મિકની સગાઈનેજ સાચી સગાઈ કહી છે. વળી વ્યવહારની શુદ્ધિ સાચવવા પૂર્વક તીર્થ યાત્રા તથા રથયાત્રાના મહોત્સવને કરજે. કારણ કે એ બંને જિનશાસનની પ્રભાવ નાદિના પરમ સાધન છે. ૧૦૫ ઉપશમ વિવેક ગુણ ધરી સંવર કિયાદિક સેવ, આઠ પ્રવચન માત જીવ દયા ઉમંગે પાલ; ધર્મિજનને સંગ ઇંદ્રિય દમ ચરણ આરાધજે, સંધ પર બહુમાન રાખી ભક્તિ તેની ન ભૂલ. ૧૦૬ સ્પષ્ટાઈ–વળી હે ભવ્ય ! ઉપશમ ભાવ એટલે ક્રોધાદિક કષાયોને દબાવવાપૂર્વક વિવેક ગુણને ધારણ કરજે અને પ્રમાદાદિ નિમિત્તે આવતા કર્મોને રોકવા રૂપે સંવર ક્રિયા(ચારિત્રાદિ)નું પ્રશસ્ત આલંબનેનું સેવન કરજો. આત્માના કર્મ બંધને રેકનારા શુદ્ધ પરિણામ અને શુદ્ધ પ્રવૃત્તિ તે સંવર કહેવાય છે. તેમજ મોક્ષને માટે જે કરણી (ઉત્તમ જ્ઞાનાદિની આરાધના) કરવી તે ક્રિયા જાણવી. વળી પાંચ સમિતિઓ તેમજ ત્રણ ગુપ્તિઓને સાચવવા પૂર્વક જીવદયાનું ઘણું ઉમંગથી પાલન કરો. અને ધમી પુરુ ની સોબત કરજે. કારણ કે “જેવી સબત તેવી અસર’ એવી કહેવતને અનુસારે ધમી પુરૂષોની સોબત ભવ્ય જીને ધર્મિષ્ઠ બનાવે છે. તથા ઇદ્રિય દમન એટલે પાંચ ઈન્દ્રિજેને વશ કરવા રૂપ સદાચારનું પાલન કરજે. તેમજ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ, આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy