SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ 16. ( શ્રી વિજ્યપદ્ધકૃિતઆચાર છે. આ આચાર પ્રમાણે પ્રથમ ગણધર શ્રી વજનાભમહારાજે આ રીતે દેશનાને આપવાની શરૂઆત કરી. ૧૦૨ હે ભવ્ય જીવે ! પ્રબલ પુણ્ય સાંભળી પ્રભુ દેશના, તાસ આજ્ઞા માન ધારક થજે સમ્યકત્વના આવશ્યકે ઉઘક્ત બનજે નિત્ય તિમ પિષધદ્રતી, પર્વમાં હેજો જરૂર દાનાદિને સાધે અતિ ૧૦૩ સ્પષ્ટાર્થ–પ્રથમ વનાભ ગણધરે દેશના શરૂ કરતાં જણાવ્યું કે હે ભવ્ય જીવો! તમે આજે પ્રબલ પુણ્યના ઉદયથી પ્રભુની દેશના સાંભળી છે. કારણ કે પ્રત્યક્ષ વિચરતા તીર્થંકર પ્રભુની દેશના સાંભળવાનું ભાગ્ય પરમ પુણ્યના ઉદય સિવાય પ્રાપ્ત થતું નથી. માટે આ પ્રભુ શ્રીસંભવનાથને ઉપદેશ સાંભળીને હૃદયમાં ઉતારી મનન કરીને પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તન કરજે. અને તમે સમ્યકત્વને ધારણ કરજો. કારણ કે સમ્યકત્વ વિના કરેલી ધર્મકરણી વિશિષ્ટ અને પૂર્ણ ફલને દેતી નથી. માટે સમ્યકત્વને શ્રી જિન ધર્મને પાયે કહેલ છે. જેમ પાયા વિના મકાન રહી શકતું નથી તેમ સમ્યકત્વરૂપી પાયા વિના જિનધર્મરૂપી મંદિર ટકી શકતું નથી. વળી પ્રભુએ જણાવેલા સામાયિક વગેરે છ આવશ્યકેમાં ઉદ્યમવાળા બનજે. આવશ્યક શબ્દને અર્થ એ છે કે–અવશ્ય કરવા લાયક હોવાથી આવશ્યક કહેવાય છે. તથા તમે વધારે સમય પૌષધ, ન બને તે પર્વ તિથિઓમાં, એટલે અષ્ટમી, ચતુર્દશી, પંચમી વગેરે મોટી તિથિઓમાં તેમજ પ્રભુના કલ્યાણક, પર્યુષણાસાંવત્સરિકદિન વગેરે ના દિવસેમાં પૌષધવતી એટલે પૌષધવ્રતની આરાધના કરજે. તેમજ તમારી શક્તિ અને ભાવના પ્રમાણે દાન, શીયલ, તપ અને ભાવ સ્વરૂપ ચાર પ્રકારના ધર્મની ઉમંગથી આરાધના કરજે. ૧૦૩ પંચવિધ સ્વાધ્યાય કરજે એ સમે તપ પર નહીં, ચૌદપૂર્વ રહસ્ય શ્રી નવકાર સંભારે સહી; બે ભેદ પર ઉપકાર કરજે તેમ યતના પાલજે, નિત્ય જિનપૂજા કરી ત્રણ કાલે શિવસુખ પામો. ૧૦૪ સ્પષ્ટાર્થ–વળી હે ભવ્ય જીવો! તમે પાંચ પ્રકારને સ્વાધ્યાય કરો. નવું ભણવું, વાંચવું, પૂછવું, ભણેલા સૂત્ર-અર્કાદિને યાદ કરવા, વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને કરજે. કારણ કે ત્રણ પ્રકારના યોગોની એકાગ્રતાથીજ થનાર સ્વાધ્યાય જેવું બીજું ઉત્તમ અત્યંતર તપ નથી. અને તે ભવ્ય જી! તમારે હંમેશાં નવકાર મંત્રનું સ્મરણ કરવું. કારણ કે નવકાર મંત્ર એ ચૌદે પૂર્વેના સાર રૂપ છે. તથા દ્રવ્યભાવથી બે પ્રકારનો પરોપકાર કરજે. તેમજ તમે ચતના(જયણા ધર્મ)નું પાલન કરજે. યતના અહીં જયણાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy