________________
[ શ્રી વિજયપરિકૃતસ્પાર્થ –તથા શ્રી વીર પ્રભુનું શરણ સ્વીકારવાથી ચમરેન્દ્ર પણ બચી ગયા. તે આવી રીતે :–ભુવનપતિ દેવમાં દશ પ્રકારના ભેદ છે. તેમાં પ્રથમ અસુરકુમાર નામે ભેદ છે. તે અસુરકુમારના બે ઈન્દ્રો છે. તેમાં દક્ષિણ દિશાનાં ઈન્દ્રનું નામ અમરેન્દ્ર છે. આ અમરેન્દ્ર જ્યારે ઉત્પન્ન થયા ત્યારે તેણે અવધિજ્ઞાનના ઉપયોગથી પે.તાની ઉપર સીધી લાઈનમાં આવેલ સૌધર્મેન્દ્રને જોયા. તે વખતે મારા માથા ઉપર રહેનાર આ કેણુ? એવું બોલીને કોધથી ધમધમીને મોટું શરીર વિકુવીને ભયંકર બનેલો તે ચમરેન્દ્ર પિતાનું હથીયાર લઈને સૌધર્મેન્દ્ર તરફ દેડ. તેનું ભયંકર રૂપ જોઈને ભય પામેલા બીજા દેવે તે ચારે તરફ નાસી ગયા. અને તે સૌધર્મેન્દ્ર સન્મુખ આવી પહોંચ્યા. તે વખતે શકેન્દ્ર પણ આવા સ્વરૂપે આવતા એવા તેને જોઈને પિતાનું વજ લઈને તેના તરફ દેડડ્યા. અવધિજ્ઞાનથી ચમરેન્દ્રને જાણ્યો. અગ્નિના તણખા જેમાંથી ચારે બાજુ ઉછળી રહ્યા છે એવા વાવાળા શકેન્દ્રને પિતાની સામે આવતા જોઈને ભય પામેલ અમરેન્દ્ર ત્યાંથી નાઠે. શક્રેન્દ્ર પણ તેની પાછળ દેડયા. નાસતા નાસતા ચમરેન્દ્ર ભરતક્ષેત્ર નજીક આવી પહોંચે. નાસીને કયાં જવું એવી ચિંતામાં પડેલા ચમરેન્દ્ર પ્રભુ મહાવીરને જોઈને નાનું રૂપ કરીને તેમનું શરણ સ્વીકારી તેમના ચરણ વચ્ચે પેસી ગયો. મહાવીર પ્રભુનું શરણ સ્વીકારનારને કેવી રીતે સજા કરી શકાય એવું વિચારી શકેન્દ્ર પણ શાંત પડ્યા. આ પ્રમાણે પ્રભુ મહાવીરનું શરણ સ્વીકારવાથી ચમરેન્દ્ર કેન્દ્રના ક્રોધમાંથી બચી શકયે. - ચંડકૌશિક નામે સર્પ તે પણ પ્રભુ શ્રી મહાવીરનાં “હે ચંડકૌશિક બુઝબુઝ” એવાં વચને સાંભળી બોધ પામીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. તિર્યંચ પંચેન્દ્રિય છે ઉત્કૃષ્ટથી આઠમા દેવલોક સુધી જઈ શકે છે. આ ચંડકૌશિકનું સ્વરૂપ ટુંકાણમાં આ પ્રમાણે જાણવું –એક ગુરુ અને શિષ્ય ગોચરી જતા હતા. તે વખતે ગુરૂના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ. ઉપાશ્રયમાં આવીને ઈરિયાવહી કરતાં ગુરૂએ તે પાપ આપ્યું નહિ. તેથી શિષ્ય તે યાદ કરાવ્યું, છતાં ગુરૂએ આલોચ્યું નહિ. સાંજે પ્રતિક્રમણમાં શિષ્ય યાદ કરાવ્યું છતાં પણ આપ્યું નહિ. છેવટે શત્રીએ સંથારાપરિસી વખતે પણ આલોચ્યું નહિ. તે વખતે ફરીથી શિષ્ય યાદ કરાવ્યું. તે વખતે ગુરૂ શિષ્ય ઉપર અતિ ગુસ્સે થઈને મારવા દોડે છે, વચમાં થાંભલા સાથે માથું કૂટવાથી મરીને કોધને લઈને ચંડકૌશિક નામે દષ્ટિવિષ નામે સર્પ થાય છે. જેની દષ્ટિ પડવાથી પણ જો મરણ પામે એવી શક્તિ આવાં સર્પમાં હોય છે. આ સર્પને લીધે તે માર્ગેથી જનારા ઘણા પશુ, પક્ષી તથા માણસો મરણ પામવાથી તે માર્ગે કઈ જઈ શકતું નથી. તેથી તે માર્ગ ઉજજડ થઈ ગયું હતું, પણ પ્રભુ શ્રી વીર ભાવિ લાભ જાણીને આ માર્ગે થઈને નીકળ્યા. પ્રભુને જોઈને સર્પ તેમના તરફ ધસ્યો. અને પગે
ખે. તે વખતે લેહીને બદલે દૂધ નીકળતું જોઈને વિચારમાં પડેલા તે ચંડકૌશિકને પ્રભુએ કહ્યું કે “હે ચંડકૌશિક ! બુજઝ બુઝ” પ્રભુના વચનથી બોધ પામેલા તે સર્પને જાતિસ્મરણ થવાથી તેણે પ્રભુને પ્રણામ કર્યા અને હવેથી કોઈ જીવને મારે નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org