SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ [ શ્રી વિજયપાસરિકૃતમાટે બીજે ગામ ગયો હતો, તેથી તેના વિના બીજા સર્વે મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે સર્વ અરણ્યમાં ચુડેલના ગુચ્છ' રૂપે ઉત્પન્ન થયા. ત્યાં સર્વે એકત્ર થઈને પડેલા હતા. તેવામાં કઈ હસ્તીઓ આવીને તેમને પગવડે ચાંપી નાંખ્યા. તેથી મરણ પામીને અનેક કુનિમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કર્યું. છેવટે આ ભવના આગલા ભાવમાં કાંઈક પુણ્ય ઉપાર્જન કર્યું, તેના પ્રભાવથી તે સાઠ હજાર ચકીના પુત્ર થયા. પરંતુ પૂર્વે કરેલા પાપકર્મના કાંઈક અવશેષ રહેવાથી તેઓ એક સાથે જ મરણ પામ્યા. પેલે જે કુંભાર હતું તેનો જીવ અનેક ભ ફરીને આ તું ભગીરથ થયો છે.” આ પ્રમાણે જન્દુકુમારાદિને તથા પિતાનો પૂર્વભવ સાંભળીને ભગીરથે પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે તે સદ્ગતિને પામ્યા. ત્રણ લેકને ભયંકર એવા યમરૂપિ રાક્ષસ આ અનાથ જગતને હણવા માટે નિરંતર ઈચ્છા કર્યા કરે છે, તેથી હે જીવ! તું નિર્ભય જીવન ગુજારવાને માટે હંમેશાં આ અશરણ ભાવનાને જરૂર ભાવજે. કારણકે આ ભાવના વૈરાગ્યાદિ સશુને પણ જરૂર પમાડે છે. ૯૦. બળવંત પણ દશમુખ અશરણ નરક ચોથી સંચર્યો, શાંતિપ્રભુના જીવ શરણ પ્રતાપ પારે બચે મેધ છવ ગજ શશકને ઉગારતા દઈ શરણને, પુત્ર શ્રેણિકના થયા બહુલાભ દેતા શરણને. ૯૧ સ્પષ્ટાર્થ –અશરણી એટલે અરિહંતાદિના સાચા શરણને નહિ પામનાર મહા બલવંત રાવણ પ્રતિવાસુદેવ મરીને ચેથી પંકપ્રભા નામની નરકને વિષે ઉત્પન્ન થયા. અને પ્રભુ શ્રી શાંતિનાથ નામના સોળમા તીર્થંકર પૂર્વભવે શ્રી મેઘરથ નામે રાજા હતા. તેમના શરણને સ્વીકારનાર પારેવાને જીવ બાજ પક્ષીના ભયમાંથી બચી ગયો. કારણ કે મેઘરથ રાજાએ બાજની પિતાના ભક્ષયરૂપ પારેવા માટે ઘણી માગણી છતાં પણ તેને સેપ્યા નહિ અને પિતાને શરણે આવેલા તે પારેવાના રક્ષણ માટે તે પારેવાના વજન પ્રમાણ માંસ પોતાના શરીરમાંથી કાપી કાપીને ત્રાજવામાં મૂકતાં મૂકતાં પિતાનું આખું શરીર પણ ત્રાજવામાં મૂકયું પણ પારેવાને સે નહિ. આ અનુપમ દયા વગેરે કારણોથી તેમણે તીર્થકર નામ કર્મ બાંધ્યું. અને ત્યાંથી દેવ થઈને સેલમા તીર્થપતિ શ્રી શાંતિનાથ પ્રભુ થયા. તથા શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની પાસે દીક્ષા લીધી હતી. તે પૂર્વ ભવે હાથી (રૂપે) હતા. તે હાથીએ વનમાં દાવાનળ લાગે ત્યારે પિતે ઉત્પન્ન થએલ જાતિસ્મરણજ્ઞાનને લીધે તે જંગલમાં એક ગેળાકાર મંડલ રચ્યું હતું તેમાં આવીને તેણે આશરો લીધે હતો. તે વખતે તે જંગલના બીજા પણ ઘણા પશુઓએ ચારે તરફથી આવીને તે મંડલમાં આશરે લીધો હતો. તે હાથીને શરીરે ખરજ ૧ માતવાહક નામના બેઈદ્રિજી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy