________________
|| શ્રી વિજ્યપદ્યસૂરિકૃતપટ્ટાથે–વળી ગુણાનુરાગિ લોક બોલે છે કે–દુકાળમાં પીડિત એટલે દુઃખી થતા લોકોની પીડાને દૂર કરનાર એ મહાપુરૂષ ચાલ્યા ગયા. હવે આ દુઃખી લોકોને કેણુ સહાય (મદદ) કરશે ? અરેરે ! બીજા લેકેના દુઃખ જોઈને દુઃખી થનારા એ પુણ્યશાળી ચાલ્યા ગયા. તથા પિતે ચારિત્રનું પાલન કરીને બીજાને પણ ઉપદેશ આપીને ચારિત્રનું પાલન કરાવનારા એ પરોપકારી પુરૂષ ચાલ્યા ગયા. તેમજ ઘણા તીર્થ સ્થાનના ઉદ્ધાર કરનારા એ ધર્મિષ્ઠ મહાપુરૂષે ચાલ્યા ગયા. તેથી હવે તીર્થોને ઉદ્ધાર કેણ કરાવશે. ૮૭
કષ્ટમાં પણ ધર્મરક્ષક જીવ પણ ચાલ્યા ગયા, - સાત ક્ષેત્રે પિષનારા પુણ્યવંતા પણ ગયા; જિનશાસનાંબર સૂર્ય પૂજ્ય પ્રભાવકો ચાલ્યા ગયા,
સુગુણ ફૂલની વાસ મૂકી તે જનો ચાલ્યા ગયા. ૮૮ સ્પષ્ટાથ –અને મહા કષ્ટના પ્રસંગે પણ જિન ધર્મનું રક્ષણ કરનારા એ મહાપુરૂષ ચાલ્યા ગયા. વળી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનબિંબ, જિનચૈત્ય તથા શ્રતજ્ઞાન (જૈનાગ વગેરે) એમ સાત ક્ષેત્રનું પિષણ કરનાર એ પુણ્યશાળી છે પણ જતા રહ્યા. તથા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનરૂપી આકાશમાં સૂર્ય જેવા મહાપ્રભાવશાલી અને ઘણું તેજસ્વી લોકેને પૂજવા ગ્ય તથા ધર્મની પ્રભાવના કરનારા પ્રભાવક મહાપુરૂષે ચાલ્યા ગયા. વળી પિતાના સદ્દગુણે રૂપી ફૂલોની સુવાસને મૂકીને (હેકાવીને) એટલે જે કે તેઓ તે ચાલ્યા ગયા છે પરંતુ પોતાની પાછળ તેઓ જશ કીર્તિ આદિ ગુરૂપ ફૂલોની સુગંધને મૂકીને ચાલ્યા ગયા. આવા મહાપુરૂષે ફરીથી કયારે ઉત્પન્ન થશે. આ રીતે ગુણાનુરાગિ લોકે ધર્મિ ના ગુણેને વારંવાર યાદ કરે છે. ૮૮
પુણ્યવંત છે હસતાં હસતાં અને પાપી જ રીબાઈને મરે છે તે વાત જણાવે છે – નિષ્પાપ જીવે અંતકાલ હસંત મરતા પામતા,
ચાલુ સ્થિતિથી પુણ્યસ્થિતિને અંતમાં શિવ પામતા; તેહથી પાપીજનેમાં સંપજે વિપરીતતા,
રીબાઈ મરતા તેમને ના કેઈ પણ સંભારતા. સ્પષ્ટાથે–તથા જે નિષ્પાપ એટલે પાપ રહિત ભવ્ય છે પિતાના ચાલુ માનવજીવનમાં પાપનાં કાર્યો કરતાં નથી તેવા ઉત્તમ છે અંતકાલે એટલે મરવાના સમયે હસતાં હસતાં મરે છે, કારણ કે તે જીવે મરણ પામીને પિતાની ચાલુ સ્થિતિ કરતાં ઊંચી સ્થિતિવાળી સવર્ણાદિ સદ્ગતિને પામે છે. અને છેવટે શિવ એટલે મોક્ષના સુખોને પણ જરૂર પામે છે. અને પાપી પુરૂષે પિતાની જીંદગી પાપ કાર્યો કરીને પૂરી કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org