________________
[ શ્રી વિજ્યપધરિકૃત
મામાને “સુવર્ણકૂળ અહીંથી કેટલું દૂર છે?” એમ પૂછ્યું ત્યારે તેના મામાએ કહ્યું કે “અહીંથી વીસ યોજન દૂર છે, ત્યાં હાથીઓથી ભરેલાં હાણે આવ્યાં છે, એમ સંભળાય છે.” તે સાંભળીને મામાની રજા લઈને તે અહીં આવ્યું, અને અહીં તને જોઈને તેને ક્રોધ પ્રકટો. આ રીતે કહીને ગુરૂએ શંખદત્તને ફરીથી પૂર્વભવની બીના કહીને બોધ પમાડ્યો–આ પ્રમાણે કેવળીની દેશના સાંભળીને રાજાએ બાર વતે ગ્રહણ કર્યા. અને શ્રી દત્ત શંખદત્તની સાથે પિતાના ઘેર જઈને અર્ધ દ્રવ્ય તથા પુત્રી આપીને પિતાના ધનને સાત ક્ષેત્રોમાં વાપરી દીક્ષા લીધી. તેને પાળીને તે શ્રીદત્ત મુનિ મોક્ષે ગયા. ૫
તે ક્ષણેજ પ્રભાવ વધતી દેહકાંતિ વિણસતી,
ઉગ બંધ થતા હદયની પૂર્ણ અસ્થિરતા થતી; દેહ શીર્ણવિશીર્ણ બનતે તેમ તસ દ્રવ્યાદિને,
સ્વાધીન કરતા તસ સગાંઓ નહિ સ્મરે મરનારને. ૬૬ સ્પષ્ટાર્થ –જ્યારે મરણના પંજામાં સપડાઈ જાય છે ત્યારે તેના પ્રભાવને તથા શરીરની વધતી એવી કાંતિને વિનાશ થાય છે અને તેના ઉદ્યોગ (બેલવું, ચાલવું વગેરે) બંધ થઈ જાય છે તથા હૃદયની પૂરેપૂરી અસ્થિરતા થાય છે. તેમજ આ પિતાનું પાળી પોષીને સાચવેલું શરીર પણ શીર્ણ–વિશીર્ણ (દુર્બલ, નિસ્તેજ) બને છે એટલે જર્જરિત થઈ જાય છે. વળી તેના સગાંઓને મરણ પામનાર જીવે સાચવી સાચવીને એકઠાં કરેલા ધન વગેરેને પિતાને તાબે કરી લે છે, અને સ્વાર્થ સર્યા પછી તેઓ મરનારા જીવને સંભારતા પણ નથી. ૬૬
સ્વાર્થ પૂરતા તે સગાં સંબંધિઓ આ જીવને,
રાજી કરે સર્વ પ્રકારે દેઈ સુખના હેતુને તે બધાં પણ મરણભયથી ના બચાવે તેહને,
મરનાર મરતાં સ્વાર્થ તૂટતાં સૌ પડે છે તેહને. ૬૭ સ્પષ્ટાથે ખરી રીતે વિચારતાં આ સ્ત્રી-પુત્ર વગેરે સર્વ સગાં સંબંધિઓ તે સ્વાર્થનાં જ સગાં છે. એમ ચક્કસ સમજવું. કારણ કે તેઓ પોતાના સ્વાર્થને સાધવાને માટે તેને (મરનાર જીવને) સુખના હેતુઓ (ભેજનાદિ) આપીને રાજી કરે છે. પરંતુ તે બધા સગાં વગેરેમાંથી કેઈ પણ માણસ મરણના ભયમાંથી તેને બચાવી શકતું નથી. પરંતુ જ્યારે તે જીવ મરણ પામે છે ત્યારે તે સઘળાં સગાંઓને સ્વાર્થ પણ તૂટી જાય છે. ને આજ કારણથી તેઓ તેની પાછળ રૂદન (રેવું) વગેરે કરે છે. અથવા તેના મરણથી રૂદન કુદન (રેવું, કૂવું) વગેરે પ્રકારે ઉદાસ થઈને દુઃખી થવાને ડેળ કરે છે. ૬૭
જેહની ચારે તરફ અશ્વાદિ વીંટાઈ રહ્યા,
જેહનું બલ પણ ઘણું તે મરણકાલ બની ગયા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org