SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિ'તામણિ ભાગ ચાથા] 03 એ સ્ત્રીઓ હતી. તે એકદા મૈત્ર નામના મિત્રની સાથે ભિક્ષાવૃત્તિને માટે કાકણ દેશમાં ગયા. ત્યાં બન્ને મિત્રાએ ઘણું ધન મેળવ્યુ.. એકદા ચૈત્રને સૂતેલા જોઈ ને મૈત્રે વિચાર્યું કે “ આને હણીને હું સ ધન લઇ લઉં. ” ક્રીથી પાછે તેને વિચાર થયા કે “ મને વિશ્વાસઘાતીને ધિક્કાર છે!” એમ વિચારીને તે પાછે સ્વસ્થ થયા. પછી તે બન્ને મિત્ર લેાભથી ભમતા ભમતા એક વનમાં પેઠા. તે વનમાં વૈતરણી ની હતી. તેની ખબર નહી’ હાવથી તે બન્ને તેને ઉતરવા લાગ્યા; એટલે તેમાં મૂડીને મરણ પામ્યા. ત્યાંથી અનેક ભવમાં ભ્રમણ કરીને ચૈત્રના જીવ તુ થયા, અને મંત્રના જીવ શ ́ખદત્ત થયા. તે શંખદત્તે પૂર્વભવે તને મારવાનું ધાર્યું હતું. તે કાઁથી તે તેને આ જન્મમાં સમુદ્રમાં નાંખ્યા. ચૈત્રની સ્ત્રીએ જે ગૌરી અને ગંગા હતી તે પતિના વિયેાગથી વૈરાગ્ય પામીને તાપસી થઇ. એકદા ગૌરીએ અતિ તૃષા લાગવાથી સેવા કરનારી પાસે પાણી માગ્યું. તે વખતે તે દાસીને નિદ્રા આવતી હતી, તેથી આળસને લીધે તેણે ઉત્તર આપ્યા નહીં. ત્યારે ગૌરી ક્રોધથી ખેલી કે “ અરે ! શું તને સાપ કરડવો છે કે મરેલા જેવી થઈને ઉત્તર પશુ આપતી નથી ?” તે વચનવડે ગૌરીએ દૃઢ પાપકમ ખાંધ્યું. ગંગાએ પણ એકદા પોતાની કામ કરનારીને કાંઇ કાર્ય માટે માકલી હતી, તે મહુવારે પાછી આવી ત્યારે ગંગાએ તેને કહ્યુ કે “ અરે! આટલી વાર તને કોઈએ બંદીખાને નાંખી હતી ?” એમ ખેલતાં તે ગંગાએ પણ દુષ્ટ કર્મ બાંધ્યું. ત્યારપછી એક દિવસ કોઈ વેશ્યાને ઘણા પુરુષા સાથે વિલાસ કરતી જોઈ ને ગંગાએ વિચાર્યું કે “ આ વેશ્યાને ધન્ય છે કે જે ભ્રમરાથી પુષ્પલતાની જેમ અનેક કામી પુરુષાથી વીંટાયેલી છે, હું તે મંદભાગી છું. કે જેનો પતિ પણ તજીને દૂર દેશ ગયા છે.” આવા વિચારથી તેણે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી મરણ પામીને તે બન્ને જયાતિષી દેવીઓ થઈ. ત્યાંથી ચ્ચવીને ગૌરીનો જીવ તારી પુત્રી થયા અને ગંગાનો જીવ તારી માતાપણે ઉત્પન્ન થયા. તેમની સાથે પૂર્વભવે પત્નીનો સબંધ હાવાથી તને તેનાપર કામરાગ ઉત્પન્ન થયા. ” આ પ્રમાણેનુ' સંસારનું સ્વરૂપ સાંભળી વૈરાગ્ય પામેલા શ્રીધ્રુત્ત મેલ્યા કે “ હે સ્વામી! મને પાપીને મારા મિત્રનો મેળાપ થશે કે નહીં ? ” ગુરુએ કહ્યું કે ‹ ખેદ ન કર, એક ક્ષણવારમાંજ તે અહી આવશે.” એમ વાતા કરે છે તેવામાં ત્યાં શ ંખવ્રુત્ત આવ્યેા. શ્રીદત્તને ત્યાં બેઠેલા જોઈ ને શ'ખદત્તની આંખા ક્રોધથી લાલ થઈ ગઈ. તે જોઇને ગુરુએ શંખદત્તને કહ્યુ કે “ હું ભદ્ર ! કાપ ન કર; કેમકે ક્રોધરૂપી અગ્નિથી ગુણુરૂપી રત્નો મળી જાય છે. તે અગ્નિને જે ઊપશમરૂપી જળવડે બુઝાવતા નથી તે સેંકડા દુઃખ સહન કરે છે. દેહરૂપી ઘરમાં ક્રોધરૂપી અગ્નિ પ્રવેશ કરે છે, ત્યારે ત્રણ દોષ (ત્રિદોષ ) ઉત્પન્ન કરે છે. પોતાને તપાવે, પરને તપાવે, અને પરસાથેના સ્નેહનો નાશ કરે.” તે સાંભળીને શંખવ્રુત્ત કાંઇક શાંતચિત્ત થયા. પછી શ્રીદત્તે ઉઠીને તેને પેાતાની પાસે બેસાડી કેવળી પ્રત્યે પૂછ્યું' કે “ આ મારા મિત્ર સમુદ્રમાંથી શી રીતે નીકળીને અહીં આવ્યા ? ” ગુરુ ખાલ્યા કે “સમુદ્રમાં તેને એક કાનુ' પાટીયું હાથમાં આવ્યુ'. તેને આધારે તરીને તે સાત દિવસે સારસ્વત નગર પાસે નીકળ્યા. ત્યાં તેને તેનો મામે મળ્યા, તેણે તેને સ્વસ્થ કર્યો. પછી તેણે તેના ,, -20 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy