SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ( શ્રી વિજ્યપદ્મસુરિકૃત વિધિથી પૂજા કરે તે તીર્થકર નામ ગોત્રને બાંધે છે તેમાં જરાપણ સંદેહ નથી. જે કંઈ આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર, આઠશે ને આઠ નવકાર ગણે તે ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે.” હંમેશાં નવકારની છુટી પચાસ માળા ગણે તો સાડાપાંચ વર્ષે એક કેટી જાપ થાય છે; અને બાંધેલી છ માળા ગણે તો પાંચ વર્ષે એક કટી જાપ થાય છે. તેની સંખ્યાની ધારણા બરાબર કરવી. આ લેક સંબંધી ફળ આ પ્રમાણે છે-અવળી રીતે (પશ્ચાનુપૂર્વી વડે) એક લાખ નવકાર ગણવાથી તત્કાળ સાંસારિક કલેશને નાશ થઈ જાય છે. જે માત્ર હાથવડે જાપ વિગેરે કરવામાં અશક્ત હોય તો તેણે સૂત્ર વા રત્નાદિકની જપમાળા (નવકારવાળી) હદયની સમશ્રેણીએ રાખી, પહેરવાના વસ્ત્રને ફરસે નહિ તેમ, મેરુનું ઉલ્લંઘન કર્યા વગર ઈત્યાદિ વિધિવડે જાપ કરે. પૃથ્વી પ્રમાઈ, કટાસણે બેસી અને મુખે વસ્ત્ર રાખી જે જાપ કર્યો હોય તો તે જાપ સ્વાધ્યાયની ગણનામાં આવે છે. જાપના સંબંધમાં કહ્યું છે કે “અંગુલીના અગ્ર ભાગવડે, મેનું ઉલ્લંઘન કરીને અને વ્યગ્ર ચિત્ત જે જાપ કર્યો હોય તેનું ફલ પ્રાયે અલ્પ થાય છે.” જાપ કરતાં થાકી જવાય તે ધ્યાન કરવું, ધ્યાન કરતાં થાકી જવાય તે જાપ કરે, અને બનેથી થાકી જવાય તે સ્તોત્રપાઠ કરવો એમ ગુરુએ કહેલું છે. અનાનુપૂર્વીવડે નવકાર ગણવાથી ક્ષણમાં છમાસી તપ વિગેરેનું પુણ્ય પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે નવકારમંત્રના જાપનું ફલ મુનિ મહારાજાના મુખેથી સાંભળી રાજા શ્રાવક થયે. પછી નવકારમંત્રને ગણવામાં તત્પર રહે તો તે સ્વર્ગે ગયો. (૧) જેમાં શ્રી જિનેશ્વર ભગવંત પહેલે પદે વિરાજે છે એવો નવકાર મંત્ર આ લેક અને પલેકમાં સુખદાયક છે. આ પ્રમાણે જાણીને જે ભવ્યજી નવકારમંત્રના પદને જપે છે તેઓ આખા વિશ્વને વંદન કરવા યોગ્ય થાય છે. શ્રીશિવકુમારની માફક ભયંકર કષ્ટને દૂર કરીને અંતે શુભ ગતિને પણ જરૂર પામે છે. તે શિવકુમારની બીના ટૂંકામાં આ રીતે જાણવી કુસુમપુરમાં ધન નામે શ્રેણી હતો. તેને શિવકુમાર નામને પુત્ર ઘતાદિકના વ્યસનવાળા થયો. વ્યસનમાં જ તેણે ધનને ક્ષય કર્યો. તેના પિતાએ વાર્યા છતાં પણ તે સ્વેચ્છાથી વિચરતો હતો. એકદા પિતા વ્યાધિથી ઘેરાયો, ત્યારે તેણે પુત્રને બોલાવી શીખામણ આપી કે-“હે પુત્ર! મારા પરલેકમાં ગયા પછી તું ઘણે દુઃખી થઈશ. તેથી મારું એક જ વચન તું અંગીકાર કર. તે એ કે પંચ પરમેષ્ટી મંત્રને તું ગ્રહણ કર. પછી તેને કષ્ટ પ્રાપ્ત થાય ત્યારે તું તેનું સ્મરણ કરજે. તેથી તારૂં કષ્ટ દૂર થશે.” તે સાંભળી પુત્રે પિતાના મુખથી તે મંત્ર ગ્રહણ કર્યો. પછી તેને પિતા પાકમાં ગયો. શિવે પિતાની ૧ આ ગણત્રીમાં પદ પ્રમાણુ જપ ગણેલો છે જેઈએ, તેમ ગણવાથી જ સંખ્યાત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy