SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] ૩૧૭ નગર ઝેર જેવું થઈ ગયું. પણ રાજાના હૃદયમાં કાંઈ પણ દયા આવી નહિ, અને વિષ પણું ટળ્યું નહિ. એકદા તે નગર નિવાસી જિનદાસ શ્રાવકના નામની પત્રિકા નિકળી. તે પત્રિકા લઈ જિનદાસ નિર્ભયપણે પિતાને ઘેર આવ્યો, અને સ્નાન કરી ઘરના દેવાલયમાં તથા મેટા મંદિરમાં દેવપૂજા કરી. પછી સર્વ સ્વજન વર્ગને ખમાવી સાગારી અનશન અંગીકાર કરી તે વનમાં ગયો. ત્યાં ઉંચે સ્વરે નવકાર મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં તેણે પ્રવેશ કર્યો. તે અવસરે વનના અધિષ્ઠાયક વ્યંતરદેવે નવકાર મંત્ર સાંભળી વિચાર્યું કે “અહો! આવા અક્ષરો મે પૂર્વે સાંભળ્યા છે.” પછી જ્ઞાનને ઉપગ દેતાં તેણે પિતાને પૂર્વભવ દીઠી, એટલે વિચારવા લાગ્યું કે “અહે ! મેં પૂર્વભવે દીક્ષા લીધી હતી પણ તે બરાબર આરાધી નહિ તેથી મૃત્યુ પામીને હું વ્યંતર થયે છું. પ્રમાદને વશ થઈ હું વૃથા દીક્ષા હારી ગયે.” આ પ્રમાણે પત્તાપ કરી તે જિનદાસ શ્રાવકની સમક્ષ આવ્યો, અને બે હાથ જેડી તેની પાસે ઉભે રહી ચરણમાં નમીને બે -“હે સપુરુષ! તમે મને ધર્મસ્થાને જેડયો તેથી તમે મારા ગુરુ છે, માટે કાંઈક વરદાન માગો.” શ્રેણી બેલ્યો-“હે ભદ્ર! તમે સર્વ જીવની હિંસા નિવારે એજ મારે વર છે. જે પ્રસન્ન થયા છે તે તે વર આપે.” રાક્ષસ બે -“હે શ્રેષ્ઠી! તમે એ વરદાન તે મારા આત્માનું હિત થવા માટે માગ્યું છે. જૈનધર્મથી વાસિત અંતઃકરણવાળા તમારા જેવા ગુરુના દર્શન વિના મેં આટલે વખત ફક્ત વિનેદ માટેજ અનેક જીવોની હિંસા કરી અને કરાવી. હવે હું હિંસા કરીશ નહિ અને કરાવીશ પણ નહિ. ફળ ગ્રહણ કરવાના મિષથી તમે અહીં આવીને મારા હૃદયમાં અનેકાંત ધર્મને દઢ કરાવ્યો છે. પણ અવિરતિના ઉદયથી દેવતાને શ્રાવકધર્મ ઉદય આવતું નથી. તથાપિ તમારા દર્શનથી મારા અંતઃકરણમાં સમકિત ગુણ ઉદયમાં આવ્યું છે, તેથી સર્વ સારૂં થશે. હે પૂજ્ય ગુરુ ! તમારે હવે અહીં આવવાને પ્રયાસ લે નહિ. હું દરરોજ પ્રભાતે તમારા દર્શન માટે આવીશ, અને તે વખતે વૃક્ષ ઉપરથી જે ફલ પકવ થઈને તાજું ઉતરેલું હશે તે તમારી આગળ ભેટ કરીશ.” આ પ્રમાણે કહી તેણે એક ક્ષણમાં શ્રેષ્ઠીને એક ફલ સહિત તેને ઘેર મૂકી દીધે. શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ તે ફલ રાજાને આપ્યું. તેને જોઈ રાજાએ પૂછયું-“હે ભદ્ર! તું અક્ષત શરીરે શી રીતે આવ્યો?' શેઠે કહ્યું-“હે સ્વામી! નવકારમંત્રના મહિમાથી શું શું સિદ્ધ નથી થતું?” રાજા બેલ્યો-“મને તે મહામંત્ર શીખડાવે. તે બોલ્યો-યોગ્ય અવસરે જણાવીશ.” અન્યદા કઈ જ્ઞાની આચાર્ય ત્યાં સમેસર્યા. શ્રેષ્ઠી રાજાને લઈને તેમને વાંદવા ગયે. પછી શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું- હે પૂજ્ય ! અમારા રાજાને નવકારમંત્રનું ફલ સંભળાવો.” ગુરુએ આ પ્રમાણે નવકારમંત્રનું ફળ કહ્યું-“નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ ટાળે છે, નવકારનું એક પદ પચાસ સાગરોપમનું પાપ ટાળે છે, અને સમગ્ર નવકાર પાંચસો સાગરેપમનું પાપ ટાળે છે. જે પ્રાણી એક લાખ નવકાર ગણે અને નવકારમંત્રની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy