SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૦૧ ભાવિ જિનના જીવ નથી ૬૬ જિતશત્રુ ૬. રૂદ વિચારીએ,. આશ્ચર્ય ૬૮ ને દર્શન ૯ તણી ઉત્પત્તિ નહિ એમ ધારીએ. ર૪૭ સ્પાર્થ – અજિતનાથ પ્રભુના તીર્થને છેડે આવ્યું ત્યાં સુધી શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ (૧૬૪) ચાલુ હતી. બીજા આજતનાથ પ્રભુની અને ત્રીજા સંભવનાથ પ્રભુની વચ્ચે અંતરકાલ (આંતરું) ત્રીસ લાખ કેડી સાગરે પમ (૧૬૫) પ્રમાણ જાણવું. આ પ્રભુના તીર્થમાં ભાવી તીર્થકરને કેઈ જીવ (૧૬૬) થયે નથી અને જિતશત્રુ નામના રૂદ્ર (૧૬૭) થયા હતા. તથા શ્રી અજિતનાથ પ્રભુના કાળમાં કેઈ આશ્ચર્ય (અછેરું) (૧૬૮) ઉત્પન્ન થયું નથી. તેમજ કેઈ નવીન દર્શનની (૧૬૯) પણ ઉત્પત્તિ થઈ નથી. ૨૪૭ ચાર ગણધર અજિતનાથ પ્રભુના ૧૭૦ દ્વારની બીના કહીને હવે ત્રીજા સંભવનાથ પ્રભુના ૧૭૦ દ્વારની બીના ૨૪ શ્લોકમાં કહે છે-- સગર ચક્રી૧ ૦ પુરૂષ ઉત્તમ અજિત વર્ણન પૂર્ણતા, એમ મુજ સંભવ પ્રભુનું સાંભળે રાજી થતા; ત્રણ ભવે સમ્યકત્વ ભવથી ઉપર જંબૂ તેહની, - શ્રેષ્ઠ પૂર્વ વિદેહ૩ શીતા દક્ષિણ રમણીયની. સ્પષ્ટાર્થી–તેમજ શ્રી અજિતનાથ પ્રભુના કાકાના પુત્ર સગર નામના ચક્રવતી ભક્ત રાજા હતા. પ્રભુના (૧૭૦) એ શલાકા પુરૂષ જાણવા. એ પ્રમાણે બીજા અજિતનાથ પ્રભુની ૧૭૦ બીના કહીને ચારૂ ગણધરે કહ્યું કે હવે હું હર્ષ પૂર્વક મારા નાથ શ્રીસ ભવનાથની ૧૭૦ બીનાએ કહું છું તે તમે સાંભળો-સંભવનાથ પ્રભુ તીર્થંકર થયા તે પૂર્વે ત્રીજા ભવે સમકિત પામ્યા હતા. ( ૧ ) હવે જંબુદ્વીપ નામના દ્વીપના ( ૨ ) શ્રેષ્ઠ પૂર્વ મહાવિદેહમાં (૩) શીતા નામની નદીના (૪) દક્ષિણ ભાગમાં રમણીય નામની (૫) વિજય હતી ૨૪૮ નગરી શુભાના નૃપ૭ વિપુલ બેલ પૂજ્ય ગુરૂ સંભ્રાંતના, ઉપદેશથી દીક્ષા લહી એકાદશાંગી" શ્રત તણું; ધારક બની એકાદિ સ્થાનકt૧ સાધતા અંતે ગયા, સાતમા પ્રિયકે નવવસ૩ સાગર સુખ લહ્યા. ૨૪૯ સ્પષ્ટાથી–તે રમણીય નામની વિજ્યમાં શુભ નામની નગરીના (૬) રાજા (૭) વિપુલબલ (વિપુલવાહન) (૮) નામે હતા. તેમણે સંભ્રાન્ત નામના ગુરૂના (૯) ઉપદેશથી દીક્ષા લીધી. ત્યાર પછી આચારાંગ વગેરે અગિઆર અંગે રૂ૫ (૧૦) શ્રતને અભ્યાસ કરી અગિઆર અંગના ધારક થયા. ત્યાર પછી વાસ સ્થાનકમાંથી એકાદિ સ્થાનકની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy