SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ [ શ્રી વિજ્યપધસૂરિકૃતજાણવા. અને ભવિષ્યમાં અનુત્તર વિમાનવાસી દેવપણાને પામનાર (અને વર્તમાન કાલે નિર્મલ સંયમની પરમ ઉલ્લાસથી સાત્વિકી આરાધનાને કરનારા) મુનિઓ ૨૨૯૦૦ જાણવા. (૧૨૩) તથા પ્રત્યેક બુદ્ધ (૧૨૪) અને પ્રકીર્ણકે (પન્ના) ૮૪૦૦૦ જાણવા (૧૨૫) તેમજ પ્રભુશ્રી ઋષભદેવના તીર્થમાં અનેક (ઘણાં) પ્રકારના આદેશ હતા. (૧૨૬) વળી સાધુઓને પાળવાના મહાવ્રત પાંચ હતા. (૧૨૭) શ્રમણ ભગવાન મહાવીર દેવના તીર્થના સાધુઓ પણ પાંચ મહાવતે પાળે છે. એમ આગળ કહેવાશે. ૨૧૮ બાર ૨૮ વ્રત શ્રાવક તણા જિનકલ્પીના ઉપકરણ એ, બાર તિમ ઉપકરણ ચઉદસ સ્થવિરકલ્પી તણા જ એ; પચ્ચીશ૧૨૯ સાબ્દી વર્ગના ચારિત્ર ૩૦ પાંચે જાણીએ તત્ત્વ નવ ત્રણ તેમ સામાયિક ચતુષ્ક૧૩૨ વિચારીએ. ૨૧૯ સ્પાર્થ –આ પહેલા ઋષભદેવ પ્રભુના તીર્થમાં શ્રાવકના વ્રત બાર (૧૨૮) હતા. જિનકલ્પી એટલે જેમાં ગચ્છની બહાર નીકળી સાધુઓને એકલા વિહાર કરવાનો હોય, અને અપવાદ માર્ગનું સેવન કરવાનું ન હોય, તથા જિનકલ્પી સાધુઓ સિંહ વગેરે હિંસક પ્રાણીઓ સામે આવતાં હોય તો પણ તેને દેખીને પાછા ન ફરે. આવા જિનકલ્પને પાળનારા જિનકલ્પી સાધુઓના ઉપકરણે બાર હોય છે. તથા વિકલ્પી સાધુઓના ચૌદ ઉપકરણે હોય છે, તે આ પ્રમાણે –૧ પાત્રો, ૨ પાત્રબંધન (ઝોળી) ૩ પાત્રસ્થાપનક ( ઉપરને ગુચ્છ ) ૪ પાય કેસરીઆ, (પુંજણી) ૫ પલા, ૬ રજઋણ, ૭ ગેછગ, ૮૯ વસ્ત્રના બે કપડા ( તે સાડા ત્રણ હાથ લાંબા ને રાા હાથ પહોળા જાણવા) ૧૦ કામળી, ૧૧ રજોહરણ, ૧૨ મુહપત્તિ, ૧૩ માત્રક, ૧૪ લપટ્ટ. તેમજ સાધ્વીઓના પચીસ ઉપકરણે હોય છે, (૧૨) તે આ પ્રમાણે–સાધુના ૧૪ ઉપકરણમાંથી ચલપટ્ટ વિના બાકીના ૧૩, ૧૪ કમઠક, ૧૫ અવગ્રહણનંતક, ૧૬ પટ્ટો, ૧૭ અર્ધારૂ (તંગીઓ) ૧૮ થોલણી, ૧૯ અત્યંતર નીયાસણી, ૨૦ બાહ્યાસણી, ૨૧ કંચુક, ૨૨ ઉપકક્ષિકા, ૨૩ વિકક્ષિકા, ૨૪ ચાદર ચાર, ૨૫ સ્કંધ કરણી. વળી સામાયિક, ૨ છેદેપસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધિ ૪ સૂકમ સં૫રાય અને ૫ યથાખ્યાત ચારિત્ર. આ રીતે પાંચ ચારિત્ર (૩૦) હતા. તવ નવ જાણવા, તે આ પ્રમાણે –૧ જીવ તત્વ, ૨ અજીવ તવ, ૩ પુણ્ય તત્ત્વ, ૪ પાપ તત્ત્વ, ૫ આશ્રવ તત્ત્વ, ૬ સંવર તત્વ, ૭ નિર્જરા તત્વ, ૯ બંધ તત્વ, ૮ મેક્ષ તત્વ. અથવા ત્રણ તત્વ (૧૩૧) જાણવા. તે આ પ્રમાણે –જ્ઞાન, દર્શન અને ચારિત્ર તથા ચાર સામાયિક (૧૩૨) જાણવા. તે ૧ શ્રત સામાયિક, ૨ સમ્યકત્વ સામાયિક, ૩ દેશવિરતિ સામાયિક તથા ૪ સર્વવિરતિ સામાયિક જાણવાં. ૨૧૯ તત્ત્વ સામાયિક વિચારે એક સરખા સર્વના, પ્રતિક્રમણ પંચક૧૩૩ સમૂહે મૂલ ગુણના રાત્રિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy