SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] ૨૧ અન્યત્ર બાર હજાર ષટ શત ને પચાશ મતાંતરે, જાણવા નવ સહસ અવધિ નાણવંતા૧૧૮ ઉચ્ચરે.. ૨૧૬ સ્પષ્ટાથ–પ્રભુને વીસ હજાર કેવલી (૧૧૦) એટલે કેવલજ્ઞાની સાધુઓને પરિવાર હતો. તથા ચોથા મનઃ૫ર્ચવજ્ઞાનને ધારણ કરનારા સાધુ મહારાજ બાર હજાર સાતસે પચાસ (૧૧૭) હતા. તેમને બીજા પ્રકારના જિન કહ્યા છે. ત્રણ પ્રકારના જિન છે–અવધિ જિન, ૨ મન:પર્યવ જિન અને ૩ કેવલી જિન. માટે મનઃપર્યવ જ્ઞાનીને બીજા જિન કહ્યા. આ મનઃ૫ર્ચવજ્ઞાનીની સંખ્યાની બાબતમાં બીજે ઠેકાણે મતાંતરે બાર હજાર છસો ને પચાસ મન:પર્યવજ્ઞાનીઓ (૧૧૮) કહેલા છે. તથા અવધિજ્ઞાન જે ત્રીજું જ્ઞાન કહેલું છે તેવા અવધિજ્ઞાનીઓ નવ હજાર હતા એમ કહેલું છે. ૨૧૬ ચૌદ પૂર્વી ૧૯ ચઉ સહસ ને સાતસો પચ્ચાસ એ, તેમ વૈકિય લબ્ધિધર મુનિ વીસ સહસ છસ્સાર અને વાદી મુનિજી બાર સહસ તથા છસ્સો પચાસ એ, અન્યત્ર એાછા ચારસે ભાખ્યા વચન મતભેદ એ. ૨૧૭ સ્પષ્ટાથે –જે ઉત્પાદ પૂર્વ વગેરે ચૌદ પૂર્વેને જાણનારા હોય તે ચિૌ પૂવી કહેવાય. તેવા ચૌદ પૂવીઓની સંખ્યા ચાર હજાર સાતસે ને પચ્ચાસની (૧૧૯) હતી. તેમજ વૈક્રિય લબ્ધિવાળા મુનિઓની સંખ્યા વીસ હજાર અને છસો (૨૦) ની હતી. જેઓ પિતાનું દારિક શરીર હોવા છતાં તે દ્વારા જે લબ્ધિથી નવાં નવાં નાનાં મોટાં, દશ્ય અદશ્ય અનેક પ્રકારનાં રૂપો કરવાની શક્તિ ધરાવે તે વૈક્રિય લબ્ધિધર જાણવા. વળી વાદી મુનિ એટલે બીજા મતના પંડિતોને વાદમાં જીતવાની શક્તિવાળા મુનિઓની સંખ્યા બાર હજાર છસો ને પચાસની (૧૨૧) હતી. આ બાબતમાં બીજે ઠેકાણે ઉપરની સંખ્યામાંથી ચારસોની સંખ્યા ઓછી કહી છે એટલે બાર હજાર બસો ને પચાસ કહ્યા છે તે મતાંતર છે. ૨૧૭ સામાન્ય મુનિરર ચઉ સહસ ઈગ શત તેમ છાસઠ જાણીએ, અનુત્તર વિમાન જનાર બાવીશ સહસ નવસો ૨૩ ધારીએ; પ્રત્યેકબુદ્ધ૨૪ પ્રકીર્ણકોર ૫ ચોરાશી સહસ વિચારીએ, અનેકધાર ૬ આદેશ મુનિવ્રત પાંચ ર૭ એ ના ભૂલીએ. ૨૧૮ સ્પષ્ટાર્થ–પ્રભુશ્રી ઋષભદેવના સામાન્ય મુનિઓ ૪૧૬૬ હતા. (૧૨૨) આ બાબતમાં એમ સંભવે છે કે પહેલાં ૮૪૦૦૦ મુનિએ જે કહ્યા, તે પ્રભુ શ્રીષભદેવના હાથે દીક્ષિત થયેલા જાણવા. અને આ ૪૧૬૬ સામાન્ય મુનિએ તે ગણધરાદિના હાથે દીક્ષા પામેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy