SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૮ વિજ્યપદ્યસરિતકલંક ચડાવવા માટે તેને વ્યભિચારી કહેવો, શાકિની કહેવી અથવા કેઈને નિધિ મળ્યો છે–એ વિગેરે દોષ આપવો તેથી દશ ઉપવાસ. (૬) અક્ષર, મસિસ ( શાહી ) અને ગુપ્ત રાખવા કહેલ વાતને ભેદ કરે તે એક આંબિલ, બેટી રીતે કેઈને દંડ કરાવે તે દશ ઉપવાસ. (૭) વચનદ્વારા કેઈને મારી નાંખે તે એક સે ને એંશી ઉપવાસ. (૮) એક પખવાડિયા સુધી ક્રોધ રહે તે એક ઉપવાસ, (૯) ચાર માસ સુધી કોઈ રહે તે બે ઉપવાસ, (૧૦) વર્ષ સુધી કોઈ રહે તે દશ ઉપવાસ. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજવું). એક વર્ષથી વધારે મુદત કોધ રહે તેની આલોચના છે જ નહી. અભિચિકુમારે પોતાના પિતા ઉદાયી સનિ ઉપર દ્વેષ રાખ્યો હતો. છેવટે મરણ સમયે પણ તેણે ઉદાયી વિના બીજા સર્વ જીવોને ખમાવ્યા, અને ઉદાયી પરના દ્વેષની આલોચના કરી નહી, તેથી તે અધગામી દેવતા થયો હતે. અસત્ય વાણી બોલવાના પાપની આલેચના નહી લેનારા રજજા સાધ્વી, કુવલયપ્રભસૂરિ અને મરિચિ વિગેરેનાં દષ્ટાન્ત અહીં જાણવાં. (૩) સ્થૂલ અદત્તાદાનમાં (૧) પ્રમાદથી ખેટાં તોલાં તથા માન્ય રાખવાં, રસ પદાર્થમાં બીજો રસ મેળવી વેચ, દાણચેરી કરવી વગેરે બાબતમાં જઘન્યથી પરિમઠ્ઠ, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ. અહંકારથી તે કાર્યો કરે તો દશ ઉપવાસ, (૨) વિશ્વાસઘાત કરવાથી એક ઉપવાસ. અદત્તાદાનની આ પ્રમાણેની આલોયણ નહી લેનાર અને અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત ધવલ નામને શ્રેષ્ઠી શ્રીપાલ રાજા ઉપર વિશ્વાસઘાતની સ્પૃહા રાખવાથી તેજ ભવમાં મેટી વ્યથાને પામ્યું હતું અને કેસરી, રૌહિણેય વિગેરે ચારે ચેરીને ત્યાગ કરીને જિનેશ્વરના માર્ગના રાગી (ભક્ત) થયા હતા. (૪) મૈથુન વિરમણ નામના ચેથા વ્રતમાં (૧) પ્રમાદથી સ્વદારા સંબંધી નિયમને ભંગ થયે હોય તે એક ઉપવાસ, (૨) વેશ્યા સંબંધી નિયમને ભંગ થયો હોય તે બે ઉપવાસ, (૩) અહંકારથી ભંગ કર્યો હોય તે દશ ઉપવાસ, (૪) હીન જાતિની પરસ્ત્રીને અજ્ઞાતપણે સેવવાથી દશ ઉપવાસ, જાણીને સેવવાથી લાખ સજજ્ઞાય સહિત દશ ઉપવાસ. આમ નામના રાજાએ ડુંબની સ્ત્રી સાથે ભેગા કરવાની ઈચ્છા કરી હતી તે વાત બમ્પભટ્ટસૂરિના જાણવામાં આવી, તેથી રાજા લજિજત થયે. પછી બ્રાહ્મણના કહેવા પ્રાયશ્ચિત્તથી રાજાએ તપાવેલી લેઢાની પુતળીનું આલિંગન કરવાની ઈચ્છા કરી. તે જાણીને ગુરુએ રાજાને શીખામણ આપી કે “હે રાજન એમ કરવાથી પાપને ક્ષય થતો નથી.” પછી રાજાના પૂછવાથી ગુરુએ સર્વજ્ઞ શાસ્ત્રને આધારે પ્રાયશ્ચિત્ત આપ્યું. તે પ્રાયશ્ચિત્ત તપ કર ૧ આ સ્ત્રી જાતિ સંબંધી દોષ જાણુ. ડાકણ કહે છે તે. ૨ અક્ષર ફેરવે છે. ૩ શાહી બદલાવવી. ૪ ભુવનપતિ વ્યંતરઆદિ. ૫ એક લાખ નવકાર ગણવા અથવા લાખ લેક સંભારવા તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy