SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. | શ્રી વિજયપધસરિતજીવ પાછ મનુષ્યપણાને પામે છે, (ચંદરાજાની જેમ) તે શત્રુંજય ગિરિને હું પ્રણામ કરું છું. ૫. જે ગિરિ ઉપર ત્રણ વિશ્વમાં ઉદ્યોતને કરનારા, ગુણોના રથાન રૂપ અને રત્ન (ઋષભદેવ) ને કુક્ષિમાં ધારણ કરનારા એવા હાથી પર બેઠેલા મરૂદેવી માતા વિરાજે છે તે ગિરિને હું નમન કરૂં છું. ૬. જે પર્વત પર જિતેન્દ્રિય એવા યુધિષ્ઠિર વિગેરે પાંચે પાંડે કુંતા માતાની સાથે વીશ કરોડ સાધુઓ સહિત મુક્તિપદને પામ્યા છે તે પર્વતને હું નમું છું. ૭. જે ગિરિ ઉપર નમિ અને વિનમિ નામના મુનીદ્રો કે જેઓ વિદ્યાધરના રાજાઓ હતા તથા શ્રી આદિનાથની સેવા કરનારા હતા તેઓ બે કરોડ સાધુઓ સહિત મોક્ષની લહમીને પામ્યા, તે વિમલગિરિ અમને વિમલ (નિર્મળ) બોધની પ્રાપ્તિ અને પુષ્ટિના હેતુ રૂપ થાઓ. ૮. જે ગિરિપર નિર્મળ ગુણોના સમૂહથી જેને આત્મા પરિપૂર્ણ થયે છે, અને જે નિરંતર આત્મિક સુખમાં રમણ કરનારા અને તેના જોક્તા છે, અને જ્ઞાન દર્શનને ધારણ કરનારા છે તથા સમતા રૂપ ધનવાળા છે એવા રામચંદ્ર ત્રણ કરોડ મુનિઓની સાથે મેક્ષસ્થાનની સમૃદ્ધિને પામ્યા છે તે સિદ્ધાચલને હું વંદના કરું છું. ૯ સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય અને ગિરિનાર એ બે તીર્થ અમૂલ્ય રત્ન તુલ્ય વર્તે છે, તેને હું બહુ માનપૂર્વક ભક્તિથી પ્રણામ કરું છું. ૧૦. જ્યાં અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા અને અનંત વિર્યવાળા વીશ તીર્થકરે શિવપદને પામ્યા છે તે સમેતગિરિની હું સ્તુતિ કરું છું. ૧૧.નિરંતર પ્રાતઃકાળે દેવેન્દ્રોએ સ્તુતિ કરેલા, નાભિરાજાના વંશના અલંકારરૂપ શ્રી ઋષભદેવ જે પર્વત પર સૌભાગ્ય લક્ષમીને આપનાર ઘોતિમાન પૂર્ણ આત્મતત્વને ( સિદ્ધિપદને ) પામ્યા છે તે અષ્ટાપદ પર્વતને હું આશ્રય કરું છું. ૧૨. કલ્યાણરુપ કંદને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય મેઘ સમાન, સમસ્ત જીને ઉદ્ધાર કરવામાં સમર્થ, સ્કુરણાયમાન પ્રતાપવાળા અને પૂજ્ય મૂર્તિવાળા મરુદેવીના પુત્ર શ્રી ઋષભસ્વામીને હું વંદના કરું છું.” શત્રુંજય તીર્થના પ્રભાવને જણાવનાર એક દષ્ટાંત ટુંકામાં આ રીતે જાણવું– ક્ષિતિપ્રતિષ્ટ નામના નગરમાં સાંતુ નામે મંત્રી હતા. તે એકદા હસ્તી પર બેસીને રયવાડીએ ગયો હતો. ત્યાંથી પાછા વળતાં પિતે કરાવેલી સાંત્વસહી નામના ચિત્યમાં દેવને વાંદવા માટે હાથીપરથી નીચે ઉતરીને પ્રવેશ કરતાં તેણે તે ચિત્યમાં રહેનારા એક શ્વેતાંબર સાધુને કઈ વેશ્યાના સ્કન્ધ ઉપર હાથ રાખીને ઉભેલા દીઠા, તેમ છતાં પણ મંત્રીએ ઉત્તરસંગ કરીને ગૌતમ ગણધરની જેમ પંચાંગ નમસ્કારપૂર્વક તેને વંદના કરી. પછી એક ક્ષણવાર રહીને ફરીથી નમન કરી મંત્રી પિતાના ઘર તરફ ગયે. તેમના ગયા પછી તે સાધુ પિતાના દુરાચરણથી શરમાઈને જાણે પાતાલમાં પિસ વાની ઈચ્છા કરતા હોય તેમ અત્યંત ખિન્ન થઈ ગયા. પછી તે જ વખતે સર્વ વસ્તુ વિગેરેને ત્યાગ કરીને શ્રી હેમચંદ્રસૂરિ પાસે જઈ તેમણે ફરીથી દીક્ષા લીધી. પછી વૈરાગ્ય ભાવથી પૂર્ણ થયેલા તે સાધુએ શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને બાર વર્ષ સુધી Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy