SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ રાનાચંતામણિ ] ૨૫૭ મુક્તિપદને પામશે, પાંચસે સાધુ સહિત સેલક રાજર્ષિ સિદ્ધિને પામશે તથા શ્રીષભદેવ સ્વામીના શાસનમાં પણ અસંખ્ય કેટી લક્ષ સાધુઓ મુક્તિપદને પામશે. તેથી કેવળજ્ઞાની પણ એ તીર્થના મહિમાનું વર્ણન કરવાને શક્તિમાન નથી.” વગેરે માહામ્ય સાંભળીને તે સર્વે તાપસ પુંડરીક તીર્થની યાત્રા કરવા ઉત્સુક થયા. એટલે તે મુનિની સાથે તે તરફ ભૂમિમાર્ગે પ્રયાણ કર્યું. માર્ગમાં તે વિદ્યાધર મુનિના ઉપદેશથી તે સર્વે તાપસોએ મિથ્યાત્વની ક્રિયાઓ છોડી દઈ લેચ કરીને સાધુધર્મને અંગીકાર કર્યો. અનુક્રમે દૂરથી સિદ્ધાચળને દષ્ટિવડે જોઈને તેમને અત્યંત હર્ષ ઉત્પન્ન થયે. પછી ત્યાં પહોંચી, ઉપર ચડીને શ્રી ભરતચકીના બનાવેલા ચેમાં યુગાદીશ પ્રભુને તેઓ ભક્તિપૂર્વક નમ્યા. ત્યાર પછી માસક્ષમણને અંતે તે વિદ્યાધર મુનિઓએ તેમને કહ્યું કે “હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલાં પાપકર્મો આ તીર્થની સેવાવડે ક્ષય પામશે, માટે તમારે અહીંજ તપસંયમમાં તત્પર થઈને રહેવું.” એમ કહીને તે બને મુનિ ત્યાંથી બીજા સ્થળે વિહાર કરી ગયા. પછી તે દ્રાવિડ, વાલિખિલ વિગેરે દશ કોડ સાધુઓ ત્યાંજ રહીને તપ કરવા લાગ્યા. અનુકમે એક મહિનાની સંખના કરીને તે સર્વે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેમના પુત્રોએ ત્યાં આવી તેમના નિર્વાણ સ્થાને પ્રાસાદ કરાવ્યા. શ્રીભરત ચક્રવર્તિના નિર્વા થી પૂર્વ કેટી વર્ષે ગયા પછી દ્રાવિડ વિગેરે મુનિઓનું નિર્વાણ થયું. કાળના ક્રમે કરીને આ વૃત્તાંત નહી જાણનારા મિથ્યાત્વીઓ કાર્તિકી પુનમને દિવસે મિથ્યાહથી શત્રુંજયને છોડીને બીજા સેંકડો ક્ષુદ્ર તીર્થોમાં ભટકે છે. જેઓ સંઘ સહિત શ્રીસિદ્ધાચલ ઉપર જઈને કાર્તિક તથા ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે આદરપૂર્વક દાન તથા તપ વગેરે કરે છે તેઓ મેક્ષસુખને ભેગવનાર થાય છે.” આ શ્રીસિદ્ધાચલતીર્થ વગેરે તીર્થોની સ્તવના પ્રભાવાદિકનું વર્ણન ટુંકામાં આ રીતે જાણવું છે શ્રી સિદ્ધાચલ તીર્થરાજ વગેરેની સ્તવના છે ' “જે સિદ્ધાચળ ઉપર રાયણના વૃક્ષ નીચે દેવેન્દ્રોએ વંદન કરેલું તથા ચક્રવર્તીએ પૂજેલું એવું યુગાદિદેવ શ્રી આદીશ્વરનું ચરણકમલરૂપ પીઠ રહેલું છે, તેનું હું અર્ચન કરું છું. ૧. જે શત્રુંજય ગિરિપર આદીશ્વર પ્રભુની દક્ષિણ દિશામાં સહસ્ત્રકૂટની અંદર સૌમ્ય આકૃતિવાળી ૧૦૨૪ તીર્થકરોની મૂર્તિઓ રહેલી છે, તેનું હું પૂજન કરું છું. ૨. શ્રી કષભસ્વામીના મુખકમલથી નીકળેલી ત્રિપદીને પામીને જેમણે દ્વાદશાંગીની રચના કરી એવા શત્રુંજય પર રહેલા શ્રી પુંડરિક ગણધર જયને પામે. ૩. જ્યાં ( પ્રભુની ડાબી બાજુએ ) ચૌદ સે ને બાવન ગણધરની પાદુકાઓ વિરાજમાન છે તે શત્રુંજયગિરિને હું નિત્ય પ્રણામ કરું છું. ૪. જે ગિરિપર સૂર્યદેવે નિર્માણ કરેલા સૂર્ય કુંડના જળના પ્રભાવથી કુષ્ટાદિક વ્યાધિઓને સમૂહ નાશ પામે છે, તેમજ કુકડાપણું પામેલ ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy