SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] ૨૫૫ અનુક્રમે વર્ષા ઋતુ વ્યતીત થઈ, અને સર્વ ધાન્ય તથા ઔષધીઓ પાકી ગઈ. તે વખતે દ્રાવિડ પિતાના પરિવાર સહિત વનની સમૃદ્ધિ (ભા) જેવા માટે નીકળ્યો. આગળ ચાલતાં પિતાના વિમલમતિ નામના પ્રધાનની પ્રેરણાથી કઈ તાપસના આશ્રમમાં ગયે. ત્યાં જટારૂપી મુકુટથી સુશોભિત, વલ્કલ વસ્ત્રને ધારણ કરનાર અને પર્યકાસને બેઠેલા સુવર્લ્સ નામના કુલપતિ (તાપસના અધિપતિ)ને દીઠા. તેની ફરતા ઘણું તાપસે બેઠેલા હતા અને તેની આકૃતિ શાંત તથા દયાળુ જણાતી હતી. એવા કુલપતિને જોઈને દ્રાવિડ રાજાએ તેને પ્રણામ કર્યા. મુનિએ પણ ધ્યાન તજી દઈ રાજાને આશીર્વાદનાં વચનેવડે હર્ષિત કર્યો. પછી કુલપતિ અનુગ્રહની બુદ્ધિથી ધર્મદેશના આપવા લાગ્યા–“ હે રાજન ! આ સંસારરૂપી સાગર અનંત દુઃખરૂપી જળથી ભરેલો છે, કામક્રોધાદિક મકરના સમૂહથી તે અતિ ભયંકર છે. તેમાં આખા જગતને ગળી જવામાં લાલચુ એવો લોભરૂપી વડવાનળ રહેલો છે, અને તેમાં રહેલા વિષયેરુપી આવર્તમાં નિમગ્ન થયેલા સુર, અસુર અને રાજાએ વિગેરે કઈ પણ પ્રકારે તેમાંથી નીકળી શકતા નથી. આ સંસારમાં જે રાજ્ય પામવું તે અંતે નરકને આપનારૂંજ છે, માટે હે રાજન ! તમને એવા નરકરૂપી અનર્થને આપનારા રાજ્યના લોભથી ભાઈની સાથે મહા અનર્થકારી યુદ્ધ કરવું યંગ્ય નથી. જેઓ એક ખંડ માત્ર પૃથ્વીના લોભથી બંધુ વિગેરેને નાશ કરે છે તે અનંત દુખે પામે છે. માટે શ્રી ઋષભપ્રભુના પત્રોને આ કલેશ કરે એગ્ય નથી. આ પ્રમાણેનાં કુલપતિનાં વચને સાંભળીને દ્રાવિડ રાજા બે કે-“હે ભગવન ! પૂર્વે રત તથા બાહુબળી વિગેરે મહારાજાઓએ પણ તે કારણને લીધે પરસ્પર યુદ્ધ કર્યો હતાં, તે અમારે શું દેષ?” મુનિ બોલ્યા કે “હે રાજા! ભરતે પૂર્વ જન્મમાં સાધુએને આહાર દેવાની ભક્તિ કરીને ચક્રવર્તિપણું ઉપાર્જન કર્યું હતું, અને બાહુબળીએ સાધુઓની વૈયાવચ્ચ કરીને બાહુનું બળ ઉપાર્જન કર્યું હતું. બન્ને પિતાપિતાના શુભ કર્મનું ફળ પામ્યા હતા. ભરત ચકીએ ચકરત્ન આયુધશાળામાં ન પેસવાથી યુદ્ધ કર્યું, અને બાહુબળીએ એ વિચાર કર્યો કે “પિતાએ મને રાજ્ય આપ્યું છે, તે ભારત લઈ લેવાને ઇચ્છે છે, તે શું હું નિર્બળ છું કે આપી દઉં? એટલે તેની આજ્ઞા સ્વીકારું ? હું તે તાતના ચરણકમળ સિવાય બીજાને નમીશ નહી.” ઈત્યાદિ કારણથી તેમનું યુદ્ધ થયું હતું. તેમ છતાં પણ દેવતાઓના કહેવાથી તે બને બાધ પામ્યા હતા, અને તેમણે પિતાના આત્માને તાર્યા હતા. માટે હે રાજન ! તમારે તેવા પુરુષસિંહની સ્પર્ધા કરવી યોગ્ય નથી.” આ પ્રમાણેનાં કુળપતિનાં વચને સાંભળીને દ્રાવિડ રાજા શરમાઈ ગયે, અને પશ્ચાતાપ કરવા લાગ્યો. તે બોલ્યા કે “હે મુનિ ! મેં મૂર્ખાએ અજ્ઞાનતાથી મારા કાકાની સમાનતા ગ્રહણ કરી, પરંતુ કાચ ચિંતામણીના પ્રભાવને કદિ પણ પામી શકતો જ નથી. આપે મને ઘેર નરકમાં પડતે બચાવે; હવે મારાં વિવેકપી નેત્ર ઉઘડયાં.” આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy