SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપતિગુણનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે ખાસ જરૂરી શ્રી મૃગાપુત્રની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– સુગ્રીવપુરના રાજાને પુત્ર મૃગાપુત્ર નામે હતે. તે એકદા મહેલના ગેખમાં બેસીને નગરનું સ્વલ્પ જેતે હતા, તેવામાં ઉપશમગુણના ભંડાર જેવા એક મુનિને નિમેષ રહિત દષ્ટિથી પ્રીતિપૂર્વક જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પૂર્વ ભવે તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેનું તેને સ્મરણ થયું. પછી તે મૃગાપુત્ર પિતાના માતાપિતા પાસે જઈને બોલ્યો કે સુયાણિ મે પંચ મહાવયાણિ, નરએસુ દુકખં ચ તિરિકખણિસુ નિવિણકામે મિહ મહeણવાઓ, અણુજાણહ પવઈસ્લામિ અમે શાળા અર્થ_“હે માતાપિતા ! મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં છે, તથા નરકને વિષે અને તિર્યચનિને વિષે જે દુઃખ પડે છે તે પણ મેં જોયું છે તેથી હું સંસારરુપ મહાર્ણવથી નિર્વેદ (વૈરાગ્ય) પામ્ય છું; માટે મને અનુજ્ઞા આપે કે જેથી હું પ્રવજ્યા અંગીકાર કરું.” વગેરે વાવડે દેહના ભોગપભેગાદિકનું અનિત્યપણું કહીને તેણે પ્રવજ્યા લેવાની અનુજ્ઞા માગી. તે સાંભળીને માતાપિતાએ અનેક યુક્તિઓ વડે જીવન પર્યંત ચારિત્રનું પાલન અતિ દુષ્કર બતાવીને કહ્યું કે “હે પુત્ર ! તારું શરીર અતિ સુકમળ છે, તું ચારિત્ર પાળવાને સમર્થ નથી, કેમકે પાંચ ઇંદ્રિય તથા મન જીતવા મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવાની જેવું ચારિત્ર પાળવું દુષ્કર છે. દેદીપ્યમાન અગ્નિની જવાળાનું પાન કરવાની જેમ અથવા મન્દરાચળ પર્વતને તળવાની જેમ યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવું અતિ દુષ્કર છે. માટે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવા ગ્ય છે.” તે સાંભળીને મૃગાપુત્ર બોલ્યો કે હે માતાપિતા ! આ લેકમાં નિસ્પૃહ થયેલા માણસને કાંઈ પણ દુષ્કર નથી. કેમકે મેં ચારે ગતિમાં વાણીથી કહી ન શકાય તેવી અનેક વેદના અનુભવી છે. સવભવેસુ અસાયા, અણ વેઈઆ મએ નિસંતમિત્ત પિ, જે સાયા નથિ વેઈઆ છે ૧ | અર્થ–“મેં સર્વ ભવમાં અસાતવેદની વેદી છે, એક નિમેષમાત્ર પણ સાતવેદની વેદી નથી.” મેં નરકાદિકની મહાપીડા સહન કરી છે, તે પછી મારે દીક્ષાનું પાલન કરવું તેમાં શું મુશ્કેલ છે ? માટે મારે અવશ્ય દીક્ષા લેવીજ છે. સંયમનું પાલન કરતાં જે ઉપશમ ગુણના સુખને આવા મળે છે તેજ મેટું સુખ છે. ઉપશમ જન્ય સુખમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy