________________
૨
%
( શ્રી વિજ્યપકૃિત
પછી મિત્રાનંદે શરત પ્રમાણે બાકીના રુપીઆ માગ્યા, પણ શ્રેષ્ઠીએ આપ્યા નહીં. ત્યારે તે બોલ્યો કે-“હવે તે તે દ્રવ્ય અહીંના રાજની સમક્ષ લઉં તેજ હું વીરાગ્રણી ખરે.” પછી તે સુંદર વેષ ધારણ કરીને રાજાની માનીતી વેશ્યાને ઘેર ગયો. તે વેશ્યાએ તેનો સત્કાર કર્યો. મિત્રાનંદે રાત્રિ રહેવા માટે ચારસે સોનામહોર વેશ્યાની માતાને આપી. તેથી હર્ષ પામીને તે અક્કાએ પિતાની પુત્રી કે જે રાજાની વેશ્યા હતી તેને કહ્યું કે
હે પુત્રી આ યુવકની ઉત્તમ સેવા બજાવજે.” પછી રાત્રે સર્વ ભેગસામગ્રી તૈયાર કરી શિગાર સજીને વેશ્યા શયનગૃહમાં આવી. તે વખતે મિત્રાનંદે વિચાર્યું કે “વિષયમાં આસક્ત થયેલા મનુષ્યોનાં કાર્ય સિદ્ધ થતાં નથી.” એમ નિશ્ચય કરીને તેણે વેશ્યાને કહ્યું કે-“હે કલ્યાણી! એક પાટલે લાવ, જેથી હું ઈષ્ટ દેવનું સ્મરણ કરું.” એટલે તે તરતજ એક સુવર્ણનો પાટલે લાવી. તેના પર મિત્રાનંદ પદ્માસન વાળીને બેઠે. તેની સામે રહીને વેશ્યાએ અનેક હાવભાવ કર્યા, પરંતુ તેનું મન ચલિત થયું નહી. આખી રાત્રિ એજ પ્રમાણે વીતાવીને પ્રભાતે ત્યાંથી નીકળી બીજે સ્થાને ગયો. બીજી રાત્રિ પણ તેણે તેજ પ્રમાણે વીતાવી. તે વૃત્તાંત સાંભળીને અકાએ તેને કહ્યું કે-“હે ભદ્ર! આ મારી પુત્રી રાજાઓને દુર્લભ છે છતાં તું તેની કેમ અવગણના કરે છે?મિત્રાનંદ બેલ્યો કે “સમય આવે હું સર્વ કરીશ; પરંતુ હું તને પૂછું છું કે “રાજગૃહમાં તારે પ્રવેશ છે કે નહી?” અક્કાએ જવાબ આપ્યો કે-“આ મારી પુત્રી રાજાની ચામરધારિણી છે, અને રાજાની પુત્રી રત્નમંજરી મારી પુત્રીની સખી છે.” તે સાંભળી મિત્રાનંદે રાજ વેશ્યાને કહ્યું કે–“હે ભદ્ર! તું આજે રત્નમંજરીને કહેજે કે “હે સખી! જેના ગુણને સમૂહ મેં સાંભળ્યો છે, અને તેથી રાગ ઉત્પન્ન થવાને લીધે જેના પર પત્ર લખ્યો હતે તે અમરદત્તને મિત્ર તારા પ્રિયને પત્ર લઈને અહીં આવ્યો છે. પછી તે વેશ્યાએ રત્નમંજરી પાસે જઈને કહ્યું કે “હે સખી! આજે હું તારા પ્રિયના સમાચાર કહેવા આવી છું.” ત્યારે તે હસીને વિસ્મય પૂર્વક બેલી કે-“કેણુ મારે પ્રિય છે?” ત્યારે તે વેશ્યાએ તમામ સમાચાર કહ્યા. તે સાંભળીને રાજપુત્રીએ વિચાર્યું કે-“ખરેખર આ કે અલૌકિક ધૂર્ત હવે જોઈએ; કેમકે આજ સુધી મારે કઈ પણ પ્રિય નથી. પરંતુ જેણે આવું કપટજાળ રચ્યું છે તેને નજરે તે જેજ જોઈએ.” એમ વિચારીને તેણે વેશ્યાને કહ્યું કે “હે સખી ! મારા પ્રિયને સંદેશ લાવનાર તે માણસને મારા પ્રિયના પત્ર સહિત આજે આ બારીને રસ્તે અહીં લાવજે.” તે વેશ્યાએ ઘેર આવીને સર્વ વૃત્તાંત મિત્રાનંદને કહ્યો. પછી તે રાત્રે અક્કાએ બતાવેલા રસ્તાવડે સાત કિલ્લાનું ઉલ્લંઘન કરીને તે રેજકન્યાના નિવાસગૃહમાં ગયો, અકાએ પિતાની પુત્રી પાસે તેના ધર્મની પ્રશંસા કરી. અહીં રાજપુત્રી તેનું ધેર્ય, પ્રિયના પત્રમાંહેનું લેખનચાતુર્ય, તેમજ તેનું પ, લાવણ્ય અને વચનકળાનું કૌશલ્ય જોઈને જાણે ખંભિત થઈ ગઈ હોય તેમ એક અક્ષર પણ બેલ્યા વિના સ્થિર થઈ ગઈ. તે વખતે મિત્રાનંદે હિંમત કરીને તેણીના હાથમાંથી રાજાના નામવાળું કડું કાઢી લીધું અને તેણીની જંધા ઉપર છરી વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org