SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪. [ શ્રી વિજ્યપારિકતઘેર ગઈ કુવામાં પિતાને ઠેકાણે એક ચાકરને રાખે. તે હંમેશાં કાંગના ચખા ગ્રહણ કરતે. કાંતવા આપેલ કપાસ પિતાને સોંપ્યો અને કંતાવી રાખવા કહ્યું. પછી “જ્યાં મારે પતિ છે ત્યાં હું જાઉં છું.” એમ કહીને તે પતિવાળા ગામે ગઈ. ત્યાં વેશ્યાની વૃત્તિથી પતિને વશ કરી તેની સાથે ક્રીડા કરવા લાગી. અનુક્રમે તેનાથી પુત્ર થયો. પછી પતિની પહેલાં જ તે પોતાને ઘેર આવી અને કૂવામાં રહી. કેટલેક દિવસે ધનમિત્ર ઘેર આવ્યું, તેને તેના આસજાએ કહ્યું કે “તારી સ્ત્રીને કૂવામાંથી બહાર કાઢ.” ધનમિત્રે તેને બહાર કાઢી સૂત્ર અને પુત્ર સહિત તે બહાર નીકળી. ધનમિત્રે તેને ઓળખી એટલે તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે વિપુલમતિને ઘરની સ્વામિની કરી. લોકમાં વિપુલમતિની ઘણી પ્રતિષ્ઠા થઈ. એકદા તે નગરીમાં ભવદેવ નામના સૂરિ આવ્યા. તેને વાંદવા માટે સ્ત્રી સહિત ધનદત્ત ગયે. ગુરુને વાંદીને તેણે પૂછયું કે “હે સ્વામી! આ મારી સ્ત્રીએ પૂર્વ ભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેના પ્રસાદથી તેની આવી તીક્ષણ બુદ્ધિ થઈ છે?” ગુરુ બોલ્યા કે “હે મહાભાગ્યવાન્ ! કુસુમપુર નામના નગરમાં ભાનુદેવને રોહિણી નામે બાળવિધવા પુત્રી હતી. એકદા તેને ઘેર પરગામથી કેઈ ગૃહસ્થ વણિકને પુત્ર આવ્યું. તેને જોઈને રોહિણીને કામવિકાર ઉત્પન્ન થયું. તેથી તેણે તેના સામું કટાક્ષપૂર્વક ચપળ દષ્ટિથી જોયું. તે વખતે આહાર લેવા આવેલા શીલસાર મુનિ તે સમજી ગયા. કહ્યું છે કે જઇવિન નારી નેચ્છઈને વય ઝાએઈ હિઅમર્ઝામિ મયણાઉરસ દિઠ્ઠીલકિખઈ તહવિલેણ છે ૧ . અર્થ–“જે કે પિતાને સ્ત્રી નથી, સ્ત્રીની ઈચ્છા નથી, તેને હૃદયમાં ધ્યાતા નથી, તે પણ બુદ્ધિમાન મુનિ જેવા માત્રથી મનાતુરની દષ્ટિને સમજી શકે છે.” પછી “અહો! કામદેવને પ્રચાર અતિ દુર્જય છે” એમ વિચારતાં તે મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે શીલસાર મુનિ અનુક્રમે સમગ્ર સૂત્ર અને અર્થને અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેથી ગુરુએ તેને આચાર્યપદે સ્થાપન કર્યો. અનુક્રમે વિહાર કરતાં એક વખત ભવ્ય જીવોને પ્રતિબંધ કરવા માટે તે કુસુમપુરે પધાર્યા, ત્યાં દેશના આપી. તે સાંભળીને રોહિણી પ્રતિબધ પામી અને દીક્ષા લેવા તૈયાર થઈ. દીક્ષા લેવાને સમયે ગુરુએ કહ્યું કે જહ સુવિશુધ્ધ કરે, લિહિઅંચિત્ત વિહાઈ રમણિ તહ અણયાર, સમ્મત્ત ગુણકરે ઈ. ૧. ૧ ધનમિત્રે કહેલી હકીકતની જિનદત્તને ખબર પડ્યા પછી કઈ માણસ દ્વારા વિપુલમતિએ કહેવરાવેલી યુક્તિ પ્રમાણે આ સુરંગ ખોદાવી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy