________________
માતાપિતામgિ]
૨૩૭ દીનાર આપું.” તે સાંભળીને લેભી જિનદત્ત સર્વ લેકની સમક્ષ તેમ કરવાનું અંગીકાર કર્યું, અને આખી રાત્રિ તેવી જ રીતે નિગમન (પસાર) કરી. (વીતાવી) પછી પ્રભાતે આવીને ધનમિત્રને કહ્યું કે “મને લાખ દીનાર આપ.” ધનમિત્ર બોલ્યા કે તું આખી રાત્રિ તેવી જ રીતે રહ્યો છે તેની ખાત્રી શી?”. જિનદત્ત બોલ્યો કે “તારા ઘરમાં આખી રાત્રિ દી બળતું હતું, તે નિશાનીથી તારે ખાત્રી માનવી.” ધનમિત્ર છે કે “ત્યારે તે દીવો જેવાથી તારી, ટાઢ જતી રહી, માટે હવે તને ધન નહી આપું.” તે . સાંભળીને જિનદત્ત ખેદયુક્ત ચિત્તે ઘેર ગયે. તેને ચિંતાતુર જેઈને વિપુલમતિ પુત્રી બોલી કે “હે પિતા ! તમે ખેદ કરો મા, તમને જે રીતે ધનની પ્રાપ્તિ થશે તેમ હું કરીશ.” પછી પુત્રીના કહેવાથી જિનદત્ત ભર ઉનાળામાં ધનમિત્રને પિતાને ઘેર જમવાનું આમંત્રણ કર્યું. મધ્યાહ્ન સમયે તેને જમવા બેસાડ. ભેજનમાં મીઠાવાળો અને સ્નિગ્ધ પદાર્થ વિશેષ હતું, તેથી ભજન કરતાં ધનમિત્રે વચમાં પાણી પીવા માગ્યું. તે વખતે જિનદત્ત શીતળ જળથી ભરેલી ગાગર દેખાડીને કહ્યું કે “જેમ તે વખતે શિયાળામાં દી જેવાથી મારી ટાઢ નાશ પામી હતી, તેમ આજે આ પાણીની ગાગર જેવાથી તારી તરસ પણ નાશ પામે.” ધનમિત્ર આને જવાબ આપી શકે નહી, એટલે તે હારી ગયે; તેથી તેણે શરતમાં ઠરાવેલા લાખ દીનાર જિનદત્તને આપ્યા. પછી જિનદત્તે તેને જલ આપ્યું. ભોજન કર્યા પછી ધનમિત્ર પિતાને ઘેર ગયો અને વિચારવા લાગ્યું કે “આ બુદ્ધિ કેની?” તે વખતે કેઈએ કહ્યું કે “જિનદત્તની પુત્રી વિપુલમતિની,” તે સાંભળી ધનમિત્રે પરણવા માટે વિપુલમતિનું માગું કર્યું. પણ જિનદત્ત વિચાર્યું કે “મારી પુત્રી હું એને આપીશ તે તે ક્રોધથી તેનું અનિષ્ટ કરશે.” એમ ધારીને તેને આપી નહી. ત્યારે વિપુલમતિ બેલી કે “હે પિતા! મને ધનમિત્ર સાથે પરણાવે. બુદ્ધિના પ્રસાદથી બધું સારું થશે.” કેમકે –
યસ્ય બુદ્ધિર્બલં તસ્ય, નિર્બદ્ધ કુતે બલમ્
બદ્ધો ગજ વને મને, મૂષકે પરિચિત છે ૧ ઇ ભાવાર્થ “જેને બુદ્ધિ છે તેને જ બળ છે, નિબુદ્ધિને બળ કયાંથી હોય? વનમાં મદેન્મત્ત હાથીને બાંધેલો હતો તેને બુદ્ધિમાન ઉંદરે મુક્ત કર્યો હતે.” (આ દષ્ટાંત પંચતંત્રમાંથી જાણી લેવું.)
પુત્રીનાં આવાં વચન સાંભળી જિનદત્ત ધનમિત્રની સાથે તેને પ્રણાવી. વિવાહ થયા પછી ઘેર લઈ જઈને ધનમિત્રે વિપુલમતિને પાણી વિનાના એક કુવામાં નાંખી, અને તેને કહ્યું કે “તને પુત્ર થાય ત્યાં સુધી કપાસ કાંતતી અને કાંગના ચેખા ખાતી આમાં રહેજે. હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ જાઉં છું.” એમ કહીને ધનમિત્ર પરદેશ ગયે. પછી વિપુલમતિ તે કૂવાથી માંડીને પિતાના ઘર સુધી સુરંગ ખેરાવીને તે રસ્તે પિતાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org