SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દશનાચિંતામણિ ] ૧૫ શ્રી તીર્થકર દેવે દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે તેમાં દાનને શીલાદિની પહેલાં લેવાનું કારણ એ છે કે-દાનધર્મ દાયક, ગ્રાહક અને અનુમોદક એ. ત્રણેને તારે છે. તે ઉપર સંક્ષિપ્ત દષ્ટાંત આ પ્રમાણે જાણવું – ભવ્ય રૂપવંત અને મહાતપસ્વી મહાત્મા બલભદ્રજી જંગલમાં આકરી તપસ્યા કરી જ્યારે પારણાના પ્રસંગે નગરાદિમાં ચરી આવ્યા ત્યારે કુવા કાંઠે પાણી ભરવા આવેલ નારીઓ એ મહાત્માનું રૂપ જોવામાં એવી મગ્ન થઈ ગઈ કે તેમને પિતાના કામને ખ્યાલ જ ન રહ્યો. પોતાના ભવ્ય રૂપ નિમિત્ત થતે આ અનર્થ જોઈને એ મહાભાએ અભિગ્રહ લીધે કે “જંગલમાં જે મળે તેથી નિર્વાહ કરવો ઉચિત છે. આવા સ્થલે આવવું ઉચિત નથી.” ત્યારથી તેઓ એ પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરણના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતો હતો ત્યાં મુનિરાજ પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે મારી પહેલાં જ ભાવના હતી કે કઈ તપસ્વીને વહોરાવ્યા બાદ જમું. ભાગ્યોદયથી એ ભાવના સફલ થઈ. પછી જ્યારે રથકાર પૂર્ણ ઉલ્લાસથી મુનિને વહેરાવતે હતો, અને મુનિ તે આહારને લઈ રહ્યા હતા, તે પ્રસંગ જોઈને પડખે ઉભેલા હરિણે આ પ્રમાણે અનુમોદના કરી કે ધન્ય છે આ રથકારને કે જે આવું ઉત્તમ દાન દે છે. હું જ્યારે મનુષ્ય ભવ પામી આ કહા લઈશ. એટલામાં બીજી બાજુ ત્રણેના આયુષ્યને અંત આવે, અને એ ત્રણે (રથકાર, બલભદ્ર, હરિણ)ની ઉપર મેટી ડાલ પડી. તેથી કાલધર્મ પામી (દાયક-ગ્રાહક-અનુમાદક એમ) ત્રણે જણા પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવપણે ઉપન્યા. આ રીતે દાનથી એ ત્રણેને ઉદ્ધાર થયે. અત્રે એ પણ જરૂર સમજવું જોઈએ કે–આરંભ સમારંભ રૂપી કરેલીયાના જાળામાં ગુંથાયેલા ભવ્ય શ્રાવક વગેરે જેઓ વિજયશેઠ વિજયારાણ આદિના જેવું શીલ પાલી શકતા નથી અને શિવકુમાર, પાંડવ, દ્રૌપદી, ચંદરાજર્ષિ આદિના જેવું તપ કરી શકતા નથી તથા શ્રી ભરતચકવરી, કુમપુત્રાદિની માફક અનિત્યાદિ ભાવના ભાવી શકતા નથી તેમને આ સંસાર સમુદ્ર તરવા માટે દાન રૂપી પાટીયું જ અવલંબન સમાન (તરવાનું અપૂર્વ સાધન) છે. આ દાનની બાબતમાં કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજે શ્રીગશાસ્ત્રમાં અને પૂર્વાચાર્ય ભગવંતે શ્રીશ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથમાં શ્રાવકને ઉદ્દેશીને કહ્યું છે કે–ભવ્ય શ્રાવકે બપોરના ભેજનના અવસરે દહેરાસરમાં પ્રભુજીની આગળ નૈવેદ્ય ધર્યા બાદ મુનિરાજને આહાર પાણી વહેરવા માટે ઘણા વિનય અને આદરભાવ પૂર્વક અવશ્ય નિમંત્રણ કરી તેડી લાવે. પછી તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનંતિ કરે. પરિવાર સહિત વિધિપૂર્વક વંદન કરે. પછી વૈદ્યના દષ્ટાંતથી દેશ કાલ વગેરેને વિચાર કરી દાનના પાંચ ભૂષણ સાચવીને અશન વગેરે ચાર પ્રકારને આહાર વહોરાવે. ગુરૂને વહેરાવતી વખતે દાયક (વહરાવનાર) પોતે તથા ગ્રાહક એટલે વહેરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દેષ ન લાગે, તેવી રીતે વહેરાવવું. વહેરાવનાર શ્રાવકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy