SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણું] તેટલું જ બાકી રહ્યું ત્યારે) છઠ્ઠ તપ કરી જેઠ વદ ચૌદશે મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં સર્વાર્થી નામની શિબિકામાં બેસી ધામધૂમથી સહસ્ત્રામ્રવન નામના બગીચામાં અશોક વૃક્ષની નીચે આવી ઘરેણાં વગેરે દૂર કરી પંચમુષ્ટિ લેચ કરી હજાર પુરૂષોના પરિવાર સહિત પ્રભુદેવે પાછલે પહેરે અપૂર્વ શાંતિદાયક સંયમ ગ્રહણ કર્યું. તે જ વખતે તેમને મનઃપર્યાવજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવને ( ઈ ઠવેલું) દેવદૂષ્ય વસ્ત્ર ઠેઠ ( જાવજીવ ) સુધી રહ્યું છે. છઠ્ઠના પારણે સુમિત્રરાજાએ મંદિરપુરમાં બીજા પહોરે પરમાત્ર વહેરાવી સંસારસાગર પાર કર્યો. ત્યાં પંચદિવ્ય પ્રકટ થયાં. પ્રથમ પારણાને પ્રસંગ હોવાથી ૧ા કોડ સેનેયાની વૃષ્ટિ થઈ. દાન આપનાર (પારણું કરાવનાર) ભવ્ય જીવ મેડામાં મોડા ત્રીજે ભવે તે જરૂર મુકિત પદ પામે. પ્રભુ શ્રી શાંતિનાથના વખતમાં ઉત્કૃષ્ટ તપ આઠ મહિના સુધીનું હતું. પ્રભુદેવ દીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી દ્રવ્યાદિ ચતુર્વિધ અભિગ્રહ ધારણ કરી આર્યભૂમિમાં વિચર્યા. એક વર્ષને છઘસ્થ કાલ વીત્યા બાદ ગજપુર નગરમાં સહસ્ત્રામવનમાં નંદી વૃક્ષની નીચે પિોષ સુદ નોમે મેષ રાશિ ને ભરણુ નક્ષત્રમાં પ્રભુદેવ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા, અને ઘાતી કર્મો બાળી પહેલા પહેરે કેવલજ્ઞાન પામ્યા. આ વખતે છ ત૫ હતું. હવે તો પ્રભુ ૧૮ દેષના ટાલનારા, ૩૪ અતિશય અને ૮ મહાપ્રાતિહાર્યના ધારક તેમ જ ૩૫ ગુણવાળી વાણીના બોલનારા થયા. પહેલાજ સમવસરણમાં પ્રભુએ તીર્થ (ચતુર્વિધ સંઘ )ની સ્થાપના કરી. તે તીર્થ પ્રભુ શ્રીકુંથુનાથના તીર્થોત્પત્તિ કાલ સુધી ચાલ્યું. આથી વચમાં તીર્થ વિચ્છેદ કાલ નથી. પ્રભુદેવના ચકાયુધાદિ ૩૬ ગણધર અને ૩૬ ગણ (ગચ્છ) હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે – સાધુ-૬૨૦૦૦. મન:પર્યવજ્ઞાની-૪૦૦૦ સામાન્યમુનિ-૪૧૪૬૪ સાધ્વી-થતિ વગેરે ૬૧૬૦૦ અવધિજ્ઞાની–૩૦૦૦ શ્રાવક-૨૯૦૦૦૦ ચઉદ પૂવી-૮૦૦ શ્રાવિકા-૩૯૩૦૦૦ વૈકિયલબ્ધિવાળા મુનિ-૬૦૦૦ પ્રત્યેક બુદ્ધ૬૨૦૦૦ કેવલી–૪૩૦૦ વાદિમુનિ–૨૪૦૦ પ્રકીર્ણ ઈ ૬૨૦૦૦ પ્રભુદેવના કૌણાલ વગેરે અનેક ભક્ત રાજાઓ હતા. સાધુઓનાં મહાવ્રત ૪ અને શ્રાવકનાં વ્રતો બાર હતાં. આ શ્રી શાંતિપ્રભુના તીર્થમાં જિનકલ્પ હતે. ૧૨ ઉપકરણ રાખનાર સ્થવિર કલ્પિક સાધુઓ અને ૧૪ ઉપકરણ રાખનાર સાધ્વીઓ હતી. ત્રણ અથવા ચાર ચારિત્ર, નવ અથવા ત્રણ તને અને ચાર સામાયિક હતા. પહેલાં બે પ્રતિક્રમણ હતાં, અને ઉત્તર ગુણમાં રાત્રિભોજન ગણાય. સ્થિત કલ્પ ચાર પ્રકારને, અને અસ્થિત ક૫ ૬ પ્રકારને જાણો. ક૫ (આચાર)ની પાલના સુકર હોય, કારણે પ્રતિક્રમણ હોય, સંયમધારી મુનિવરે ઋજુપ્રાજ્ઞ હોય, ૧૭ ભેદે સંયમ, ચાર ભેદે અથવા બે ભેદે ધર્મ હોય, વસ્ત્રના વર્ણને નિયમ નહિ. પ્રભુદેવ ગૃહસ્થપણામાં પહેલાં કહ્યા મુજબ ૭૫ હજાર (૫૦ હજાર પણ) વર્ષો સુધી રહ્યા. અને વ્રત પર્યાયમાં–૨૫ હજાર વર્ષે અને કેવલિ પર્યાયમાં એક વર્ષ ઊણ * સપ્તતિશત સ્થાનક પ્રકરણમાં જિન ગૃહસ્થકાલ’ આ ખાનામાં ૭૫ હજાર વર્ષ કહ્યાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy