SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ રેલર [વિજયપદ્યસૂરિકૃતિ૪. શ્રી શાંતિનાથ પ્રભુ–જે પ્રભુના નામસ્મરણથી પણ અનેક વિધ નાશ પામે છે, તેમની પૂજા ભક્તિ કરવાથી વિશેષ લાભ થાય એમાં શી નવાઈ પ્રભુ શ્રી શાંતિનાથ પાછલે ભવે મેઘરથ રાજા હતા, તે વખતે તેમણે પ્રાણના ભોગે પણ કબૂતરનું રક્ષણ કરી જગતના જીવને દયાવીર થવાને અપૂર્વ બેધ આપ્યો હતો. આગમ ગ્રંથોમાં વર્ણવેલ ધર્મવીર, દાનવીર, દયાવીર, તપોવર, યુદ્ધવીર, એમ અનેક જાતના વીર પુરૂમાં પ્રભુ શ્રી શાંતિનાથને આપણે દયાવીર તરીકે ગણવા જોઈએ. આ પ્રભુની જન્મભૂમિ ગજપુર નગર હતું. તેમના પિતા ઋવિશ્વસેન રાજા અને માતા અચિરા રાણુ હતાં. તે દેશમાં પૂર્વે મરકીને ઉપદ્રવ ચાલતો હતો. માતાના ગર્ભે પ્રભુ આવ્યા બાદ રાણીએ અમૃત છાંટયું, તેથી ઉપદ્રવની શાંતિ થઈ. આથી માતા પિતાએ તેમનું શાંતિનાથ નામ પાડયું. પ્રભુની ૪૦ ધનુષ્ય પ્રમાણુ કંચનવર્ણ કાયા હતી. અહીંથી પાછલા ભવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ હતા. તેઓ ભાદરવા વદ સાતમની મધ્યરાતે મેષ રાશિ તથા ભરણિ નક્ષત્રમાં અચિરા રાણીની કુક્ષિમાં પધાર્યા. પ્રભુજી એકજ ભવમાં ચક્રવતી પાણું ભેળવીને તીર્થંકર પદવી ભેગવશે, માટે માતાએ પહેલાં ચકવતી પણાને સૂચવનારાં ચૌદ સ્વપ્ન જોયાં. એમ અચિરાની માફક કંથનાથની શ્રીમાતાએ અને અરનાથની દેવી માતાએ પણ બે વાર સ્વપ્ન જોયાં હતાં. આ રીતે આ ચોવીશીમાં (ચકવત– તીર્થંકરની) બે પદવીના ભેગવનારા ૧૬-૧૭–૧૮મા તીર્થંકર થયા. કુરૂ દેશના ગજપુરમાં નવ માસ ઉપરાંત ૬ દિવસ વીત્યા બાદ ચોથા આરાના ઉત્તરાર્ધમાં જેઠ વદ તેરશે મેષ રાશિ ને ભરણી નક્ષત્રમાં પ્રભુ જમ્યા.* તેઓ ૧૦૦૮ લક્ષણના ધારક અને જન્મથી જ મતિ, કૃત, અવધિ જ્ઞાનવાળા અને મૃગલંછન યુક્ત હતા. તેઓ સર્વોત્કૃષ્ટ સુંદર સ્વરૂપ અને અનંત બલી હતા. તેમનું શરીર ઉત્સધાંગુલની અપેક્ષાએ ૪૦ ધનુષ્ય ઉંચું હતું (એટલે કે આત્માંશુલે કરી ૧૨૦ આંગળ ઉંચું અને પ્રમાણાંગુલની અપેક્ષાએ ૯ અંગુલ અને ૩૦ અંશ પ્રમાણ ઉંચું હતું). તેમને ૬૪ હજાર અંતેઉર આદિ ચક્રવતિપણાને ઉચિત પરિવાર હતો. તેમના કુમાર અવસ્થાના પચીસ હજાર વર્ષ+ વીત્યા બાદ ૧૩ અઠ્ઠમ કરી (એટલી ઉંમરે) છ ખંડને સાધી ચક્રવત થયા. તે સ્થિતિમાં ૨૫ હજાર વર્ષ સુધી ચક્રીની ઋદ્ધિ ભગવી પ્રભુદેવે અવધિજ્ઞાનથી સંયમને સમય નજીક જાણે. કાંતિકદેવેએ શાશ્વત આચાર પ્રમાણે વિનંતિ કરી. એટલે નિર્મલ વેશ્યાવંત પ્રભુએ દરરોજના ૧ ક્રોડ આઠ લાખ સેનૈયા ગણતાં એક વર્ષમાં ૩૮૮ કોડ ૮૦ લાખ સોનૈયાનું દાન કર્યું. પછી ગજપુર નગરમાંજ પાછલી વયે ૫૦ હજાર વર્ષનું આયુષ્ય વીત્યું અને * આ બંને અહીંથી કાલધર્મ પામી સનકુમાર નામના ત્રીજા દેવલોકે ગયાં છે. x પલ્યોપમ, ૬૬ લાખ, ૪૮ હજાર વર્ષ, અને ૮૯ પખવાડીયા એટલે ચોથો આરો બાકી રહ્યો હતે. + આગળ ગૃહસ્યકલ પણે લાખ વર્ષો જણાવે છે, એ અપેક્ષાએ અહીં ફેરફાર સંભવે છે. એટલે અહીં એકમાં પચીસ હજાર અને બીજામાં (ચક્રીત્વમાં કે કુમારપણમાં ૫૦ હજાર વર્ષ સંભવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy