SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ [ શ્રી વિજયપધરિકૃત વ્યસની જનેની લક્ષ્મી સાતે વ્યસન સેવવામાં ખલાસ થાય છે અને કંજુસ માણસ લક્ષ્મીને જમીનમાં દાટીને રાજી થાય છે. પણ પુણ્યશાળી ભવ્ય જીવો તીર્થયાત્રાદિ ઉત્તમ કાર્યમાં લક્ષમીનો સદુપયોગ કરી રાજી થાય છે. આ હકીકતમાંથી એ પણ રહસ્ય નીકળે છે કેજેવા વાતાવરણમાં જીવન પસાર થયું હોય તેવી જ ભાવના અંતિમ સમયે થાય છે. મંત્રી વસ્તુપાલના સંબંધમાં પણ તેમ બન્યું છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે છે-વિ. સં. ૧૨૮૭માં જે જ્યોતિશાસ્ત્રાદિના પ્રખર પંડિત આચાર્યશ્રી નરચંદ્રસૂરિજી મહારાજને મંત્રી વસ્તુપાલ ગુરૂ તરીકે માનતા હતા તે ગુરૂ મહારાજની અંતિમ સમયની માંદગીના પ્રસંગે મંત્રીજી ગુરૂની પાસે બેઠા હતા. ઉપકાર અને ગુરૂગુણને યાદ કરતાં તેઓ રૂદન કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુરૂમહારાજે મંત્રી વસ્તુપાલને સમજાવ્યું કે-જેઓ જમ્યા તેમનું મરણ તે છે જ. સમજુ માનવોને એ પ્રસંગ અપૂર્વ સાવધાની રાખવાને બેધ આપે છે“સામાં મળનાર મનુષ્યાદિની માફક સર્વને મેડા વહેલા જરૂર ચાલ્યા જવાનું છે. મનના મને રથ મનમાં ન રહે, માટે પ્રમાદ દૂર કરી ધર્મકાર્યો જલદી સાધવા કટિબદ્ધ થવું એ વ્યાજબી છે.” આવું વિચારી કો ડાહ્યો માણસ મૃત્યુના પ્રસંગે શોક કરે ? હે મંત્રી ! હાલ વિ. સં. ૧૨૯૭ની સાલ વતે છે. આજથી અગીઆરમાં વર્ષે ૧૨૯૮ના ભાદરવા સુદ દશમ તમારી સ્વર્ગ ગમનની તિથિ સમજવી. એમ જ્યોતિ શાસ્ત્રના અનુભવથી જાણું શકાય છે. જેથી તમને અંતિમ હિતશિક્ષા તરીકે જણાવું છું કે- ભવિષ્યમાં કરવા ધારેલાં ૧. શ્રી નરચંદ્રસુરિજી મહારાજ તિકશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તેમણે તિસાર (નારચંદ્રજ્યોતિષ નામને ગ્રંથ બનાવ્યો છે. તે ઉપરાંત મુરારિએ બનાવેલાં “અનર્ધરાઘવ' નામના ગ્રંથની ઉપર (૨૩૫૦ શ્લોક પ્રમાણુ) ટિપ્પણુ રચ્યું શ્રીવિમલસૂરિજીની સહાયથી શ્રીધરે બનાવેલ ન્યાયકંદલી નામક ન્યાયના ગ્રંથ ઉપર ટીકા રચી. તથા જેમાં શ્રી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત આઠમા અધ્યાયના રૂપખાનની સિદ્ધિ જણાવી છે, એ પ્રાકૃત દીપિકાપ્રબોધ નામના ગ્રંથ, ચતુવિ શતિજિનસ્તોત્ર વગેરે ગ્રંથો બનાવ્યા છે. તેમના ગુરૂ શ્રી દેવપ્રભસૂરિજી મહારાજ હતા. તેમણે બનાવેલ પાંડવ ચરિત્રના અને શ્રી ઉદયપ્રભસૂરિકૃત ધર્માસ્યુદય કાવ્યને સંશોધક-શ્રીનચંદ્રસૂરિજી હતા. તેમની આજ્ઞાથી વિ. સં. ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવચૂર બનાવી. શ્રીનચંદ્રસૂરિજીએ ૧૨૮૮માં રચેલા વસ્તુપાલની પ્રશરિતરૂપ સ્તુતિકાવ્ય-ગિરનાર શિલા લેખમાંથી મળી શકે છે. (સમરાદિત્ય સંક્ષેપના કર્તા) શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજને આ સરિજી મહારાજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાચના આપી હતી. મંત્રી વસ્તુપાલની અપૂર્વ કાવ્યગ્રંથને બનાવવા માટે આગ્રહભરી વિનંતિ થઈ ત્યારે સુરિજીની આજ્ઞાથી તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિજીએ “ અલંકાર મહેદધ’ નામને અપૂર્વ કાવ્યગ્રંથ બનાવી મંત્રીની ભાવના પૂર્ણ કરી, તે મંત્રી વસ્તુપાલના ધર્મગુરૂ હતા વગેરે બીને અનેક એતિહાસિક ગ્રંથમાંથી મળી શકે છે. ૨. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’ આમાં ૧ર૯૬ મહા સુદ ૧૦ રવિવાર કહ્યો છે. 3. આવી હકીકત બીજાની આગળ કહેતાં આઘાતનું કારણ થાય, પણ ગુરૂજી મંત્રીના સંપૂર્ણ પરિચયમાં આવેલા હોવાથી ધર્મકાર્ય કરવામાં સંભવતા પ્રમાદને હઠાવવા તેમણે આ બીના પ્રાપ્ત મંત્રીને કહી છે. સમજુને તે આથી લાભ જ થાય. Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy