SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૨૦૫ કરી. ત્યાર બાદ શ્રીવાસ્વામીજીએ વિવિધ પ્રકારે ટૂંકામાં વર્ણવ્યો. તે પછી શ્રી પાદલિપ્રાચાર્યે ભવ્ય જીના ઉપકારાર્થે ટૂંકી રચના કરી. તેમાંથી ઉદ્ધાર કરી શ્રીધનેશ્વરસૂરિજીએ શત્રુંજય માહાસ્ય રચ્યું અને શ્રી જિનપ્રભસૂરિજીએ વિવિધ તીર્થકલ્પ બનાવતી વખતે “શત્રુંજયતીર્થકલ્પ' આ નામે અલગ રચના કરી. અપૂર્વ ભક્તિભાવ ધારણ કરીને જે ભવ્ય જી આ કલ્પને વાંચે, ભણે, ધ્યાવે, સાંભળે, વ્યાખ્યાનમાં વાંચે (તીર્થને મહિમા બીજાને સમજાવે) તેઓ ત્રીજે ભવે મુક્તિપદ પામે છે. તે શત્રુજ્ય ગિરિરાજ ! ભલેને તારા ગુણોનું વર્ણન કરનારો સમર્થ વિદ્વાન હોય, તે પણ તે પુરૂષ તારા છેડા ગુણેને પણ સર્વીશે ન જ વર્ણવી શકે. હે ગિરિરાજ ! તારી યાત્રા કરવા માટે આવેલા પુણ્યશાલી જીવોને આ પવિત્ર તીર્થભૂમિના પ્રતાપે હૃદયમાં સારી ભાવના પ્રકટે છે. હે ગિરિરાજ ! તારી યાત્રાને લાભ લેવા માટે ચાલતા સંઘ, રથ, ઘોડા, ઊંટ વગેરેના પગની રજ જેઓના શરીરે લાગે, તેમનાં નિબિડ પાપો જરૂર નાશ પામે છે. હે ગિરિરાજ ! બીજા સ્થળે મા ખમણ કરવાથી જેટલાં કર્મો ખપે, તેટલાં કર્મો ભવ્ય જીવો તારી છાયામાં રહીને પૂજા દર્શનાદિ કરનારા–નવકારશી આદિ પચ્ચખાણ કરીને જલદી ખપાવે છે. હે. ગિરિરાજ! એકાંત સમ્યગ્દષ્ટિ ઇંદ્ર મહારાજા પણ સ્વર્ગમાં તારે વૈભવ વખાણે છે, ને તને નમસ્કાર કરે છે. માટે આદીશ્વર પ્રભુથી શેભાયમાન એવા તને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ગિરિરાજ ! આ પ્રમાણે તારા ગુણ વર્ણવતાં મેં જે પુણ્ય પેદા કર્યું તેના ફળરૂપે હું એ જ ચાહું છું કે સર્વ જીવો તારી છાયામાં નિવાસ પામી દર્શનાદિ ભક્તિને લાભ મેળવી નિરંજન નિરાકાર સિદ્ધ સ્વરૂપ પામે. રાજપ્રસાદ (એવા બીજા) નામવાળા આ કલ્પને પૂજવાથી, જરૂર મનવાંછિત ફળે છે. શ્રીજિનપ્રભસૂરિજીએ આ ક૯૫ની વિ. સં. ૧૩૮૫માં રચના કરી. સંધપતિ શ્રીવાસ્તુપાલે ગિરિરાજની કરેલી યાત્રાઓ. પરમ પ્રભાવિક આ શ્રીસિદ્ધગિરિરાજની ઉપર મંત્રી વસ્તુપાલને અડગ શ્રદ્ધા હતી. આખી જિંદગીમાં તેમણે સાડીબાર યાત્રાઓ કરી. તેમાં વિસ. ૧૨૮૫માં પહેલી સંઘ સહિત વિધિપૂર્વક યાત્રા કરી, તેની બીના આ પ્રમાણે સમજવી. એ સંઘમાં ૧૪૪ દેવાલય હતાં, તેમાં દાંતના ચોવીસ દહેરાસરે અને બાકીનાં ૧૨૦ કાષ્ઠમય (લાકડાનાં) હતાં. ૪૫૦૦ ગાડાં, ૧૮૦૦ ગાડી, ૭૦૦ પાલખી, સંઘમાં ૭૦૦ આચાર્ય ભગવંતે અને ૨૦૦૦ શ્વેતાંબર સાધુઓ, ૧૧૦૦ દિગંબર સાધુઓ, ૪૦૦૦ ઘેડા, ૨૦૦૦ ઊંટ, અને ૭ લાખ યાત્રાળુ મનુષ્ય હતા. એમ એ પછી આગળ આગળની યાત્રામાં પૂર્વ પ્રમાણ કરતાં અધિક પ્રમાણ હતું. ઉંચ કેટીના ભાગ્યશાળી ઉદાર ભવ્ય જીવો જ તીર્થ યાત્રાદિમાં લક્ષમીને સદુપયોગ કરે છે. પ્રાચીન મહર્ષિ ભગવંતોએ કહ્યું છે કે ઘણું કરીને ક્ષત્રિયની લક્ષમી ઘોડા, શસ, સિન્યાદિને સંઘરવામાં, વેશ્યાની લહમી શૃંગારરસને પિષવામાં, વેપારીઓની લહમી વ્યાપારમાં ખેડૂતની લક્ષમી ખેતીમાં પાપી જીની લહમી દારૂ તથા માંસભક્ષણાદિમાં અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy