SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ રાના ચિંતામણિ ] ૨૦૧ આ તીર્થને અલૌકિક પ્રભાવ છે. એક માણસ સુપાત્ર દાનાદિમાં કરોડો રૂપિયાના ખરચે બીજા સ્થલે ઈચ્છિત સુંદર આહારનું દાન કરવાથી જે લાભ પામે તે લાભ અહીં વિધિપૂર્વક એક ઉપવાસ કરવાથી મેળવી શકે છે. આ શ્રી વિમલગિરિને દેખવાથી, ત્રણે લોકના તીર્થોના દર્શનને લાભ મળે છે. અને આ તીર્થભૂમિમાં ભેજનશાલા દાનશલાદિની હયાતી છતાં (તેવા ઉપદ્રવ સિવાયના કાળમાં) કાગડાને ઉપદ્રવ પ્રકટતો નથી. અને સિદ્ધગિરિની યાત્રા કર્યા પહેલાં યાત્રાળુઓને ભેજનદાન કરાવવાથી (ભાતું દેવાથી) કરોડ ગુણો લાભ થાય, અને જ્યારે યાત્રા કરીને નીચે ઉતરે ત્યારે ભાતું આપવાથી અનંતગણું ફલ મળી શકે છે. વળી આ તીર્થની યાત્રાને લાભ લેવા માટે સંઘપતિ વગેરે ચતુર્વિધ સંઘ સાથે અહીં આવે, તેમાં ગિરિરાજને જોવા પહેલાં સંઘને જમાડવાથી કરેડગુણું ફલ અને જોયા બાદ જમાડવાથી અનન્તગણું ફલ મલે એમ કહ્યું છે. તેમજ અપેક્ષાએ કલ્યાણક ભૂમિઓના વંદનનું ફલ પણ આ તીર્થની વંદનાથી મલી શકે છે. અયોધ્યા, મિથિલા, ચંપાનગરી, શ્રાવસ્તિનગરી, હસ્તિનાગપુર, કૌશાંબી, કાશી, કાકંદી, કાંપિલ્યપુર, ભદ્રિલાનગરી, રત્નવાહ નગર, શૌર્યપુર, કુંડગ્રામ, અપાપાપુરી, ચંદ્રાનનાપુરી, સિંહપુર, રાજગૃહ, શ્રી ગિરનાર, સમેતશિખર, વૈભારગિરિ, અષ્ટાપદ પર્વત વગેરે તીર્થોની યાત્રા કરવાથી જે ફલ મલે તેથી સેગણું ફલ આ શ્રી તીર્થાધિરાજની યાત્રા કરવાથી મળે છે. તેમજ અહીં રહેલા પ્રભુ બિંબના પૂજનથી જે કર્મનિર્જરાદિ લાભ થાય, તેથી સો ગુણે લાભ આ તીર્થમાં બિંબ ભરાવી (પ્રતિષ્ઠા)–અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવીને પધરાવવાથી મળે છે. અને મંદિર બંધાવવાથી હજાર ગુણે અને તેના રક્ષણનો પ્રબંધ કરવાથી અનંત ગુણો લાભ મળે છે. જે ભવ્ય પુરૂષે આ ગિરિરાજના શિખર ઉપર પ્રતિમા પધરાવે અથવા મંદિર બંધાવે તેઓ અહીં વિશિષ્ટ ઋદ્ધિ આદિના સુખ ભોગવીને જરૂર ઉત્તમ દેવલોકની ને મેક્ષની અદ્ધિ પામે છે. તથા આ શ્રી પુંડરીકગિરિનું સ્મરણ કરી નવકારશી આદિ પચ્ચકખાણ કરનાર પુણ્યશાલી અને અનુક્રમે કરેલ તપથી આગળના અધિક મોટા તપનું ફલ મલે છે. આ પ્રમાણે આ ગિરિરાજને અલૌકિક પ્રભાવ શત્રુંજય મહાભ્યાદિ ગ્રંથમાં જણાવ્યો છે. બીજા ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે, આ ગિરિરાજનું સ્મરણ કરતી વખતે જેવી જેવી મન વચન કાયાની એકાગ્રતા હોય તેને અનુસારે છઠ્ઠથી માંડીને મા ખમણ સુધીના તપને લાભ મળે છે તેમજ શીલ વિહુણ પણ અહીં અણુશણ કરતાં આનંદથી દેવલોકાદિની સંપદા પામે છે. અહીં છત્ર, ચામર, ઝારી, વજ, તથા થાલનું દાન કરનારા ભવ્ય વિદ્યાધરની ઋદ્ધિને અને રથનું દાન કરનારા જીવો ચક્રવર્તિપણાની ઋદ્ધિ પામે છે. વળી કારણસર તપશ્ચર્યા કરવામાં અસમર્થ એવા ભવ્ય છે પણ અહીં પ્રભુદેવના પૂજનકલે દશ ફૂલની માળા ચઢાવવાથી ઉપવાસનું, ૨૦ પુષ્પમાલા ચઢાવવાથી છઠ્ઠનું, ૩૦ પુષ્પમાલાઓ ચઢાવવાથી ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy