SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ [ શ્રી વિજયપધસરકૃતઆત્મસ્વરૂપના સ્વાદથી રહિત-જેણે તેને સ્વાદ લીધે નથી એવા પુરુષને અંગરાગ, સ્ત્રીઓનું આલિંગન વિગેરે મુદ્દગલેએ કરીને ઈન્દ્રિયવિલાસ રૂ૫ વિષના ઉદ્દગાર પ્રાપ્ત થાય છે; (ઓડકાર આવે છે) અને આત્મતત્વના અવબોધથી તૃપ્ત એટલે પૂર્ણ થયેલા પુરુષને તો શુભ ધ્યાન રૂપી અમૃતના ઉદ્દગારની પરંપરા પ્રાપ્ત થાય છે. આ પ્રસંગ ઉપર બુદ્ધિસુંદરીની કથા છે તે આ પ્રમાણે બુદ્ધિસુંદરીની કથા. - ત્રીજી જે બુદ્ધિસુંદરી નામે પ્રધાનપુત્રી હતી તે રૂપવતી હતી. તેને એકદા રાજાએ જોઈ તેથી તેના પર મેહ પામીને દૂતી મોકલી તેની પ્રાર્થના કરી; પણ બુદ્ધિસુંદરી બીજા પુરૂષને ઈચ્છતી નહોતી, એટલે રાજાની માગણી તેણે કબૂલ કરી નહિ, તેથી ક્રોધ પામેલા રાજાએ કાંઈક પ્રપંચ કરીને પ્રધાનને તેના કુટુંબ સહિત કેદ કર્યો. પછી રાજાએ પ્રધાનને કહ્યું કે “જ્યારે તું મારી આજ્ઞા કબૂલ કરીશ ત્યારે તને હું છોડીશ.” પ્રધાને કહ્યું કે “હે સ્વામી ! આપ આજ્ઞા કરે, તે મારે પ્રમાણ છે.” તે સાંભળીને રાજાએ સર્વને છોડી દીધા ને બુદ્ધિસુંદરીને અન્તઃપુરમાં રાખી તેની પ્રાર્થના કરી. બુદ્ધિસુંદરી રાજાને બીલકુલ ઈચ્છતી નહોતી. તેણે રાજાને ઉપદેશ આપ્યું કે – સંસારે સ્વપ્નવન્સ્ટિટ્યા, તૃપ્તિ. સ્વાદભિમાનિકી તથ્યા તુ બ્રાન્તિન્યસ્ય, સ્વાત્મવીર્યવિપાકકૃત ૧ ભાવાર્થઆ સંસારમાં અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વમ જેવી મિથ્યા છે, પણ બ્રાન્તિ રહિત પુરુષને આત્મવીર્યને વિપાક કરનારી જે તૃપ્તિ તેજ સત્ય તૃપ્તિ છે. સ્વાર્થ –હે રાજા! દ્રવ્યથી ચાર ગતિરૂપ અને ભાવથી મિથ્યાત્વાદિક ભાવવાળા આ સંસારમાં “મેં છળ-બળ કરીને આ કાર્ય કર્યું, મારા જેવો જગતમાં કેઈ નથી.” એવા અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વમની જેમ મિચ્યા એટલે માત્ર કલ્પના રૂપજ છે, કેમકે તે તૃપ્તિ વિનશ્વર છે, પરવસ્તુ છે તથા આત્મસત્તાને રોધ કરનાર આઠ પ્રકારના કર્મના બંધમાં કારણભૂત એવા રાગ દ્વેષને ઉત્પન્ન કરનાર છે. માટે તે મૃગતૃષ્ણા જેવી તૃપ્તિ સુખને હેતુ નથી. પરંતુ બ્રાન્ત હેત એટલે સમ્યગ્રજ્ઞા કરીને સહિત પુરુષને ભાર તે કિવઝ સૃજવણી જે 7મ છે તેજ જન્મ અને બે છે કે તે તૂસ અલ્સજજ રંક જ કુદ ને કાર છે. સુખિને વિષયાતૃપ્તા, નેન્દ્રોપેન્દ્રાદયોહો ! ભિક્ષુરેકા સુખી લેકે, જ્ઞાનતૃપ્ત નિરંજન ર છે અર્થ:–“અહો ! આ જગતમાં વિષયોથી અતૃપ્ત એવા ઈન્દ્ર, ચકવતી વિગેરે સુખી નથી, માત્ર જ્ઞાનથી તૃપ્ત થયેલા નિરંજન એવા એક ભિક્ષુજ સુખી છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy