SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] ૧૮૧ બીજી શ્રેણીની પુત્રી જે ઋદ્ધિસુંદરી નામે હતી, તે તામ્રલિમી નગરીમાં શ્રીવણિક નામના ધનાઢયને પરણી હતી. તે વણિક તેને સાથે લઈને વેપાર માટે સમુદ્રરસ્તે ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગવાથી તે દંપતી એક પાટિયાનું અવલંબન કરીને તરતાં તરતાં કઈ એક દ્વિીપે નીકળ્યા. ત્યાં તેમણે એક ધ્વજા ઉંચી કરી રાખી. તે જોઈને કોઈ બીજા વણિકે પિતાનું વહાણ તે દ્વીપે લઈ જઈને તે બન્નેને તેમાં લઈ લીધા. તે બીજે વણિક ઋદ્ધિસુંદરીને જોઈને તેના પર મેહ પામ્યો, તેથી ઋદ્ધિસુંદરીના પતિને તેણે ગુપ્ત રીતે સમુદ્રમાં નાંખી દીધો. પછી તેણે ઋદ્ધિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તેણે તેને સમજાવવા માટે ઘણે ઉપદેશ કર્યો, તોપણ તે વણિકને મોહ ઓછો થયે નહી. તે બોલ્યો કે “તારે માટે તે તારા પતિને મેં સમુદ્રમાં નાખી દીધો છે.” એ વાત જાણીને તેણે કાળ વીતાવવા માટે કાંઈક બહાનું બતાવ્યું. આગળ ચાલતાં તે વહાણ પણ ભાંગ્યું. ઋદ્ધિસુંદરી દેવગે મળેલા એક પાટિયાથી તરીને સેલારક નામના નગરમાં આવી. તેજ નગરમાં તેને પતિ પણ પાટિયાથી તરીને પહેલેથી આવેલ હતો. તેની સાથે તેનો મેળાપ થયો. પેલે બીજે વણિક પણ પાટિયું મળવાથી તરીને તેજ નગરમાં આવ્યો. તેને પિતાના પાપને લીધે કુકને વ્યાધિ થયો. એકદા તે પેલા દંપતીની નજરે પડયો; એટલે તેને વ્યાધિથી પીડાયેલ જોઈને તેને પૂર્વ ઉપકાર સ્મરણ કરી તે દંપતીએ ઔષધ વગેરેથી તેને નીરોગી કર્યો. તે વણિકે તે દંપતી પાસે પિતાના પાપની ક્ષમા માગી; ત્યારે તે દંપતીએ તેને ઉપદેશ કરીને ધર્મ પમાડયો. પછી તે બન્ને વણિકે વ્યાપાર કરી ધન ઉપાર્જન કરીને પોતપોતાના નગરમાં ગયા. પછી કેટલાક વર્ષો સુખમાં વીતાવીને ઋદ્ધિસુંદરીએ દીક્ષા લઈ આત્મસાધન કર્યું. આ બે સખીઓની કથા કહી. હવે બીજી બે સખીની કથા આગળ કહેવામાં આવશે. પ્રશાંત ચિત્તવડે સમ્યજ્ઞાનના પ્રભાવે ઈન્દ્રિયોને જય કરવા પૂર્વક કરેલી કિયાજ સફલ થાય છે, તેથી રતિસુંદરીની જેમ કષ્ટ પ્રાપ્ત થાય છતાં પણ સુશીલ સ્ત્રીઓ પોતાના કર્તવ્યને તજતી નથી. અને પરમ ઉ૯લાસથી મોક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરીને સિદ્ધિના સુખ મેળવે છે.” . તૃપ્ત ને અતૃપ્તનું સ્વરૂપ વિષર્મિવિષેદ્દગાર, સ્યાદવાસ્ય પુદગલા જ્ઞાનતૃતસ્ય તુ ધ્યાન–સુદ્દગારપરંપરા છે ૧છે અર્થ–પગલિક સુખથી અતૃપ્ત એવા મનુષ્યને પુગલેએ કરીને વિષયની ઊર્મિપી વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે (ઓડકાર આવે છે), અને જ્ઞાનથી તૃપ્ત થયેલાને તે ધ્યાનરૂપી અમૃતના ઉદ્દગારની પરંપરા પ્રાપ્ત થાય છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy