________________
૧૫૬
[[ વિજયપધસૂરિકૃત તે વખતે પિતાને તેમજ અન્યને એટલે બીજા ને પણ બચાવવાને કોઈ પણ રીતે સમર્થ થઈ શકતા નથી. અથવા ગમે તે બળવાન જીવ હોય તે પણ મરણ આગળ તેનું કાંઈ પણ ચાલી શકતું નથી. તેથી તે પિતાને તથા પરને પણ કઈ રીતે બચાવી શક્તો નથી. તેથીજ યમરાજ (મરણ)નું શાસન (સામ્રાજ્ય) કીટ એટલે કીડાથી માંડીને હરિ સુધી એટલે ઈન્દ્ર મહારાજ વગેરે જી સુધીના તમામ સંસારી જીવમાં સરખી રીતે જ નિશ્ચયે ચાલે છે તેમાં જરા પણ ફેરફાર નથી. ૧૬૫
યૌવનની અનિત્યતા બે ગાથામાં જણાવે છે – ' ડાહ્યો ન બોલે વાત કદિ પણ કાળને ઠગવાતણી,
પૂર્વજો જીવતા જણાયે કઈ ના સમજે ગુણી; બેલ રૂપને હરનાર છે યૌવન નજરથી દેખીએ,
ખાત્રી કરી લેજે સમજુજન ન પ્રમાણ વિમાસીએ; ૧૬૬ સ્પષ્ટાર્થ –ડાહ્યો માણસ કદાપિ પણ કાલને ઠગવાની વાત બેલ નથી. કારણ કે તે જાણે છે કે કાલની આગળ કોઈનું કાંઈ પણ ચાલી શકતું નથી. કાળ આગળ કેઈનું ચાલતું હોત તે અત્યારે કોઈ પણ મનુષ્યાદિ જીવોના પૂર્વજો જીવતા જણાતા હેત, પરંતુ કેઈન પણ પૂર્વજે જીવતા જણાતા નથી માટે સાબીત થાય છે કે-કાળ આગળ કેઈનું લગાર પણ ચાલતું નથી. વળી યૌવન એટલે જુવાની અથવા યુવાવસ્થા બલને તથા રૂપને હરણ કરનાર (નાશ) છે એ તો નજરે દેખાય છે માટે સમજુ માણસને આ બાબતમાં પ્રમાણ આપીને ખાત્રી કરાવવાની જરૂર જ રહેતી નથી, કારણ કે સમજુ માણસ આ વાતને તે તરત સમજી લે છે. માટે તેને પ્રમાણ દઈને સચોટ સમજાવવાની જરૂરિયાત હોય જ નહી. ૧૬૬ યૌવને સ્ત્રી જેહની ઈચ્છા કરે તસ ઘડપણે,
જોઈને બહાર થુંકતી બહુ વિચાર કરે મને, બહુ કલેશથી જે મેળવ્યું બને તે કદી ના વાવવું,
સાચવી રાખ્યું છતાં ક્ષણમાં વિનાશ લહી ગયું. ૧૬૭ સ્પષ્ટાથી–જ્યારે પુરૂષ ખીલતી જુવાનીમાં હોય છે ત્યારે તેને જોઈને સ્ત્રી તેની સાથે વિષય સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે. તેજ પુરૂષ જ્યારે ઘડપણને પામે છે ત્યારે તેનું રૂપ વગેરે બદલાઈ જવાથી સ્ત્રી તેના તરફ નજર કરવાને બદલે તેને જોઈને ઘણીવાર ધૂકે છે અથવા તેને તિરસ્કાર કરે છે. કારણ કે પુરૂષની યુવાની ચાલી જાય છે ત્યારે તેનું રૂપ બલ વગેરે પણ ચાલ્યા જાય છે. માટે આ બાબતને સમજુ ભવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org