________________
( શ્રી વિજયપઘસરિકામલ સમાન એટલે ત્યાગ કરવા યોગ્ય માને છે. તેમને ધન ઉપર મમત્વ હેત નથી. વળી તેઓ તેને તુચ્છ એટલે સાર વિનાનું સમજે છે. તેથી તે ધનને તેઓ શુભ સ્થાન એટલે સાત ક્ષેત્રોમાં ઉપયોગ કરે છે. જરૂર પ્રમાણે પોતાના કામમાં પણ તે લક્ષ્મીને વાપરે છે. પણ ધન ઉપર તેમને મૂછ હોતી નથી. એટલે ધન ઉપર તેમને આસક્તિ હોતી નથી. આ રીતે પવિત્ર બુદ્ધિવાળા તે ભાગ્યવંત છે પિતાના ધનને શુભનું હેતુ એટલે ઉત્તરોત્તર પુણ્યનું કારણ બનાવે છે. ૧૪૩
ધનના લેભી મનુષ્યોનું સ્વરૂપ છ ક્ષેકમાં જણાવે છેનિંઘ બાહ્ય અનર્થ કારણ ધન વિષે મૂછિત જના,
દાન ભેગ નહી કરંતા ચિત્ત સંતાપે ઘણાં કષ્ટો નિરંતર ભેગવે તિણ પુણ્યથી ધન પામતા,
ગર્વ મૂછ ઇંડતા ધન દાન ભેગે જતા. ૧૪૪ સ્પષ્ટાથી–નિંદવા યોગ્ય અને બાહ્ય અનેક પ્રકારના અનર્થ એટલે નુકસાનના કારણ રૂપ ધનને વિષે મૂછ રાખનારા નિભંગી જી પૂર્વના પુણ્યના ભેગે ધન પામ્યા છતાં તે ધનને દાન કરવામાં સદુપયોગ કરી શકતા નથી. તેમજ ભેગ એટલે પિતાને માટે પણ ઉપયોગ કરી શક્તા નથી. વળી તેવા બીજા ઘણું જીવન પણ દુઃખનું કારણ થાય છે. તેમજ તેઓ હંમેશાં ધનને માટે કષ્ટો ભોગવે છે અથવા દુઃખને સહન કરે છે. તેથી કરીને સમજુ જીવ પુણ્યના ઉદયથી ધન પામ્યા છતાં તે ધનને ગર્વ રાખતા નથી એટલે ધનને મેળવીને અભિમાની બની જતા નથી. તેમજ લફમી નાશવંત છે એવું સમજીને તેની મૂછ રાખતા નથી આ મારું ધન છે એ મમત્વ ભાવ રાખતા નથી. અને તે ધનને ઉપગ સુપાત્ર દાનાદિમાં જરૂર કરે છે. ૧૪૪ જે કરે ના એમ તે નકર ખરે લક્ષ્મીતણા,
ન પગાર લેતે મેહથી પરિતાપ પામે પણ ઘણા ધનકારણે ના સ્નેહ દુર્નય લેશ પણ કરીએ સહી. .
અન્યથા લહેશે તમે દુઃખ પરભવે ને પણ અહીં. ૧૪૫ સ્પષ્ટાર્થ –જે જીવ એ રીતે લક્ષ્મીને ઉપયોગ કરતો નથી, તે ખરેખર લમીના નેકર જેવો જ જાણ. બીજા નેકરને તો પગાર આપે પડે છે પણ આ તો પગાર વિનાને નકર જાણો. કારણ કે તે પગાર લેતો નથી. વળી ધનના મોહને લીધે તે ઘણો પરિતાપ પામે છે એટલે અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. માટે હે ભવ્યજી ! તમે ધનના કારણથી એટલે ધનના લોભે સગા સ્નેહીને ઠગવા રૂપ અન્યાય લગાર પણ કરશે નહિ. અને જે તે પ્રમાણે લોભી થઈ અન્યાય કરશે તો તે અન્યાયના ફળ રૂપે તમે પરભવમાં દુઃખી થશો તેમજ આ ભવમાં પણ દુઃખી થશે. ૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org