SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતદાંભલા તસ્નાન, સન્તષશુભવશ્વભત વિવેકતિલકશાલી, ભાવનાપાવનાશય: ૧ છે ભક્તિશ્રદ્ધાનઘુસણ–ન્મિશ્રપારટીરજદ્ર નવબ્રહ્માંગયુÈવં, શુદ્ધમાત્માનમચંય છે જે સ્પષ્ટાર્થ_“હે ભવ્ય જીવ! દ્રવ્ય અને ભાવથી સ્વપરના પ્રાણરક્ષણરૂપ દયા રુપી જળવડે સ્નાન કરીને પગલિક સુખની ઈચ્છાના અભાવરૂપ જે સંતોષ તે રૂપી વસ્ત્રને ધારણ કરીને, સ્વપરના વિભાગનું જે જ્ઞાન-તે રૂપ વિવેકનું તિલક કરીને તથા અરિહંતના ગુણગાનમાં એકાગ્રતાપ ભાવનાવડે કરીને પવિત્ર અંતકરણવાળે થઈ, ભક્તિ અને શ્રદ્ધાપ ચંદનથી મિશ્ર એવા કેસરના દવે (ઘળે કરીને) કરીને નવ પ્રકારના બ્રહ્મચર્ય પ નવા અંગેને ધારણ કરનાર અનંત જ્ઞાનાદિ પર્યાયવાળા શુદ્ધ આત્માપ દેવની પૂજા કર.” પછી ક્ષમાપી પુષ્પની માળા અર્પણ કર, બે પ્રકારના ધર્મરુપ બે અંગલુહણા આગળ ધર, ધ્યાનરુપી ઉત્તમ અંલકાને તેના શરીર પર પહેરાવ, આઠ સદસ્થાનના ત્યાગરુપી અષ્ટમંગળ તેની પાસે આલેખ, જ્ઞાન રુપી અગ્નિમાં શુભ સંકલ્પ રુપી કાકલુંડ (અગરુ) ને ધૂપ કર, અને પછી આત્મસામર્થ્ય ૫ આરતિ ઉતાર. ઇત્યાદિ ભાવપૂજાનું સ્વરુપ બીજા ગ્રંથિથી જાણી લેવું. જિનેશ્વરની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ અને સ્તવના વિગેરે કરવાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવન દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે અને જેને દર્શન ગુણ પ્રાપ્ત થયા હોય છે તેને ક્ષાયિક સમ્યકત્વાદિ ગુણોને લાભ થાય છે, તથા જિનપૂજા રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ થાય છે. એક શિષ્ય ગુરૂને પૂછયું છે કે “હે ગુરૂદેવ ! જિનેશ્વરની સ્તુતિ, સ્તવન અને મંગળ ભણવાથી જીવને શું થાય ? ” ગુરૂદેવે કહ્યું કે “સ્તુતિ, સ્તવન અને મંગળથી અને જ્ઞાન દર્શન અને ચારિત્રને લાભ થાય.” વળી જિનેશ્વરની પૂજા કરવાથી પદ્ગલિક સંપત્તિ વગેરેને પણ લાભ થાય છે. ધન, ધાન્ય, રાજ્ય, ચક્રવર્તીપણું તથા ઈન્દ્રપણાની લક્ષમી પણ પ્રાપ્ત થાય છે અને છેવટે ચિદાનંદ સંપત્તિ (મુક્તિ) પણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી જિનેશ્વરની સેવા બન્ને પ્રકારની લક્ષમીની પ્રાપ્તિમાં કારણભૂત છે.” ઈત્યાદિ ગુરૂમુખથી ધર્મદેશના સાંભળીને ધનસારે ગુરુને પૂછીને “આજથી શ્રી અરિહન્તની પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ નાંખવું નહી.” એ અભિગ્રહ ગ્રહણ કર્યો. તે દિવસથીજ આરંભીને તે શ્રેણી હમેશાં જિનપ્રતિમાની કેસર, ચંદન, કપૂર (બરાસ) વિગેરે સુગંધી દ્રવ્યથી અને સુગંધી એવા જાઈ, પત્ર, ચંપિ, કેતકી, માલતી, મચકુંદ વિગેરેનાં તાજાં પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. એ પ્રમાણે ત્રિકરણ શુદ્ધિવડે નિરંતર બહુમાનથી શ્રી જિનેન્દ્રની પ્રભુતાને જ્ઞાન દષ્ટિરુપ માર્ગમાં ઉતારીને પૂજા કરતાં તે ધનસારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy