________________
" ૧૧૮
(શ્રી વિપરિતકરી જ બૂકુમારે વિજ્ઞપ્તિ કરી કે “કુટુંબ સહિત અમને પાંચ સત્તાવીશ જણને દીક્ષા તથા તપસ્યા આવીને અનુગ્રહ કરે.” એટલે સુધર્માસ્વામીએ પોતાના હાથથી તેને પરિ વાર સહિત દીક્ષા આપી, અને પ્રભવમુનિ જબૂમુનિને શિષ્ય તરીકે આપ્યા.
શ્રીવીરસ્વામીના નિર્વાણ પછી દશ વર્ષો સુધર્માસવામીએ જંબૂસ્વામીને ગ૭ નાયક બનાવ્યા અને શ્રી મહાવીરના નિર્વાણ પછી ચેસઠ વર્ષે જંબુસ્વામીએ પ્રભવસ્વામીને ગચ્છનાયક બનાવ્યા. આ શ્રી જંબુસ્વામી પ્રબલ પુણ્યાનુબંધી પુણ્યશાલી હતા. તેમાં પૂર્વ ભવમાં અને આ ભવમાં કરેલી નિર્મલ શીલની આરાધનાજ મુખ્ય કારણ તરીકે હતી. એમ સમજીને જે ભવ્ય છે શીલની નિર્મલ આરાધના કરશે, તેઓ જરૂર પુણ્યાનુબંધી પુણ્યની વિશિષ્ટ સંપદાઓ ભેગવીને પરિણામે સિદ્ધિના સુખે પણ પામશે. ૩.
પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાના ચોથા કારણ તરીકે પ્રભુશ્રી અરિહંતની પૂજા અને ગુરૂ મહારાજની ભક્તિ કરવાનું કહ્યું તેમાં શ્રીઅરિહંત પરમાત્માની પૂજાને અંગે તેમની પ્રતિમાની જરૂરિયાત, ને પ્રતિમાનું માહામ્ય તથા તેની પૂજા કરવાની રીત વગેરે ખાસ જાણવા જેવી બીના ટૂંકામાં આ રીતે જાણવી –
છે શ્રી અરિહંત દેવની પૂજા છે
[તેની જરૂરિયાત અને મહિમા ] અહીં દેવ' શબ્દથી શ્રી જિનેશ્વર દે જ લેવા, બીજા નહિ, કારણ કે જેઓ નિર્મળ સ્વરૂપને એટલે સ્વાભાવિક પૂર્ણતાને પામ્યા હોય, તે જ પુરૂષ બીજા જીને નિર્મલ સ્વરૂપી બનાવી શકે છે, એટલે કે સ્વાભાવિક પૂર્ણતા રૂ૫ ગુણને પમાડી શકે છે. આ વાત અનુભવસિદ્ધ છે, કારણ કે પિતે દરિદ્ર હોય તે બીજાને કઈ રીતે ધનવંત બનાવી શકે ?
જેમ મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકરે વિચરે છે તેમ અત્યારે અહીં તીર્થકરો વિચરતા નથી, માટે તેમના વિરહકાલમાં (૧) પ્રભુદેવના આગમ અને (૨) પ્રભુ પ્રતિમા, આ બેના આલંબનથી સંસાર સમુદ્રને પાર પામી શકાય છે. અહીં જે બે આલંબને બતાવ્યાં તેમાં પ્રભુદેવના આગમથી શ્રી જિન પ્રતિમા મોક્ષ માર્ગ વગેરેની બીના જાણી શકાય છે અને એ જાણીને નિર્દોષ સાધના કરી આત્મહિત સાધી શકાય છે. આ મુદ્દાથી પ્રભુ દેવના આગમને જિનપ્રતિમાની પહેલાં કહ્યો છે.
દરેક ક્રિયા વિધિપૂર્વક કરવાથી યથાર્થ અને સંપૂર્ણ ફળ આપી શકે છે. જેમ મંત્ર સિદ્ધિમાં મંત્ર મહાપ્રભાવક હય, પણ જે વિધિની ખામી હોય તે મંત્રસિદ્ધિ થાય જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org