SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ( શ્રી વિજ્યપદ્યસરિત હિત ભવદ્વયસ્થાપિ, ધર્મમેતમગારિણામ પાલયાિ નરા ધીરાસ્યજતિ તુ તતઃ પર ૧ ભાવાર્થ-“આ દાનાદિક ગૃહસ્થીઓને ધર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું ધીર પુરુષ પાલન કરે છે, અને કાયર મનુષ્ય તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે “સાવધનું–પાયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહીધર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય ? કેમકે ગૃહી અને મુનિના ધર્મમાં મેરુ અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે.” પછી ત્રીજી પદ્મસેના બોલી કે “કદલીના ગર્ભ જેવું કમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી.” બૂએ કહ્યું કે “અરે! કૃતઘી અને ક્ષણભંગુર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે ?” પછી ચોથી કનકસેન બોલી કે “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભેગ ભેગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું, તે તમે શું કઈ નવા મોક્ષની ઈચ્છાવાળા થયા છે ?” જંબૂએ કહ્યું “જીનેશ્વરે અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પિતાના વ્રતયોગ્ય સમયને જાણી શકે છે, માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણી જેવા સામાન્ય મનુષ્યની શી સ્પર્ધા? પ્રાણીઓના જીવિતરુપી મહા અમૂલ્ય રત્નને કામરૂ૫ તરકર અચિંત્યે આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષે સંયમરૂપી પાથેય લઈને તેનાવડે મોક્ષપુરને પામે છે કે જયાં આ કાળરુપ ચરને જરા પણ ભય હેતો નથી.” પછી પાંચમી નભસેના બોલી કે “હે પ્રાણનાથ ! આ પ્રત્યક્ષ અને સ્વાધીને એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઈચ્છા કરે છે ?” જંબૂએ જવાબ આપ્યો કે “હે પ્રિયા ! સુધા, તૃષા, મૂત્ર, પુરીષ અને ગાદિકથી પીડા પામતા આ મનુષ્યદેહમાં ઈષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે? કાંઈ નથી.” પછી છઠ્ઠી કનકશ્રી બેલી કે “પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખની વાતો કરવી તે ફિગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભેગજ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું? ખેતરમાં વૃષ્ટિથીજ અન્ન પાકયું હોય તે પછી કુવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે?” કુમારે તેને જવાબ આપ્યો કે “હે પ્રિયા ! તારી બુદ્ધિ બરાબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ઘદર્દીપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જનને હિતકારી થતું નથી, કેમકે સ્વર્ગ તથા મેક્ષને આપનાર એવા આ મનુષ્યદેહને જે માણસો ભેગસુખમાં ગુમાવે છે, તેઓ મૂલધન ખાનારની જેમ પરિણામે અતિશય દુઃખને પ્રાપ્ત થાય છે, માટે હે પ્રિયા ! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્ય જન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરે ન પડે.” પછી સાતમી કનકવતી બોલી કે “હે નાથ! હાથમાં રહેલા રસને ઢળી નાખીને પાત્રના કાંઠા ચાટવા” એ કહેવતને તમે સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy