SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] ૧૧૫ કહેવરાવ્યું હતું. ત્યારે તે આઠેએ કહ્યું હતું કે “આ લોકમાં અથવા તે પરલોકમાં પણ અમારે તે જંબૂકુમારજ સ્વામી છે. શું કુમુદિની ચંદ્ર વિના બીજા વરને કદાપિ ઈચ્છે છે?એમ કહીને તેઓ જ બૂકુમારને પરશું હતી. લગ્ન થયા પછી સ્પૃહા રહિત જબૂકુમાર વાસગૃહ (શયનગૃહ)માં ગયે. ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિત કુમાર વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ નેહ વૃદ્ધિ પામે તેવી આઠ વાર્તાઓ કહી. તેના ઉત્તરમાં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી. હવે તે ઉપદેશને સમયેજ પાંચસો રે સહિત પ્રભવ નામનો રાજપુત્ર અવસ્થાપિની અને તાલેઘાટિની (તાળાં ઉઘાડે તેવી વિદ્યાના પ્રભાવથી જંબૂકુમારના ઘરમાં આવીને ચોરી કરવા લાગ્યો હતો. તે વખતે કઈ દેવતાએ તે સર્વને ખંભિત કર્યા; એટલે પ્રભવે વિચાર્યું કે “આ મહાત્માથી જ હું પરિવાર સહિત ખંભિત થયો છું.” એમ વિચારીને સર્વ સ્ત્રીઓને ઉત્તર પ્રત્યુત્તર આપીને સમજાવતા જંબૂકુમારને તેણે કહ્યું કે “હે મહાત્મા ! હું આ દુખ વ્યાપાર-ચૌર્યકર્મથી નિવૃત્ત થય છું, માટે મારી પાસેથી આ વિદ્યા લ્યો અને તમારી ઑભિની વિદ્યા મને આપો.” તે સાંભળીને જંબૂકુમાર બેલ્યા કે “હું તો પ્રાતઃકાલમાં જ આ ગૃહાદિકના બંધનને ત્યાગ કરીને શ્રીસુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાને છું, મારે તારી વિદ્યાની કોઈ પણ જરૂર નથી. વળી હે ભદ્ર ! મેં કાંઈ તને ખંભિત કર્યો નથી, પણ કઈ દેવતાએ મારા પરની ભક્તિથી તને ખંભિત કર્યો હશે. તેમજ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતું નથી, પણ સમસ્ત અર્થને સાધી આપનારી શ્રી સર્વજ્ઞભાષિત જ્ઞાનાદિક વિદ્યાનેજ ગ્રહણ કરવાને હું ઇચ્છું છું.” એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભાવ બેલ્યો કે “હે ભદ્ર ! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભેગવતા નથી ?” જ બૂકુમારે જવાબ આપ્યો કે “કિપાક વૃક્ષના ફલની જેમ અંતે દારુણ કણને આપનારા અને દેખીતાજ માત્ર મનહર એવા વિષયોને ક્યો ડાહ્યો માણસ ભાગવે? કેઈ ન ભોગવે.” એમ કહી તેણે પ્રથમ મધુબિંદુનું દષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે “તમારે પુત્ર થાય ત્યાર પછી દીક્ષા લેવી યોગ્ય છે, કેમકે પિંડ આપનાર પુત્રરહિતને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી.” તે સાંભળીને જંબૂકુમારે હાસ્ય કરીને કહ્યું કે “જે એમ હોય તો સૂકર, સર્પ, સ્થાન, ગોધા વિગેરેને ઘણા પુત્રો હોય છે, તેથી તેઓ જ સ્વર્ગે જશે, અને બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળનારા સ્વર્ગે નહી જાય.” આ પ્રસંગ ઉપર મહેશ્વર વણિકનું દષ્ટાંત કહી બતાવ્યું. પછી જંબૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બેલી. તેમાં પ્રથમ મોટી સમુદ્રશ્રી બોલી કે “હે સ્વામી ! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીને ત્યાગ કરીને તમે કેમ ચારિત્ર લેવા ઈચ્છે છે ?” જંબૂકુમારે જવાબ આપે કે “વીજળીની જેવી ચપળ લમીને શે વિશ્વાસ? માટે હે પ્રિયે ! તે લક્ષમીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બેલી કે “છએ દર્શનનો મત એ છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હેવાને લીધે ગૃહસ્થાશ્રમીને ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy