SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી વિજ્યપધરિતસ્ત્રીને શણગારવાના પ્રારંભમાં તેના વક્ષ:સ્થલ પર ચંદનના રસથી અંગરાગ કરતું હતું, ત્યાં તેણે મોટા ભાઈને આવેલા સાંભળ્યા એટલે તેને અધ શણગારેલી પડતી મૂકીને તરતજ તે મુનિને વાંદવા આવ્યો. પછી ભવદત્ત મુનિએ ત્યાંથી પાછા વળી ગુરુ પાસે આવતાં નાના ભાઈના હાથમાં ઘીનું પાત્ર આપ્યું. તેમને વળાવવા માટે આવેલા સર્વ સ્વજને થોડે દૂર જઈને અનુક્રમે પાછા વળ્યા; પણ ભવદેવ તો ભવદત્ત મુનિએ કરવા માંડેલી બાલ્યકીડાની વાત સાંભળતા ભાઈની (મુનિની) સાથે જ ચાલ્યો. અનુક્રમે પિતાના ભાઈ સહિત ભવદત્ત મુનિને આવતા જોઈને સર્વ સાધુઓ બહુ આશ્ચર્ય પામ્યા, અને તેમની પ્રશંસા કરવા લાગ્યા કે “અહે ! આ ભવદેવ શું બાલ્યવયમાંજ દીક્ષા લેશે?” પછી ભવદત્ત મુનિ ગુરુને નમીને બોલ્યા કે “આ મારે ભાઈ આપની પાસે દીક્ષા લેવા આવ્યું છે.” ત્યારે ગુરુએ ભવદેવને પૂછયું કે “તારે દીક્ષા લેવી છે?” તે સાંભળી ભવદેવે વિચાર્યું કે “મારા મોટા ભાઈનું વચન મિથ્યા ન થાઓ.” એમ વિચારીને તે બોલ્યા કે “હે ગુરુ ! હું દીક્ષા લેવા માટેજ આવ્યો છું.” તે સાંભળીને ગુરુએ તેને દીક્ષા આપી. અનુક્રમે તે વૃત્તાંત તેના સ્વજનોએ જાણે, એટલે તેઓ ત્યાં આવ્યા, પણ તેણે દીક્ષા લીધેલી દેખીને પાછા ગયા. હવે ભવદેવ મુનિ મોટા ભાઈ (ભવદત્ત મુનિ)ના આગ્રહથી વ્રતનું પાલન કરતો હતું, પણ યોગીના હૃદયમાં પરમાત્માની જેમ તેના હૃદયમાં નાગિલાનું ચિંતન થયા કરતું હતું. કેટલાક વર્ષો પછી ભવદત્ત મુનિ અનશન ગ્રહણ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યારે ભવદેવે વિચાર્યું કે “અહ ભવદત્ત તે સ્વર્ગે ગયા; હવે મારે વ્રતને પાલવા પરિશ્રમ શા માટે કરે? મારા જીવિતને ધિક્કાર છે! કેમકે હું અર્ધી શણગારેલી પ્રાણપ્રિયાનો ત્યાગ કરીને અહીં આવ્યો છું, માટે હવે તે ઘેર પાછો જાઉં.” એમ વિચારીને સંયમથી ભ્રષ્ટ મનવાળે થઈ તે પોતાના નગર તરફ ચાલ્યો. ત્યાં નગરની બહારના બગીચામાં એક વૃદ્ધ સ્ત્રીને બીજી કાંઈક જરા (ઘડપણ) પામેલી સ્ત્રી સાથે જોઈને તેણે પૂછયું કે “હે ડોશી ! આ ગામમાં ભવદેવની સ્ત્રી નાગિલા રહે છે તે કુશળ છે?” તે સાંભળીને કાંઈક જરા આવેલી (ઘડપણને પામેલી) શ્રી નાગિલાજ પિતે હતી. તેથી તેણે ભવદેવને ઓળખીને પૂછયું કે “મુનિ ! શું તમેજ નાગિલાના પતિ છો ?” ભવદેવ બોલ્યો કે “હા, તેજ હું છું. મારા મોટા ભાઈ કાલ કરી સ્વાગે જવાથી ભેગમાં ઉત્સુક એ હું અહી આવ્યો , માટે તું મને નાગિલાના ખબર આપ.” તે સાંભળી નાગિલા બોલી કે “હે મહાત્મા ! હું જ તે નાગિલા છું. મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છે?” ઈત્યાદિ ઘણી સારી રીતે તેને ઉપદેશ કર્યો, તે પણ ભવદેવની આસક્તિ ઓછી થઈ નહી, તેવામાં નાગિલાની સાથે જે વૃદ્ધ સ્ત્રી (સખી) હતી તેના પુત્રે ત્યાં આવીને કહ્યું કે “હે માતા ! એક વાસણ લાવે, એટલે મેં પ્રથમ ખાધેલી ખીર હું તેમાં એકી કાઢું. મારે આજ જમવાનું નેતરું આવ્યું છે, માટે હું ત્યાં જઈને જમી આવીશ. પછી જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું એકી કાઢેલી ખીર ફરી ખાઈશ.” તે સાંભળીને તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy