SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની અને સુસ્થિત મુનિ વગેરેના દ્રષ્ટાંત સહિત સાધુ જીવનની બીના કહી છે. તેમાં પ્રસંગાનુપ્રસંગે કાર્યોત્સર્ગાદિની પણ ખાસ જરૂરી હકીકતો વર્ણવી છે. અને શ્રીમહાબલ રાજર્ષિએ અંત સમયે કરેલી આરાધના વિસ્તારથી સમજાવીને કહ્યું કે-તે રાજર્ષિ સાધુ જીવનમાં વિશસ્થાનકાદિ તપશ્ચર્યાની સાતિવકી આરાધના કરીને વિવિમાન જયંતવિમાન) નામના અનુત્તર વિમાનમાં મહદ્ધિક દેવ થયા. આ રીતે ૧૩ સ્થાનકે (દ્વારે) ગે ઠવીને બે ભવની હકીકત જણાવ્યા બાદ ૧૫૭ દ્વારોથી અંતિમ તીર્થંકરના ભવની શરૂઆત થાય છે. તેમાં ૧૧ થી ૨૩ માં લોક સુધીના ૧૩ લોકોમાં અયોધ્યા નગરી, સંવર રાજા, સિદ્ધાર્થ રાણી, શુભ અશુભ સ્વપ્નોના શુભ-અશુભ ફલો વગેરે હકીકત ચ્યવન કલ્યાણકનું વર્ણન કરતાં જણાવી છે. પછી ૨૪ થી ૩૬ મા સુધીના ૧૩ શ્લોકમાં જન્મની બીના જણાવવાના પ્રસંગે પ્રભુશ્રી અભિનંદન સ્વામીની દિકકુમારિકા-ઇંદ્રાદિ-સંવર રાજાએ કરેલ ભક્તિભાવ ગર્ભિત સૂતિકર્મ–જન્મમહોત્સવ–૨૫૦ અભિષેક-૧ કરોડ ૬૦ લાખ કલશોની સંખ્યા લાવવાને ઉપાય, પ્રભુનું “શ્રી અભિનંદન સ્વામી” નામ પાડવાનાં બે કારણે તથા વંશ ગૌત્રાદિની બીના સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી ૩૭ મા શ્લોકથી ૪ર મા શ્લોક સુધીના ૬ શ્લોકમાં પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, રાજ્યકાલ, તથા લોકાંતિક દેવેની વિનંતિનું વર્ણન કરીને ૪૩ માં થી ૪૯ મા લોક સુધીના ૭ શ્લોકમાં પ્રભુની દીક્ષા, છદ્મસ્થાવસ્થા વગેરે હકીકત સ્પષ્ટ રીતે સમજાવી છે. ૫૦ મા શ્લોક થી ૫૭ સુધીના ૮ શ્લોકમાં પ્રભુને પ્રકટ થયેલ કેવલજ્ઞાન, ઈદ્ર કરેલી સ્તુતિ વગેરે હકીકત સમજાવીને ૫૮મા શ્લોકથી ૧૦૧મા લોક સુધીના ૪૪ લોકોમાં કેવલજ્ઞાની પ્રભુની અભિનંદન સ્વામીની પ્રથમ દેશનાની શરૂઆતથી માંડીને અંતે બલિ વિધાન સુધીનું વર્ણન સ્પષ્ટ રીતે કર્યું છે. તેમાં યોગ્ય પ્રસંગનુપ્રસંગે વિવિધ દષ્ટાંતો સાથે આયુષ્યના ભેદ, આયુષ્ય ઘટવાનાં કારણો, શ્રીદત્ત શેઠના દૃષ્ટાંત સહિત સંસારની અસારતા, સગર ચક્રવર્તિના પુત્રોના ઉદાહરણ સહિત અશરણ ભાવનાનું યથાર્થ સ્વરૂપ, સત્ય શરીરનું સ્વરૂપ વગેરે હકીક્ત વિસ્તારથી સમજાવી છે. પછી ૧૦૨ લોકથી ૧૦૭ મા લેક સુધીના ૬ કલેકે માં શ્રીવજીનાભ ગણધરની દેશના, અને ૧૦૮ મા કલેકથી ૧૧૮ મા લેક સુધીના ૧૧ લોકેમાં પ્રભુશ્રી અભિનંદન સ્વામીના અતિશય, યક્ષાદિ પરિવાર, નિર્વાણદિન વગેરે બીના જણાવીને, ૧૧૯–૧૨૨ સુધીના ૪ કલેકમાં શ્રી અભિનંદન સ્વામીના કુમારાવસ્થાદિનો કાળ, સંપૂર્ણયુષ્ય, આંતરૂં વગેરે ૧૭૦ મા સ્થાનક સુધીની બીના સ્પષ્ટ રીતે વર્ણવી છે. પછી ૧૨૩-૧૨૬ સુધીના ૪ લોકમાં તીર્થકર દેવેના જીવન-દેશના વગેરેનું અલૌકિક તાવ વગેરે હકીકતે વર્ણવીને ૧૨૭–૧૩૨ સુધીના દુકેમાં હિતશિક્ષા, ગ્રંથરચનાના દિન, સ્થાન, ભાવિ ભાવના વગેરે બીના જણાવવા પૂર્વક ચોથો ભાગ પૂર્ણ કર્યો છે. પાંચમા ભાગમાં શ્રી સુમતિનાથ તીર્થકરની દેશના વગેરે અપૂર્વ હકીક્તોને જણાવનારા મૂલ ૧લ્પ લેકે છે. તેમાંના શરૂઆતના ૧૪ લેકમાં કમસર મંગલ, ચાર અનુબંધ, શ્રી સુમતિનાથ પ્રભુના ત્રણ ભામાંના પહેલા ભવમાં પ્રભુશ્રી સુમતિનાથ તીર્થંકર પુરૂષસિંહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy