SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના પૂર્ણ થયા પછી શેષ વિધિ કહીને શ્રીચારૂ ગણધર મહારાજે બીજી પિરિષીમાં આપેલી દેશનાનું વર્ણન (૧૮૯ થી ૧૯૭ સુધીના ૮ લોકમાં) કરતાં પ્રસંગાનુપ્રસંગે શ્રીજિન ધર્મની પરમ ઉલ્લાસથી આરાધના કરનારા પુણ્યશાલી ને થતી સાત પ્રકારની વૃદ્ધિનું સ્વરૂપ, સ્થિરતાથી ધર્મારાધન કરવાથી થતા લાભનું વર્ણન કરતાં રતિસુંદરીનું દષ્ટાંત, તૃપ્ત જીવનનું સ્વરૂપ વર્ણવતાં બુદ્ધિસુંદરીનું દષ્ટાંત, ગુણસુંદરીના દષ્ટાંત સાથે લિપ્ત અલિપ્ત જીવાદિનું સ્વરૂપ, ધર્મના પ્રભાવાદિને જણાવતાં મંગળકુંભનું દષ્ટાંત, અજયણાદિનું વર્ણન કરતાં સુજજસિરિનું તથા લક્ષમણ સાધ્વીનું ઉદાહરણ, આલેચનાની દુર્લભતા અને સ્વરૂપ જણાવવાના પ્રસંગે દુર્લભ પંચકનું રહસ્ય, પંચાખ ભાર વાહકના અને અરણિક મુનિના દjત સાથે વિનય વગેરે ગુણોનું યથાર્થ સ્વરૂપ, પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ, અમરદત્ત મિત્રાનંદની બીના સહિત ક્રોધના કડવા ફનું, અને ક્ષમા ગુણના પ્રભાવાદિનું સ્વરૂપ, મૃગાપુત્રના દષ્ટાંત સહિત ઉપશમ ગુણનું સ્વરૂપ, અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રીજૈનેન્દ્ર શાસનના પ્રભાવાદિનું વર્ણન, શૈલક રાજર્ષિના દૃષ્ટાંત સહિત પ્રમાદી જીવનનું અને અપ્રમાદી જીવનનું વર્ણન કરતાં કાર્તિકી પૂનમના મહિમા ગર્ભિત દ્રાવિડાદિનું જીવન, અનંત તીર્થકર ગણધર સમલંકૃત શ્રીસિદ્ધાચલ તીર્થનું વર્ણન, આલેચક છવાદિનું સ્વરૂપ જણાવતાં જ્ઞાનાચારાદિ પાંચે આચારની આરાધના કરતાં અનાભેગાદિ કારણે લાગતા પ્રાયશ્ચિત્તાદિનું સ્વરૂપ વગેરે, પ્રસંગે માતંગ પુત્રનું દષ્ટાંત, વિબુધસિંહસૂરિના દષ્ટાંતે પ્રાયશ્ચિત્તાદિ સહિત અણુવ્રત્તાદિનું સ્વરૂપ, રજા સાધ્વીના ઉદાહરણ સહિત મૃષાવાદનું સ્પષ્ટ વર્ણન, દષ્ટાંત સહિત સ્વાધ્યાયનું યથાર્થ સ્વરૂપ, વગેરે હકીકત પણ સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી ૧૯૮ થી ૨૭૧ સુધીના ૭૩ કેમાં શ્રીષભદેવાદિ ત્રણ તીર્થકરોના ૧૭૦ દ્વારા વર્ણવીને ર૭૨ મા લેકમાં ૬ દષ્ટાંતથી મહાપ્રભાવિક, પંચમંગલ મહાશ્વત સ્કંધ, ચૌદ પૂર્વેના સાર શ્રી નમસ્કાર મહામંત્રનું ટૂંક સ્વરૂપ પ્રભાવ જાવિધિ વગેરે બીના બહુજ સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી ૨૭૩-૩૭૬ સુધીના કેમાં શ્રીચારૂ ગણધરની દેશના પૂરી કરીને ર૭૭–૨૭૮ શ્લોકમાં પ્રભુશ્રી સંભવનાથના નિર્વાણની બીના જણાવી છે. પછી ૨૭૯ થી ૨૮૨ સુધીના ૪ શ્લોકમાં શ્રીતીર્થકર દેના જીવનનું અપૂર્વ રહસ્ય જણાવીને ૨૮૩ મા શ્લોકમાં ભવ્ય જીવને હિત શિક્ષા દઈને ૨૮૪ થી ૨૮૮ સુધીના પાંચ લોકેમાં ગ્રંથની પૂર્ણતા, રત્નની ખાણ જેવા શ્રીસંઘના કલ્યાણને સૂચવનારી શુભ ભાવના, ગ્રંથરચનાની તિથિ વગેરે અંતિમ વર્ણન કરવા સાથે ત્રીજો ભાગ પૂરે થાય છે. હવે ચેથા ભાગના ૧૩૨ શ્લોકેમાંના શરૂઆતના પહેલા શ્લોકમાં મંગલ, ચાર અનુબંધ વગેરે બીના કહીને બીજા શ્લોકમાં ચોથા તીર્થકર શ્રીઅભિનંદન સ્વામીના સમ્યકત્વ લાભથી ત્રણ બે જણવ્યા છે. તેમાં પશ્ચાનુપૂર્વીના ક્રમે આ શ્રીઅભિનંદન સ્વામી ત્રીજા ભવમાં મહાબલ નામના રાજા હતા. ૩-૧૦ સુધીના ૮ શ્લોકમાં આ શ્રીમહાબલ રાજાનું વર્ણન કરતાં અનુક્રમે રેહક અને રત્નચૂડના દષ્ટાંત સહિત શ્રાવક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy