________________
રરાના ચિંતામણિ ]
૮૯૧
શુદ્ધ ચિતન્ય સ્વરૂપ એટલે નિજ ગુણાનંદી. આ બે અર્થો જરૂર યાદ રાખવા જોઈએ. તથા અન્ય ધમીઓ એમ માને છે કે-બ્રહ્મા રજો ગુણ હોવાથી જગતને ઉત્પન્ન કરે છે. હે પ્રભુ! આપ તો અરાજસ એટલે રજોગુણી નથી, તો પછી તમને બ્રહ્મા જેવા કઈ રીતે માનવા? આવા વિરોધને દૂર કરવાના અભિપ્રાયથીજ ઈદ્ર સ્તુતિ કરતાં જણાવ્યું કે--હે પ્રભુ! આપ અરાજસ છે એટલે રજોગુણી નથી, અથવા કમરૂપી ધૂળને નાશ કરનારા છે, અને બ્રહ્મરૂપ છે એટલે આત્મ સ્વરૂપમાં રમણ કરનારા છે. ૧૨૧ યુગલિયાના ક્ષેત્ર કેરા કલ્પવૃક્ષો મેક્ષને,
ના કદી આપી શકે તે મેક્ષ દાયક આપને તેથી અધિક લોકેત્તરામર વૃક્ષ માનું દાસને,
મેક્ષ ફલ ઝટ આપજે તસ હેતુ માનવભાવને. ૧૨૨ સ્પષ્ટથ–દેવકુ ઉત્તરકુરુ વગેરે યુગલિયાના ૩૦ ક્ષેત્રે છે. જે ત્રીસ અકર્મભૂમિ કહેવાય છે. જે ક્ષેત્રમાં આવેલા દશ પ્રકારના કલ્પવૃક્ષે તે યુગલિકેને અનેક પ્રકારની ઈશ્કેલી ભેગની સામગ્રીને આપે છે. પરંતુ તે કલ્પવૃક્ષે મેક્ષને કદાપિ આપી શકતા નથી, ને તમે તો મેક્ષ સુખને પણ આપવાને સમર્થ છે. તેથી હું આપને તે કલ્પવૃક્ષથી પણ અધિક એટલે કેર કલ્પવૃક્ષ જેવા માનું છું. તેથી આપની પાસે માગણી કરું છું કે હે પ્રભુ! આ તમારા દાસને તે મક્ષ ફલ જલદી આપજે. અને હું ચાહું છું કે આપના પસાયથી તે મેક્ષ ફળ મેળવવામાં કારણરૂપ મનુષ્ય ભવને પામું. કારણકે મનુષ્ય ભવ સિવાય બીજા કોઈ ભવમાંથી સીધું મેક્ષમાં જવાતું નથી. ૧૨૨ નિઃસંગ નિર્મમ વિશ્વપાલક દેવના પણ દેવ છો,
મધ્યસ્થ કરૂણુંવંત પ્રભુ ! આ દાસને આધાર છે; આજ દિન ધન્ય માનું ધન્ય ક્ષણ પણ આજને,
- ભવસિંધુ પાર પમાડ ઈમ ભાવ નિશ્ચલ દાસન. ૧૨૩
સ્પાઈ–વળી હે પ્રભુ! આપ સર્વ પ્રકારના સંગને ત્યાગ કર્યો છે માટે આપ નિઃસંગ અથવા સંગ રહિત છે. તથા વિશ્વપાલક એટલે જગતના જીવોનું રક્ષણ કરનાર છે. વળી તમો દેવના પણ દેવ છે, કારણકે ઈન્દ્રો પણ તમને નમસ્કાર કરે છે. વળી તમે માધ્યસ્થ ભાવને ધારણ કરે છે અને કરૂણાવંત એટલે દયાવાળા છે. હે પ્રભુ! હું જે આપને દાસ છું તેને તમે આધાર રૂપ છે. મારો આજનો દિવસ હું ધન્ય માનું છું. તેમજ આ ક્ષણ પણ ધન્ય છે કે જે દિવસે અને જે ક્ષણે આપનું દર્શન થયું છે. આ આપના દાસની એવી નિશ્ચલ ભાવના છે કે તમે મને આ સંસાર સમુદ્રને પાર પમાડજો. ૧૨૩ ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org