________________
( શ્રી વિજયપાસરિકા
પ્રભુની દેશના કેવી છે તે જણાવે છે – ઈમ સ્તવી હરિ વિરમતા પ્રભુ વિશ્વના ઉપકારની,
શુભ ભાવનાથી આપતા વર દેશના હિતકારિણી આત્મરૂપ દેખાડવા આદર્શ જેવી દેશના
સ્વાભાવિક ગુણપૂર્ણતા દેનાર પ્રભુની દેશના. ૧૨૪ સ્પષ્ટથી—એ પ્રમાણે શ્રી સંભવનાથ પ્રભુની સ્તુતિ ઈન્દ્ર મહારાજે પૂરી કરી. ત્યાર પછી પ્રભુએ વિશ્વના ને ઉપકાર કરવાની શુભ ભાવનાથી પ્રાણીઓને હિત કરનારી ઉત્તમ દેશના આપી. પ્રભુની દેશના કેવી છે તે જણાવતાં કહે છે કે આત્માનું સ્વરૂપ કેવું છે? તે નિત્ય છે કે અનિત્ય છે ? રૂપી છે કે અરૂપી છે? વગેરે પદાર્થોને જણાવવાને માટે આદર્શ એટલે ચાટલા જેવી પ્રભુની દેશના છે. જેમ ચાટલામાં વસ્તુનું જેવું હોય તેવું સ્વરૂપ જણાય છે તેવી રીતે આ દેશનાથી પણ જીવાદિકનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. વળી પ્રભુની દેશના સ્વભાવિકી એટલે આત્મામાં સ્વભાવથી રહેલા ગુણની પૂર્ણતાને કરાવનારી હોય છે. ૧૨૪
દેશનાની શરૂઆતમાં મનુષ્ય ભવનું દુર્લભપણું ચાર શ્લોકમાં જણાવે છે – હે ભવ્ય જી! બહુજ દુર્લભ ભવ મનુજને જાણીએ,
પ્રબલ પુણ્ય પામીએ તે ન પ્રમાદે હારીએ, દીર્ઘ કાલે પણ ફરી મળવોજ દુર્લભ એહ છે,
એળે ગયેલો એક ક્ષણ પાછે કદી ન પમાય છે. ૧૨૫ સ્પષ્ટાર્થ – હે ભવ્ય છે! આ મનુષ્યનો ભવ મેળવો ઘણે જ દુર્લભ છે એમ જાણજો. કારણ જ્યારે ઘણાં પ્રબલ પુણ્યને ઉદય થાય છે ત્યારેજ આ મનુષ્ય ભવ મળે છે. માટે ઘણું મહેનતે મળેલ આ મનુષ્ય ભવને પ્રમાદ એટલે આળસુ બનીને નકામો હારી જશે નહિ. આ મનુષ્ય ભવ ઘણા લાંબા કાળે પણ ફરીથી મેળવો ઘણો મુશ્કેલ છે. અને આ મનુષ્ય ભવની નકામી ગુમાવેલ એક પળ પણ પાછી મેળવી શકાતી નથી. કારણ કે કાળ તો તેના સ્વભાવ પ્રમાણે ચાલ્યો જાય છે. એવું જાણીને આ મનુષ્ય ભવને તમે ફેગટ ગુમાવી દેશે નહિ. ૧૨૫ કેડ રત્નથીય દુર્લભ અતિશયે નરભવતણે,
એક પણ ક્ષણે આ વિષે કરજે વિચાર તમે ઘણે અન્યને દઈ કોડ રત્ન કેઈ “મુજ ગતસમયને,
લાવી આપે ઈમ કહે શું લાવી દેશે સમયને? ૧૨૬ સ્પષ્ટથી–આ મનુષ્ય ભવની એક ક્ષણ પણ બદલામાં) ક્રોડે રત્નોને આપવા છતાં પાછી મેળવવી દુર્લભ છે. માટે તમે આ મનુષ્ય ભવની બાબતમાં ઘણે વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org