________________
નાચિંતામણિ ] તુજ સ્વરૂપની ચિંતનામાં લીન મન મુજ નિત રહે,
એજ સાચી માગણી મુજ એમ હરિ પ્રભુને કહે પ્રભુ તણા સાન્નિધ્યને સ્મરતા સુરેશ સ્વર્ગમાં,
- સંચય બીજે દિને નૃપ સુરેન્દ્રદત્તના મહેલમાં. ૧૦૬ સ્પા–મારું મન હંમેશાં તમારા સ્વરૂપની વિચારણામાં લીન રહે અથવા આસક્ત રહે એટલે હું તમારા ગુણ સંભાળ્યા કરૂં એવી મારી ખરા હૃદયની આપની પાસે માગણી છે. એ પ્રમાણે ઈન્દ્ર મહારાજે પ્રભુની આગળ સ્તુતિ કરીને માગણી કરી, ત્યાર પછી પ્રભુના સાન્નિધ્યને સ્મરણ કરતા એટલે પ્રભુની પાસે રહીને મેળવેલા અપૂર્વ આત્મિકાનંદને યાદ કરતા બધા ઈંદ્રો સ્વર્ગમાં પિત પિતાના સ્થાનકે ગયા. એ પ્રમાણે દીક્ષા મહોત્સવ પૂરે થયો. ત્યાર પછી બીજે દિવસે શ્રીસંભવનાથ પ્રભુ સુરેન્દ્રદત્ત રાજાના મહેલમાં ગયા. ૧૦૬
પ્રભુ સુરેન્દ્રદત્ત રાજાના ઘેર છÇ તપનું પારણું કરે છે તે વાત બે લેકમાં જણાવે છે – છ તપના પારણે પ્રભુજી જતા નૃપ દેખતા,
ખુશી થતા ઉભા થઈને નાથપદને વંદતા હે પ્રભે! પરમાન્ન લઈ તારે મને ઈમ બેલતા,
નાથ જાણી શુદ્ધ તેને હસ્તપાત્રે વહેરતા. ૧૦૭ સ્પષ્ટાર્થ –પ્રભુ છે તપનું પારણું કરવાને માટે સુરેન્દ્રદત્તના મહેલમાં ગયા. તે વખતે પ્રભુને આવતા દેખીને તે રાજા ઘણા ખુશી થયા ને ઉભા થઈને સામે જઈને પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી રાજાએ પ્રભુને વિનતિ કરી કે હે સ્વામી! આ પરમાન્ન એટલે ખીર હોરીને (લઈને) મારો ઉદ્ધાર કરે. તે વખતે સ્વામીએ તે શુદ્ધ આહાર છે એવું જાણીને પિતાના હસ્ત એટલે હાથ રૂપી પાત્રમાં તે ખીરે ગ્રહણ કરી. તીર્થંકર દેવે પાત્રા રાખતા નથી. પરંતુ જ્યારે ભિક્ષા ગ્રહણ કરે ત્યારે પિતાના હાથમાં જ ભિક્ષા ગ્રહણ કરે છે. ૧૦૭ દેનારને કલ્યાણ કારણ પ્રાણધારણ પારણું,
કરતા જિનેશ્વર દિવ્ય પાંચ થાય પ્રભુપુયે ગણું; સૂપ પીઠ બનાવતા તે સ્થાનકે ત્રણ કાલમાં,
પૂજા કરે તે ચાલુ ભવમાં મ્હાલતા શિવ મહેલમાં. ૧૦૮ સ્પદાર્થ–પ્રભુને પારણું કરાવનાર એટલે સુપાત્રદાન દેનારને તે પારણું કલ્યાણકારી થાય છે. અથવા પ્રભુ જેને ત્યાં પારણું કરે તે આત્માનું પણ કલ્યાણ થાય છે. પ્રભુએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org