________________
|| શ્રી વિપરિતલેક પ્રભુને દેખતા ને અન્યને દેખાડતા,
હર્ષ પામે નમત જનને નાથ બહુ આનંદતા. ૯૮ સ્પષ્ટાઈ :–તે પાલખીને દેવો તથા મનુષ્ય ઉપાડે છે. તે વખતે અનેક પ્રકારનાં માંગલિક વાજાં વાગે છે, કેટલાક લોકો ગાયને ગાય છે. કેટલાક લોક નૃત્ય કરે છે. કેટલાક માણસે પ્રભુની સ્તુતિ કરે છે અને મંગલ ગીત ગાય છે. એ પ્રમાણે પ્રભુની દીક્ષાને વરઘેડે રસ્તા ઉપર થઈને જાય છે. તે વખતે રસ્તાની બંને બાજુ લોકે પ્રભુને જેવાને ભેગા થાય છે. પાલખી નજીક આવે છે ત્યારે લોકે પ્રભુને જુવે છે અને બીજાને પાલખીમાં બેઠેલા પ્રભુ દેખાડે છે. પ્રભુને જોઈને લોકે નમસ્કાર કરે છે. અને ઘણે હર્ષ પામે છે. ૯૮ એમ નગરીમાં ફરી સહસ્ત્રાગ્ર વનમાં આવતા,
પાલખીમાંથી ઉતરતા ભૂષણાદિક છંડતા; વસ્ત્ર ખંભે ધારતા પ્રભુ છે તપને સાધતા,
માગશરની પૂર્ણિમાએ મિથુન મૃગશીષ થતા. ૯૯ સ્પષ્ટથ—એ પ્રમાણે પ્રભુને દીક્ષાને વરઘોડો આખી નગરીમાં ફરીને નગરીની બહાર આવેલા સહસ્ત્રાસ્ટ્ર નામના વનમાં આવી પહોંચ્યું. ત્યાર પછી પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યા, તે પછી પ્રભુ શરીર ઉપર પહેરેલા વસ્ત્ર તથા આભૂષણોને ત્યાગ કરીને એક દેવદૂષ્ય વસ્ત્ર ખભા ઉપર ધારણ કરે છે. આ રીતે છે? તપવાળા પ્રભુ શ્રી સંભવનાથ જ્યારે મિથુન રાશિ અને મૃગશીર્ષ નક્ષત્રને ચંદ્રની સાથે લેગ વર્તતો હતો, તેવા શુભ દિવસે સંયમ ગ્રહણ કરે છે. વગેરે આગળના શ્લોકમાં જણાવે છે. ૯ દિવસ અંતિમભાગમાં પશ્ચિમ વયે જિમ કલેશને,
તિમ પંચ મુછી લોચ કરતા ક્ષીર જલધિમાં તેહને ઈં ઠવીને આવતા ઘોંઘાટને અટકાવતા,
સહસ નૃપ યુત નાથજી ચારિત્રને સ્વીકારતા. સ્પષ્ટાર્થ –તે માગસર સુદ પૂનમના દિવસના પાછલા ભાગમાં પાછલી વયમાં જેમ કલેશને ત્યાગ કરે તેમ પ્રભુ પિતાના હાથે પાંચ મુષ્ટિ લોન્ચ કરે છે. તે પ્રભુના કેશને ઈન્દ્ર મહારાજા પિતાના ઉત્તરાસંગના છેડામાં ગ્રહણ કરીને ક્ષીર સમુદ્રમાં પધરાવીને આવે છે. પછી તે (ઇ) લોકોના કોલાહલને શાંત કરે છે. તે વખતે પ્રભુ પિતાના હાથે વિધિપૂર્વક દિક્ષા ગ્રહણ કરે છે. તેમની સાથે હજાર રાજાઓ પણ ચારિત્રને ગ્રહણ કરે છે. ૧૦૦
હવે ૬ શ્લોકમાં ઈન્દ્ર મહારાજ પ્રભુની સ્તુતિ કરે છે તેનું વર્ણન કરે છે–
૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org