________________
[ શ્રી વિજયપસ્થિત સ્પષ્ટાર્થ– એ પ્રમાણે અજીતનાથ પ્રભુની સ્તુતિ કરીને સર્વે સુરવર એટલે ઈન્દ્રો આઠમા નંદીશ્વર નામના દ્વીપને વિષે ગયા. તથા ત્યાં આવેલા અંજનાચલ વગેરે પર્વતને વિષે આનંદ પૂર્વક માટી ધામધૂમથો અઠ્ઠાઈ મહોત્સવ કરીને સઘળા દેવ પિતાના સ્થાનકે ચાલ્યા ગયા સગર રાજા પણ ગળા ગિરાએ એટલે વાણુ વડે કરીને બે હાથ જોડીને પ્રભુની સ્તુતિ આ પ્રમાણે કરે છે કે-હે પ્રભુ! જીવન કમલ એટલે આ સંસાર રૂપી કમ લને વિકવર કરવાને માટે અથવા બેધ પમાડવાને માટે દિનેશ એટલે સૂર્ય જેવા આપ વિજયને પામે. ૧૦૭ જેમ શેભે મેદિની ચારે વિશાલ સમુદ્રથી,
વિશ્વ બાંધવ! તેમ શેભે આપ ચારે જ્ઞાનથી; કર્મ વૃક્ષ ઉખેડવાને તીક્ષણ અસિ સમ આપે છે,
'શિવ માર્ગ દર્શક શ્રેષ્ઠ ગુણ પરિવારના ધરનાર છે. ૧૦૮ ૫બ્દાર્થ – હે વિશ્વ બાંધવ ! એટલે જગતના લોકોને સહાય કરવામાં ભાઈ સમાન, જેમ ચાર મોટા સમુદ્રો વડે આ પૃથ્વી શેલે છે તેમ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવઝાન એ ચાર જ્ઞાન વડે આપ સાહેબ શોભો છે, જેમ તરવાર વડે વૃક્ષ ઉખેડી નખાય છે તેમ કર્મરૂપી વૃક્ષને ઉખેડવાને માટે તમે તીણ તરવાર સમાન છે. વળી શિવમાર્ગ એટલે મોક્ષ માર્ગના દેખાડનાર આપશ્રીજી છે. વળી ઉત્તમ ગુણવંત મુનિવરોના પરિવારને ધારણ કરનારા આપશ્રીજી છો. ૧૦૮
અંતરાત્મા સર્વના છે આપ જગના હિતકરા;
નિર્લેપ શુદ્ધ સ્વરૂપ પ્રભુ! તજતા કષાયો આકરા પૂર્વની સમતા થકી સમતા વધારે નિર્મલી,
હાલ, વાર્ષિક દાન આમુખ અભય નાટકનું વલી. ૧૦૯ ૫બ્દાર્થ – હે પ્રભુ! આપ સઘળા જીના અંતરાત્મા છે, કારણ કે તમે તેઓની સુખની ઈચ્છાને જાણનાર છો અને તેમને સુખને ઉપદેશ આપનાર છે. વળી તમે જગતના જીનું ભલું કરનારા છે. વળી તમે કમલની જેમ નિર્દોષ છે. જેમ કમલ કાદવ અને પાણીમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ તે બંનેને ત્યાગ કરીને તે નિર્લેપ રહે છે. તેમ તમે પણ રાગાદિના લેપથી રહિત છે વળી તમે શુદ્ધ સ્વરૂપના ધારક છે. કારણ કે આત્માના જ્ઞાનાદિ ઉત્તમ ગુણે તમારે વિષે શુદ્ધપણે પ્રગટ થયા છે. વળી આકરા એટલે દુઃખદાયી કષાયે જેના ક્રોધ માન માયા અને લોભ એ ચાર પ્રકારો છે તેને આપશ્રીજીએ ત્યાગ કર્યો છે અથવા કષાય રહિત આપે છે. વળી હાલમાં આપને સમતા ભાવ પ્રથમના સમતા ભાવથી પણ ચઢીયાત છે. વળી આપે આપેલું વાર્ષિક દાન અભયદાન દેવા રૂપી નાટકના આમુખ એટલે પ્રસ્તાવના જેવું હતું. ૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org