________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] ધન્ય તે દેશાદિને જ્યાં ખશ કરતા ભવ્યને,
વિચરશો પ્રભુ! આપ દેજે લાભ દર્શનનો મને; આપ વિણ શમશાન જેવું રાજમંદિર લાગશે,
પૂજ્યને જોયા વિના ખાવું હવે કિમ ભાવશે. ૧૧૦ સ્પષ્ટાથે--હે પ્રભુ ! ભવ્ય જીવોને ખુશી કરતા આપશ્રીજી જે દેશ, નગર, ગામ વગેરે ઠેકાણે વિહાર કરશે તે દેશ વગેરેને ધન્ય છે. વળી મને પણ આપના દર્શનને લાભ વારંવાર આપજે. અથવા આ તરફ પણ વિહાર કરતા કરતા આપશ્રીજી જરૂર પધારજે. હવે આપના વિના આ રાજમહેલ વગેરે પણ મને મશાન જેવા લાગશે. અથવા જેમ સમશાનમાં માણસને એકલું રહેવું ગમતું નથી, તેમ આપના વિના મહેલમાં રહેવાનું મને પણ ગમશે નહિ. વળી હવે પૂજ્ય એવા આપના મુખ કમલને જોયા સિવાય મને ખાવાનું પણું શી રીતે ભાવશે. અથવા આપના સિવાય મને ખાવાનું પણ ભાવશે નહિ. ૧૧૦
પ્રભુએ બ્રહ્મદર રાજાને ત્યાં પારણું કર્યું તે પ્રસંગે પ્રગટેલાં પાંચ દી વગેરેનું સ્વરૂપ ચાર લોકોમાં જણાવે છે – ઈમ કરી સ્તવના નમી નૃપ સગર નગરીમાં જતા,
દેવ દુષ્ય ખભા વિષે જીવતાં લગી પ્રભુ રાખતા; ખીરથી બીજે દિને ત્યાં બ્રહ્મદત્ત નરેશ્વર,
પારણું છટ્રનું કરાવ્યું ધન્યની આશા ફલે. ૧૧૧ સ્પષ્ટાર્થ_એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને સગર રાજા પ્રભુને નમીને વિનીતા નગરીમાં પાછા ફર્યા. ઈન્ડે આપેલું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુએ જીવતાં લગી પિતાના ખભા ઉપર રાખ્યું હતું. બીજે દિવસે ત્યાં બ્રહ્મદત્ત નામના રાજાએ પ્રભુને ક્ષીર વડે છે તપનું પારણું કરાવ્યું. પ્રભુને પારણું કરાવવાની ઈચ્છા તે ઘણને થાય છે, પરંતુ જે ધન્ય પુરૂષ હેય તેમની જ આશા ફળીભૂત થાય છે. ૧૧૧ પંચ દિવ્ય પ્રગટતા સુર દાનને અનુમેહતા,
ત્રીજે ભવે દેનાર નિયમા મુક્તિ પદને સાધતા દાન લેતા ભવ્ય જીવે તેમ એહ કરાવતા,
ના અભવ્ય શુભ પદાર્થો સત્તતીસ કદિ પામતા. ૧૧૨ સ્પષ્ટાથે--જ્યારે પ્રભુએ બ્રહ્મહત્ત રાજાને ઘેર પારણું કર્યું, ત્યારે ત્યાં પાંચ દીવ્યે પ્રગટ થયાં. તે પાંચ દી આ પ્રમાણે –સાડી બાર કોડ સેનૈયાની વૃષ્ટિ ૧, ઉંચી જાતના વસ્ત્રોની વૃષ્ટિ ૨, દુંદુભિને ધ્વનિ ૩, સુગંધી જળની વૃષ્ટિ ૪, તથા પાંચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org