________________
દશના ચિંતામણિ ભાગ બીજો ]
સ્પષ્ટાથે--આપની સંસાર સ્થિતિ એટલે સંસારને વ્યવહાર પણ ઘણે આશ્ચર્ય ઉપજાવનાર છે. કારણ કે ચનયની એટલે ચર્મચક્ષુવાળા આ સંસારના છે તમારા
જ્યને એટલે જનને તથા નિહારને એટલે ઝાડા અને પેશાબને જોઈ શકતા નથી. આજે મારા પરમ પુણ્યના ઉદયથી મને આપની સેવા કરવાને અવસર મળે, તેથી મારા આ દેવભવને પણ હું ધન્ય માનું છું. અને આ અવસર મને ભવોભવમાં મળજે એવી મારી ઇચ્છા છે. કારણ કે અમને દેવેને તે એડ એટલે આપની ભક્તિને પ્રસંગ તેજ હિતની તક એટલે આત્મકલ્યાણ કરવાને ઉત્તમ અવસર છે. તાત્પર્ય એ કે પ્રભુના આવા કલ્યાણકોના પ્રસંગો તથા જિનપૂજાદિ સાધન સિવાયના કાલે દેવો પ્રાયે પોતાના પુણ્યથી મેળવેલ દિવ્ય ભેગે ભેગવવામાં આસક્ત રહે છે, એટલે તેમનાથી બીજું ધર્મકાર્ય બની શકતું નથી. પર હવે સૌએ કરેલી પ્રભુની સ્તુતિ પાંચ ગાથાઓમાં જણાવે છે – જાળવીગારવ પરસ્પર ઈદ્ર બાસઠ ઈમ કરે,
સિધર્મ અધિપતિ ચાર વૃષભે સ્નાત્રને છેવટ કરે; ઉચ્ચરી શકસ્તવનને ચિત્તના બહુ માનથી,
હાથ જોડી અજિત પ્રભુની સ્તુતિ કરંતા રંગથી. પ૩ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે અશ્રુતપતિએ સ્તુતિ કર્યા પછી બાકીના ઇન્દ્રોમાંના સૌધર્મેન્દ્ર સિવાયના બાસઠ ઈન્દ્રો પણ પરસ્પર ગૌરવ જાળવી એટલે પિત પિતાની મોટાઈને અનુસારે અનુક્રમે અભિષેક સ્તુતિ વગેરે કરે છે. છેવટે સૌધર્મેન્દ્ર પણ ચાર વૃષભ એટલે સ્ફટિકમય બળદના રૂપ વિકુવીને તેના આઠ શીંગડામાંથી નીકળતી જળની ધારાવડે. સ્નાત્ર કરે છે. પછીથી શકસ્તવન એટલે નમુશ્કેણું મનના બહુ માનથી બલીને બે હાથ જોડીને બીજા શ્રી અજીતનાથ તીર્થકરની અતિ આનંદપૂર્વક નીચેના કેમાં જણાવ્યા પ્રમાણે સ્તુતિ કરે છે. પ૩ પુણ્યવલ્લી સિંચવાને મેઘ સમ પ્રભુ વિશ્વમાં,
જિમ નદી નગથી અવતર્યા વિજયથી તિમ ભુવનમાં, જેમ જલમાં શીતતા તિમ જન્મસિદ્ધ ત્રણ નાણને,
આપ ધારે શીધ્ર તારે કરી કૃપા આ દાસને સ્પષ્ટાર્થ-હે પ્રભુ ! આ સંસારને વિષે પુણ્યરૂપી વેલીને સિંચવાને એટલે ઉપદેશ રૂપી પાણી વડે વૃદ્ધિ પમાડવાને આપ મેઘ સમાન છે. કારણ કે જેમ વરસાદના પાણીથી વેલડી વધે છે તેમ આપના ઉપદેશ રૂપી પાણી વડે પુણ્યની વૃદ્ધિ થાય છે. વળી જેમ નદી પર્વતમાંથી નીચે ઉતરે છે તેમ આપ પણ વિજય નામના વિમાનમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org