________________
[ શ્રીવિજયપધસૂરિકૃતનીચે ઉતરી આ પૃથ્વીને વિષે અવતર્યા છે જેમ પાણીમાં કુદરતી શીતળતા રહેલી છે તેમ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જન્મસિદ્ધ જ્ઞાનેને આપ ધારણ કરે છો. કારણ કે તીર્થકરનો જીવ દેવભવમાંથી અગર નારકીમાંથી છેલ્લા મનુષ્ય ભવમાં આવે ત્યારે ત્રણ જ્ઞાન સહિત જ અવતરે છે. મનુષ્ય અથવા તિર્યંચમથો આવેલા તીર્થકર થતા નથી. આ આપના સેવક ઉપર મહેરબાની કરીને તેને જલદીથી તારે એટલે સંસારમાં ડૂબતા એવા મને બચાવો. ૫૪. પ્રતિબિબ જિમ દર્પણ વિષે કિમ જે હૃદયમાં આપને,
ધ્યાવતા તે પામતા લક્ષ્મી હઠાવે વિપ્નને; કર્મ ગદ પીડિત જનોને વૈદ્યની જિમ ગદ હરી,
આપતા આરોગ્યને હે નાથ ! નમું કરી અંજલિ. ૫૫ સ્પષ્ટાર્થ:--જેમ દર્પણને વિષે પ્રતિબિંબ અથવા પડછાયે પડે છે તેમ જેઓ હૃદયરૂપી અરિસાને વિષે આપનું ધ્યાન કરે છે તેઓ વિનને એટલે સંકટને દૂર કરીને લક્ષમીને પામે છે. જેમ વૈદ્ય રોગી મનુષ્યના રોગને દૂર કરે છે અને આરોગ્યને આપે છે તેમ હે નાથ ! તમે પણ કર્મગદ એટલે કર્મરૂપી ભાવરેગથી દુઃખી થતા કોના રોગને હરીને આરોગ્યને આપનારા છે કારણ કે જે મનુષ્ય તમારે આશ્રય કરે છે, અથવા ખરા ભાવથી તમારી આજ્ઞા–સેવા કરે છે તેઓ કર્મને નાશ કરીને મેક્ષ રૂપી સુખને જરૂર પામે છે. આવી સદ્દભાવનાથી હું અંજલિ જેડીને આપને પ્રણામ કરું છું. ૫૫ મરૂ મુસાફરની પરે દર્શને અમીરસ સ્વાદથી,
તૃપ્ત થઈએ ના અમે, જલધિ પ્રવહણ ખલાસિથી; સારથિએ જેમ રથ તિમ આપ નાયક પુણ્યથી,
મુક્તિ પંથે ચાલશે ભવિ જીવ ધન્ય હું આજથી ૫૬ સ્પષ્ટાર્થ:--જેમ મારવાડ દેશને મુસાફર પાણીથી વૃદ્ધિ પામતું નથી તેમ આપના દર્શન રૂપી અમૃત રસના સ્વાદથી અમને તૃપ્તિ થતી નથી, એટલે તમારૂં દર્શન વારંવાર કરવાની અમને ઈચછા રહ્યા કરે છે. જેમ પ્રવહેણ એટલે વહાણુમાં બેસીને ખલાસીની મદદથી સમુદ્ર ઓળંગી શકાય છે, તથા રથમાં બેસીને જેમ સારથિની મદદથી માર્ગ ઓળંગી શકાય છે, તેમ ભવ્ય જી આપ સરખા નાયકના પુણ્યને લીધે મુક્તિપંથે એટલે મોક્ષમાર્ગને વિષે ચાલશે. ૫૬ આપના પદ કમલ કેરી ભક્તિ અવસર પામતા,
સફલ માનું દ્ધિ મારી સ્વર્ગ સુખ તરછોડતા; પૂજનારા પૂજ્ય પદવી હર્ષ સારિક પામતા, ઈમ કરી સ્તવના હરિ રાગાદિ મલને ટાળતા.
૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org