________________
[ શ્રી વિજયપદ્યસૂરિકૃતલીન થાય છે તેમ ઈન્દ્રાણના ચક્ષુઓ સુગંધીદાર આપના શરીરની કાંતિને વિષે લીન થાય છે. અથવા બીજા સામાન્ય મનુષ્યોની જેવું પરસેવા તથા મેલથી દુર્ગધવાળું આપનું શરીર નથી. પરંતુ તેનાથી ઉલટું અતિ સુગંધીદાર એવું આપણું શરીર છે. વળી ઈન્દ્ર મહારાજે આપના વિષે મૂકેલ જે અમૃત તેને આસ્વાદ કરવાથી જાણે નાશ ન પામ્યા હેાય તેવા ગદ સર્ષ એટલે રોગ રૂપી સપની પીડાથી રહિત અથવા રેગ રહિત-નિરોગી એવું આ૫નું શરીર છે. એટલે સામાન્ય મનુષ્યનાં શરીર જેમ અનેક રોગોથી ભરેલાં હોય છે તેમ આ૫નું શરીર રેગથી ભરેલું નથી. આપને તેથી રોગ પીડા પણ ભોગવવાની કયાંથી હોય? અહીં પ્રભુના જન્મના ચાર અતિશયમાંથી પ્રભુના શરીરનું વર્ણન જણાવ્યું. ૫૦
દર્પણે પ્રતિબિંબ સમ તુજ અંગ ને ધરે સ્વેદને,
( રાગ નહિ તુજ ચિત્તમાં ત્યાં ના લહું આશ્ચર્યને, દૂધ જેવા રૂધિર આમિષ પણ ધરે ના રાગને,
અનુસરે માલા તજી અલિ તુજ સુગંધિ શ્વાસને. ૨૧ સ્પષ્ટાર્થ –-દર્પણ એટલે આરિસામાં પડેલા પ્રતિબિંબ જેવું અત્યંત નિર્મળ આપનું શરીર ને એટલે પરસેવાને ધારણ કરતું નથી એટલે આપણું શરીર પરસેવાથી રહિત છે. શરીરમાં બીલકુલ પરસેવે થતું નથી. વળી આપનું મન રાગરહિત છે એટલું જ નહિ પણ આપના શરીરના રૂધિર એટલે લોહી તથા આમિષ એટલે માંસ પણ રાગને એટલે કોઈ જાતનાં રંગને ધારણ કરતા નથી, કારણ કે તેઓ દૂધ જેવા સફેદ હોય છે. તેથી આપનું મન રાગરહિત હોય એમાં નવાઈ શી? કહેવાનું તાત્પર્ય એ છે કે એમાં મને કાંઈ આશ્ચર્ય થતું નથી કે સામાન્ય મનુષ્યોના લોહી તથા માંસ રાતા રંગ વાળા હોય છે તેનું કારણ એ છે કે તેમના ચિતમાં એટલે મનમાં રાગ રહેલો છે. પરંતુ આપ પ્રભુ દેવના મનમાંથી તે રાગ જતો રહ્યો છે એટલે આપ કપટ અને લોભથી રહિત હો તે લોહી અને માંસમાં તે રાગ-રંગ કેવી રીતે રહે? એટલેજ આપના શરીરના લોહી તથા માંસ પણ દૂધની જેવા સફેદ રંગના છે. વળી અલિ એટલે ભમરો સુગંધીદાર ફૂલની માલા છોડીને તમારા સુગં. ધીદાર શ્વાસોશ્વાસને અનુસરે છે. એટલે સામાન્ય મનુષ્યના શ્વાસની જેમ તમારો શ્વાસશ્વાસ દુધવાળો નથી. પરંતુ ઘણે સુગંધીદાર હોવાથી ભમરાઓ પણ તે ગંધથી બે ચાઈને આવે છે. ૫૧ સંસાર સ્થિતિ આશ્ચર્યને ઉપજાવનારી આપની,
ચર્મનયની ના જુએ વિધિ ભેજ્યની નીહારની ધન્ય માનું જન્મને તુજ ભક્તિ પુણ્ય મુજ મલી, "
આવા સમય મલજો ભાભવ એહ હિતની તક ભલી, પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org