________________
થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] વૈશાખ સુદની તેરસે અધરાત સમયે આવતા,
જ રહિણી નક્ષત્ર તિમ વૃષરાશિ તે ક્ષણ વર્તતા.
૪૧
સ્પષ્ટાથે--જંબુદ્વીપમાં દક્ષિણ દિશામાં આવેલ ભરત ક્ષેત્રમાં શોભાયમાન અને રમણીય અયોધ્યા નામે નગરી આવેલી છે. તે ૧૨ જન લાંબી અને આઠ જન પહેળી છે. તે નગરીમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના વંશમાં ઉત્પન્ન થએલજિતશત્રુ નામને રાજા હતો. તે રાજા ઇષભદેવના (ઈફવાકુ) વંશમાં અંબરમણિ એટલે સૂર્ય સમાન હતું. તે રાજાને શીલાદિ ગુણે યુકત વિજયા નામે રાણી હતી. તે રાણીની રત્નની ખાણ સમાન કુક્ષિને વિષે વિમલવાહન રાજાને જીવ વિજય વિમાનમાંથી ચવીને ઉત્પન થશે. ત્યારે વૈશાખ મહીનાની સુદ તેરસની અર્ધ રાત્રીનો સમય હતે. અને તે વખતે રોહિણી નામે નક્ષત્ર અને વૃષ નામની રાશિ હતી. ૪૧
વિજયા રાણીએ જેએલાં ૧૪ સ્વનો તથા સૌધર્મેન્દ્રનું આવવું –
ચોથા પ્રહરમાં ચૌદ સ્વ મુખ કમલમાં પેસતા,
માત દેખે આ સમે હરિના સિંહાસન ડોલતા; ધર્મ હરિ અવધિ પ્રભાવે પ્રભુ ચ્યવનને જાણતા,
વિધિએ કરી તવવંદનાદિક રાજમંદિર આવતા. ૪૨
સ્પષ્ટાર્થ –તે રાત્રીનો છેલ્લે પહોર ચાલતું હતું ત્યારે વિજય માતાએ પોતાના સુખરૂપી કમળમાં પ્રવેશ કરતા ચૌદ સ્વરે જોયા. અને તે વખતે ઈન્દ્ર મહારાજના સિંહાસન ડોલવા લાગ્યા. ત્યારે અવધિ જ્ઞાનના ઉપયોગથી સૌધર્મ હરિ એટલે સૌધર્મ નામના પ્રથમ દેવલોકના ઈન્દ્ર પ્રભુના ( જેઓ બીજા શ્રી અજીતનાથ નામે તીર્થકર થવાના છે તેમના ) અવનને એટલે પ્રભુ વિજય વિમાનમાંથી ચ્યવીને વિજયા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા છે એમ જાણ્યું. પ્રભુનું વન જાણ્યા પછી ઈન્દ્ર મહારાજ પ્રભુને વિધિપૂર્વક એટલે પિતાના સિંહાસનથી હઠે ઉતરી સાત આઠ ડગલાં પ્રભુની સામે ચાલીને સ્તવવંદનાદિક એટલે નમુથુનું કહેવા પૂર્વક વંદન કરીને રાજમંદિરે એટલે જિતશત્રુ રાજાના મહેલને વિષે આવ્યા. ૪૨
૧. ચૌદ સ્વપ્નનાં નામ આ પ્રમાણે -૧ હાથી, ૨ વૃષણ, ૩ કેસરી સિંહ, ૪ લક્ષ્મીદેવી, ૫ પુલની માલા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ વજ, તે પૂર્ણ કુંભ, ૧૦ પા સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ ભુવન અથવા વિમાન (પ્રથમની ત્રણ નરકમાંથી આવનાર ભાવી તીર્થકરની માતા ભુવન જીવે છે. અને વૈમાનિક દેવમાંથી આવનાર તીર્થંકરની માતા વિમાન જુવે છે. ૧૩ રત્નને ઢગલે, ૧૪ અગ્નિશિખા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org