________________
શ્રી દેશના ચિંતામણી ભાગ ૨ જો ] રાજા ગુરૂની સ્તુતિ કરે છે -- એમ બેલી ગુરૂ ધરતા મૈન નરપતિ ઉચ્ચરે,
પુણ્યના ઉદયે અમારા આપ જેવા અહીં ફરે; અંધ ગે પડે તિમ વિષય સુખની ભ્રાંતિથી,
જીવ ભવ કૂપે પડે ઉદ્ધાર તેનો આપથી. સ્પષ્ટાથે એ પ્રમાણે પિતાના વૈરાગ્યનું કારણ જણાવીને ગુરૂ મૌન રહ્યા ત્યારે રાજા કહે છે કે આપ જેવા અહીં વિચરે છે તેમાં કારણ અમારે પુણ્યને ઉદય માનું છું. જેવી રીતે અંધારા કૂવામાં એટલે ગાય પડે છે તેમ આ જીવ વિષય સુખની ભ્રમણાથી આ ભવ એટલે સંસાર રૂપી કૂવામાં પડે છે. તેવા જીવોને તેમાં પડતાં અટકાવનાર એવા આપનાથી ઉદ્ધાર થાય છે. એટલે આપ સંસાર રૂપી કૂવામાંથી જીવને સમજાવી સન્માર્ગની આરાધના કરવી તારનારા છે ૨૧ હવે રાજા પિતાનો દીક્ષા લેવાની ઈચ્છા જણાવે છે – સાર વાણી આપની ન કુટુંબ ઉત્તમ હું ગયું,
કિપાકસમ વિષયો ગણુને શરણ ધારૂં આપનું કરૂણા કરી ચારિત્ર આપો રાજ્ય સેંપી પુત્રને
આવું અહીં હું ત્યાં સુધી અહીંયાં જ રહેવું આપને. ૨૨ સ્પષ્ટાર્થ: હે ગુરૂ મહારાજ! આપનાં વચન સાર એટલે ઉત્તમ છે અને આપનાં વચન સાંભળ્યાં પછી હું મારા કુટુંબને ઉત્તમ ગણુતે નથી. તથા ઇન્દ્રિયનાં વિષય સુખો કિપાક વૃક્ષના ફળની જેવા માનું છું, જેમ કિપાક વૃક્ષનું ફળ દેખાવમાં ઘણું શોભીતું હોવાથી મનને લલચાવે છે, પરંતુ ખાવાથી મરણ ની પજાવે છે તેમ વિષયે પણ અજ્ઞાની જીવોને શરૂઆતમાં આનંદકારી જણાય છે પરંતુ પરિણામે તે રોગાદિક અનિષ્ટને કરનારાં થાય છે. એમ વિચારી હું આપનું શરણ અંગીકાર કરું છું હવે મારા ઉપર દયા લાવીને મને ચારિત્ર આપે. કારણ કે હવે મારી દીક્ષા લેવાની તીવ્ર ઉત્કંઠા છે. માટે હું રાજ્યને મારા પુત્રને સેંપીને આપની પાસે આવું ત્યાં સુધી આપ કૃપા કરીને અહીંજ રહેજે. એવી મારી વિનંતિ છે. ૨૨ ગુરૂ રાજાને અનુમતિ આપે છે-- હે નરેન્દ્ર ! જહાસુખં કરશે નહિ પ્રતિબંધને,
એમ કરવું ઉચિત નિશ્ચય તુજ સમા તત્વજ્ઞાને તુજ સમા જીવે ગ્રહેલું ચરણ તીર્થંકરતણી,
લક્ષ્મી સુધીના ફલ દીએ કરશું યથારૂચિ આપની. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org