________________
| [ શ્રી વિજયસૂરિછકૃતસ્પષ્ટાથે-ત્યારે વિશેષ લાભનું કાર્ય જાણીને શ્રીગુરૂ મહારાજ કહે છે કે હે રાજન્ ! યથાસુખ એટલે જેમ તમને સુખ ઉપજે તમ કરે. વિલંબ કરશે નહિ. કારણ કે તમારા જેવા સમજુ છવાને એટલે તત્વ જાણનારને એમ કરવું એટલે દીક્ષા લેવાને નિશ્ચય કરે તે યોગ્ય જ છે. તમારા સરખા ઉત્તમ જીવેએ ગ્રહણ કરેલું ચારિત્ર ઉત્કૃષ્ટપણે તીર્થકરની અદ્ધિ સુધીનાં ફલને પણ આપનારું થાય છે. માટે જેવી તમારી ઈચ્છા છે તે પ્રમાણે અમે કરશું અથવા તમે આવશે ત્યાં સુધી અમે અહીં સ્થિરતા કરીશું. ૨૩ રાજાનું મહેલે આવવું અને મંત્રીને પિતાની ઈચ્છા જણાવવી:-- ગુરૂવચન ઈમ સાંભળી નૃપ રાજમહેલે આવતા,
સવને દીક્ષા તણી શુભ ભાવના સમજાવતા; તેઓ ધરી ગુણદૃષ્ટિને તૃપભાવને અનુદતા,
હિંસાદિને નૃપ ગર્વતા ચારિત્રમહિમા બોલતા. ૨૪ સ્પષ્ટથે–આવાં પ્રકારનાં ગુરૂદેવનાં વચન સાંભળીને રાજા પિતાના મહેલે આવ્યા અને પિતાના મન્રી આદિ સર્વને બોલાવીને પિતાની દીક્ષા લેવાની સારી ભાવના સમજાવી. ત્યારે તેઓ પણ ગુણદષ્ટિને એટલે રાજાના લાભની વાત છે, એવું જાણીને રાજાના ભાવને એટલે દીક્ષાના પરિણામને અનુમોદન આપે છે. રાજા પણ હિંસા વગેરેની ગઈ એટલે નિંદા કરે છે અને ચારિત્રને મહિમા બોલે છે. ૨૪ • મંત્રીશ્વર રાજાની ભાવનાને અનુમોદન આપે છે, તે એ લોકમાં જણાવે છે – ભૂપ વૃત્તિ પિછાણુતા મંત્રીશ્વરે ઈમ બેલતા,
આસન્ન સિદ્ધિક પુણ્યવંતા ત્યાગ બુદ્ધિ ધારતા; આપના જેવા જ કમને પૂર્વ નરપતિ પાલતા,
રાજ્ય દીક્ષાક્ષણ કમાગત આપ પુણ્ય પામતા. ૨૫ સ્પષ્ટાર્થ --ભૂપવૃત્તિ એટલે રાજાની ભાવનાને ઓળખનારા મંત્રીશ્વરે તે વખતે આ પ્રમાણે બેલે છે–આસન્નસિદ્ધિક એટલે જેમને સિદ્ધિનાં સુખ નજીકમાં મળવાનાં હોય છે તેવા પ્રકારના પુણ્યશાલી જીવો સંસારના ત્યાગની બુદ્ધિને ધારણ કરે છે. બીજા સામાન્ય મનુષ્યથી આ સંસારનો ત્યાગ કરી શકાતું નથી પૂર્વના એટલે પ્રથમના નરપતિ એટલે રાજાઓ પણ આપના જેવા ક્રમને એટલે પ્રથમ રાજ્યનું પાલન કરવું અને પછીથી તેને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવી તેવા ક્રમને પાલનારા હતા. આપને પણ પુણ્યના ઉદયથી પ્રથમ રાજ્ય અને પછી દીક્ષાનો અવસર એ બે અનુક્રમે પ્રાપ્ત થયા છે. ૨૫ કુંવર રાજ્ય ચલાવવાને ગ્ય છે પૂરણ પણે,
સાધે પ્રત્રજ્યા મુક્તિ લેવા વિજય મળજે આપને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org