________________
[ શ્રી વિજયપદ્યસૂરીજી કતછે તેને ત્યાગ કરીને શુભમતિ એટલે સારા અધ્યવસાય રાખીને પિતાના આત્મહિતને જરૂર સાધે છે. ૧૮ રાજાએ ગુરૂને પૂછેલું વૈરાગ્ય થવાનું કારણ– એમ નિસણી હર્ષથી નરદેવ ગુરૂને પૂછતા,
વિરાગ્ય છે દુર્લભ છતાં ગુરૂ આપ તે કિમ પામતા ? ગુરૂદેવ ઉત્તર આપતા નિજપૂર્વ વાત સુણાવતા,
આરામના દૃષ્ટાંતથી વૈરાગ્ય હેતુ જણાવતા. ૧૯ સ્પષ્ટાર્થ –આ પ્રમાણે ગુરૂ મહારાજને ધર્મોપદેશ આનંદ પૂર્વક સાંભળીને નરદેવ એટલે શ્રીવિમલવાહન રાજા ગુરૂ મહારાજને પૂછે છે કે હે ગુરૂજી! આ સંસારથી વિરાગ્ય પામ ઘણે દુર્લભ છે, કારણ કે મોહના પાશમાંથી છુટવું ઘણું અઘરું છે, તે પણ આપ તે વૈરાગ્ય શાથી પામ્યા? તે કૃપા કરીને જણાવો. તે વખતે ગુરૂ મહારાજ જવાબમાં પિતાની પૂર્વની (સંસારી પણાની) વાત આગળના કમાં સંભળાવે છે. અને પોતાને વૈરાગ્ય થવાનું કારણ આરામ એટલે બગીચે હતું તે પણ બીના સ્પષ્ટ જણાવે છે. ૧૯ અહીં આરામનું દષ્ટાન્ત જણાવી વૈરાગ્યનું કારણ જણાવે છે -- દિગ્વિય કરવા જતાં આરામ સુંદર દેખતે,
આવતાં બેડોળ જતાં તત્ત્વ વસ્તુ વિચારતે સંસારીજને આરામ જેવા વિવિધ રૂપે માનતે,
ક્ષિણિકતા ઈમ સર્વની વૈરાગ્ય રંગે ધારતે. ૨૦ સ્પાર્થ –ગુરૂ મહારાજ કહે છે કે હે રાજન ! જ્યારે હું રાજા હતા ત્યારે દિગવિય કરવા માટે નીકળ્યો. તે વખતે મેં ફળ, કુલેથી અત્યંત શેભાયમાન એક આરામ એટલે સુંદર બગીચો છે. પરંતુ જ્યારે હું દિગ્વિજય કરીને પાછો ફર્યો, ત્યારે તેજ બગીચાને બેડોળ એટલે જેમાં વૃક્ષે સૂકાઈ ગયાં છે તેવા ઉલટા સ્વરૂપવાળો છે. તે જઈને તત્વસ્તુ એટલે આ સંસારના પદાર્થોનું સ્વરૂપ વિચાર્યું કે આ સંસારમાં લેકે તથા પદાર્થો બગીચાની પેઠે વિવિધ રૂપવાળા ને ક્ષણભંગુર છે, કારણ કે જે મનુષ્ય યુવાન અવસ્થામાં સુંદર મનહર રૂપવાળો દેખાય છે તે જ મનુષ્ય ઘડપણમાં કદરૂપ જણાય છે અને તેની ચામડી વગેરે એવાં થઈ જાય છે કે તેના તરફ જતાં ચીતરી ચઢે છે. એવી રીતે સંસારના સર્વ પદાર્થોની ક્ષણભંગુરતા મને જણાવા લાગી અને તેથી મારી સંસારની વાસના ઘટી ગઈ, જેથી મેં આનંદથી વૈરાગ્ય ધારણ કરી શ્રીગુરૂમહારાજની પાસે દીક્ષા લીધી. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org